આખર મહિનાના કારણે ગયા મહિનાના થોડા દિવસ માર્કેટીંગ યાર્ડોમાં રજા હતી. જેના પગલે જણસીનાં તમામ કામકાજ બંધ હતા. પરંતુ હવે ધીમે ધીમે પીઠાઓ ખુલી રહ્યા છે, સાથે જ આવક પણ વધી રહી છે. ત્યારે ગોંડલ અને ડીસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની આવકો શરૂ થઈ હતી.
ઘઉંની બજારમાં ભાવ ટૂંકી વધઘટે સરેરાશ અથડાય રહ્યાં છે. ઉત્તર ગુજરાતનાં બે-ચાર યાર્ડો આજે ખુલી ગયાં હતા, ગોંડલમાં પણ આજે હરાજી શરૂ થઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં યાર્ડો શનિવારે ખુલી જાય તેવી સંભાવનાં છે અને માર્કેટિંગ યાર્ડોમાં ઘઉંની આવકો સારી માત્રામાં થાય તેવી ધારણાં છે.
આ પણ વાંચો: પશુ રાખનારને લેવું પડશે લાયસન્સ અને ટેગ નંબર, ખેડૂત દેવુંમાફ જવાબ, DAP અને NPK ખાતર ભાવ વધારો વગેરે માહિતી…
છેલ્લા દશેક દિવસમાં વૈશ્વિક ભાવમા ઘટાડાને પગલે કંપનીઓએ પણ ભાવમાં ક્વિન્ટલે રૂ.૮૦થી ૧૦૦નો ઘટાડો કર્યો હોવાથી યાર્ડોનાં ભાવ પણ શનિવારે મણે રૂ.૨૦ જેવા નીચા ખુલે તેવી સંભાવનાં છે.
ઘઉંનાં અગ્રણી વેપારીએ કહે છેકે ઘઉંની આવકો પણ એકાદ સપ્તાહ ખુબ જ સારી રહેશે, જેને પગલે પણ સરેરાશ બજારો દબાય તેવી ધારણાં છે. એક વાર આવકો પીક ઉપર આવીને ઘટવા લાગી ત્યાર બાદ ઘઉંનાં ભાવ સ્ટેબલ થઈ જશે અને ધીમી ગતિએ વધતા રહે તેવી ધારણાં છે. ઘઉંનાં ભાવમાં આ વર્ષે મંદી આવશે તો પણ થોડો સમયની જ મહેમાન રહે તેવી ધારણાં છે.
કેન્દ્ર સરકારનાં પ્રયાસો અને ખાસ કરીને મધ્યપ્રદેશની સરકારે નિકાસ માટે જે પ્રયાસો શરૂ કર્યાંછે તેને પગલે એમ.પી.નાં ઘઉં ધારણાં કરતાં ઊંચા ભાવે મળે તેવી સંભાવનાં છે, જેને ફાયદો ગુજરાતનાં ઘઉંનાં ખેડૂતોને પણ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (01/04/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
ગોંડલ | 410-466 |
પોરબંદર | 400-422 |
વિસાવદર | 390-460 |
વાંકાનેર | 415-455 |
જુનાગઢ | 435-464 |
જામખંભાલીયા | 390-420 |
પાલીતાણા | 410-531 |
ઉપલેટા | 410-447 |
ધોરાજી | 421-455 |
ભેંસાણ | 400-450 |
લાલપુર | 310-380 |
ડીસા | 425-601 |
પાલનપુર | 420-566 |
ખેડ બ્રહ્મા | 440-491 |
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (01/04/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
ગોંડલ | 420-600 |
પોરબંદર | 410-422 |
જુનાગઢ | 440-501 |
વાંકાનેર | 421-558 |
ખેડબ્રહ્મા | 445-485 |
દાહોદ | 448-468 |
આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.