ટોલ નાકાની નવી ફી, રેશનકાર્ડ ધારકોને ભેટ, એપ્રિલ મહિનામાં બદલાયેલા નિયમો વગેરે માહિતી...

1) નવા નાણાકીય વર્ષમાં હેલ્થકેર દવાઓ પણ મોંઘી થઈ છે. લગભગ 800 જીવનરક્ષક દવાઓની કિંમતમાં 10%નો વધારો થયો છે. સાથે સારવારની કિંમતમાં પણ વધારો થશે.

2) નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી થઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં 10 થી 65 રૂપિયાનો વધારો કર્યો છે. નાના વાહનો માટે 10 થી 15 રૂપિયા અને કોમર્શિયલ વાહનો માટે 65 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર

3) એપ્રિલ મહિનામાં રેશનકાર્ડ ધારકોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 5 કિલો મફત અનાજ આપવામાં આવશે. સાથે ગુજરાત સરકારનું અનાજ પણ મળશે. 10 એપ્રિલ પછી વિતરણ કરવામાં આવશે. 

4) કોરોનાની સારવાર માટે 10 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ લાગશે નહીં.

5) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માત્ર UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ કરી શકાશે.

6) 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ મળી.

7) હવે PANને આધાર સાથે લિંક ન કરવા પર દંડ લાગશે. જે દંડ 30 જૂન 2022 સુધી 500 રૂપિયા રહેશે. તે પછી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો PAN નંબર 31 માર્ચ, 2023 પછી પણ લિંક નહીં થાય તો તે નિષ્ક્રિય થઈ જશે.

આ માહિતી વધારે સમજવા ઉપરનો વીડિઓ જોવો.

આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ ઘઉંનાં ભાવમાં વધારો, ઊંચો ભાવ 600 રૂપિયા, જાણો આજના બજાર ભાવ