khissu

ગુજરાતમાં માવઠું: હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી, જાણો શું ?

આગામી સપ્તાહે બંગાળ ની ખાડી ની સીસ્ટમ ના અવશેષો અરબી સમુદ્રમાં આવતા ગુજરાત માં માવઠા ની સંભાવના રહેશે.ગત આગાહી માં જણાવ્યું હતુ એ મુજબ તાપમાન નોર્મલ કે નોર્મલ થી એકાદ બે ડિગ્રી વધઘટ જોવા મળ્યું. જેમાં તારીખ 4 ડિસેમ્બર ના મહત્તમ તાપમાન રાજકોટ 31.8 ડિગ્રી જે નોર્મલ થી 0.8 ડિગ્રી વધુ, ભુજ 31.2 જે નોર્મલ થી 2.1 ડિગ્રી વધુ તેમજ અમરેલી 31.6 ડિગ્રીજે નોર્મલ થી 0.3 ડિગ્રી વધુ ગણાય.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ! માત્ર 5 વર્ષના રોકાણમાં મેળવો 14 લાખથી વધુની રકમ

જયારે લઘુતમ તાપમાન 5 ડિસેમ્બર ના રોજ ભુજ 13.8 ડિગ્રી જે નોર્મલ થી 1.8 ડિગ્રી નીચું, રાજકોટ 14 ડિગ્રી જે નોર્મલ થી 2 ડિગ્રી નીચું તેમજ અમરેલી 18.2 જે નોર્મલ થી 2 ડિગ્રીવધુ નોંધાયું હતું.

આગાહી સમયમાં લધુત્તમ તાપમાન 15-17 ડીગ્રી સેલ્સિયસ ની રેન્જમાં જોવા મળશે જ્યારે મહત્તમ તાપમાન 31-33 ડીગ્રીની રેન્જમાં જોવા મળશે. જે નોર્મલ થી એકાદ બે ડીગ્રી ના વધઘટ સાથે જોવા મળે તેવી શક્યતા છે પવનો મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેશે.આગાહી સમય માં 8 થી 10 ડીસેમ્બર દરમિયાન કસ રૂપી વાદળ જોવા મળે તેવી શક્યતા છે.

એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ એ આશરે 32N અને 72E પર છે. એક ફ્રેશ નબળુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 07મી ડિસેમ્બર, 2022 ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: કપાસમાં તેજી: 1845 ઊંચો ભાવ, શું હવે કપાસના ભાવ વધશે ? જાણો આજનાં તમામ બજારોનાં ભાવ

આગોતરૂ એંધાણ
12 થી 15 ડીસેમ્બર દરમિયાન માવઠા ની શક્યતા છે. જેમાં અલગ અલગ મોડેલો મુજબ મતમતાંતર છે એટલે સાવચેતી રાખવી સારી.

નોંધ:- વરસાદ અને વાવાઝોડા માટે ભારતીય હવામાન વિભાગ ની સુચના ને અનુસરવું