સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ સાઇક્લોનિક સરક્યુલેશન તૈયાર થતાં ગુજરાતમાં નિષ્ક્રિય બનેલ ચોમાસુ ફરીથી સક્રિય બન્યું છે. જોકે ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ પણ કરી ચૂક્યા છે. ગુજરાતમાં આગામી 9 તારીખ સુધી કેવું વાતાવરણ રહેશે તેમને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગની નવી આગાહી?
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ૬થી ૮ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બર પછી પણ ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
જાણી લઈએ કઈ તારીખે ક્યાં જીલ્લામાં વરસાદ આગાહી? [ આગાહીનો સમયગાળો સવારે 8:30 થી (૨૪ કલાક પછી) બીજા દિવસે સવારે સાડા આઠ સુધી.]
4 તારીખે: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે.
4-5 તારીખના રોજ પંચમહાલ, દાહોદ, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, દમણ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી અને કચ્છ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે.
5-6 તારીખના રોજ પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલી સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથઅને દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના.
6થી 7 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ શક્યતાઓ. સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, કચ્છ, દીવ તથા ઉત્તર ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદમાં મધ્યમથી-હળવા વરસાદની આગાહી.
7-8 સપ્ટેમ્બર દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ દમણ દાદરા નગર હવેલી દીવ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે વલસાડ, સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે?
હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર સાત તારીખ આજુબાજુ ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જે સિસ્ટમ ના ભાગરૂપે ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. વેધર ચાર્ટના માધ્યમથી પાંચ અથવા તો છ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની જશે.
બંગાળની ખાડીમાં તૈયાર થતી લો-પ્રેશર સિસ્ટમ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવશે. તેમની અસર ગુજરાતમાં સાત તારીખથી ચાલુ થઇ જશે. 7-8-9 તારીખ દરમિયાન સારો વરસાદ પડશે. જોકે 9 તારીખ પછી પણ વરસાદ પડવાના સારા સંજોગો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ પૂર્ણ થઈ જાય તેવા સંજોગો છે.