વાવણી ત્રણ તબક્કામાં! વાવણીની શરૂઆત ક્યાં જિલ્લામાંથી થશે? કેટલો વરસાદ? વાવાઝોડું ક્યારે? Ramnikbhai Vamja ની આગાહી

વાવણી ત્રણ તબક્કામાં! વાવણીની શરૂઆત ક્યાં જિલ્લામાંથી થશે? કેટલો વરસાદ? વાવાઝોડું ક્યારે? Ramnikbhai Vamja ની આગાહી

સૌરાષ્ટ્ર જુનાગઢ વંથલીના જાણીતા આગાહી કાર રમણીકભાઈ વામજાએ વર્ષ 2023 ના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રમણીકભાઈ વામજાની આગાહી ખેડૂતોમાં ખુશીની લહેર આપશે કેમકે તેમણે કહ્યું છે કે આ વર્ષ 16 આની વર્ષ થવાના સંકેતો આપે છે. 

નક્ષત્રો મુજબ સારું ચોમાસું! 
રમણીકભાઈ વામજાએ હમણાં પડેલ માવઠાના વરસાદને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે રેવતી, અશ્વિની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના છે દોષ ઊભા થયા હતા તે ભડલી વાક્ય મુજબ કૃતિકા નક્ષત્રએ દોષ ધોઈ નાખ્યા છે. એટલે કે કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડ્યો હતો તે સારા સંકેતો આપે છે. 

વર્ષ 2023 માં કેટલો વરસાદ પડવાની આગાહી? 
1) આગાહીકાર રમણીક ભાઈએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં 50થી 55 ઇંચ વરસાદ જોવા મળશે અને 16 આની વર્ષ થવાના સંકેતો છે. 

2) જ્યારે ચોમાસાના ચાર મહિના માંથી ભાદરવા મહિનામાં સૌરાષ્ટ્ર વિસ્તારોમાં 40 થી 45 ડેમ ઓવરફ્લો થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું. 

3) રમણીકભાઈ એ કહ્યું છે કે આ વર્ષે ત્રણ તબક્કામાં વાવણી થવાના સંજોગો છે, જેમાં જામનગર જિલ્લામાંથી વાવણીનો પ્રારંભ થશે. 

4) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન લાગુ વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ પડશે તેવું તેમણે જણાવ્યું છે. 

5) ગુજરાતમાં ગરમી પડવાને કારણે છાપ અને વીંછી કરડવાના બનાવો વધારે બનશે સાથે ચોમાસે વીજળી પડવાના પણ બનાવો વધુ જોવા મળશે. 

વરસાદ અને વાવાઝોડાની આગાહી 
રમણીકભાઈ વામજાએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં 27 મેથી લઈને 31 મે દરમિયાન અતિ ભારે ગરમી અને વાવાઝોડા બનવાની શક્યતા છે. જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 28 મેં પછી અરબ સાગરમાં ચક્રવાતની સંભાવના છે. 

નેઋત્યનું ચોમાસું ગુજરાતના બારણે હાલમાં ટકોર મારી રહ્યું છે ત્યારે આ વર્ષ મગફળીનો પાક પુષ્પદ થશે તેવું રમણીક ભાઈએ કહ્યું છે. ભડલી વાક્યો પ્રમાણે ભાદરવા સુદ છઠના દિવસ દરમિયાન અનુરાધા નક્ષત્ર હોવાથી આ વર્ષ સારું જવાનું તેમણે કહ્યું છે. 

હવામાન વિભાગે કહ્યું છે કેરળમાં ચાર જૂને ચોમાસુ આવશે. જ્યારે ખાનગી સંસ્થા skymetએ પણ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે પહેલી જૂનની તારીખ ચોમાસું કેરલની અંદર ચૂકી જશે. ભારતમાં નૈઋત્યનું ચોમાસુ મોડું અને નબળું આવશે તેવું તેમણે જણાવ્યું હતું. એમ આ વર્ષે અલગ અલગ વેધર કંપનીઓ, વેધર એનાલિસ્ટો અને આગાહીકારો અલગ અલગ આગાહીઓ કરી રહ્યા છે.