Top Stories
khissu

SBIએ કરોડો ગ્રાહકોને મજ્જા મજ્જા કરાવી દીધી, એવી નવી સ્કીમ લોન્ચ કરી કે પાસબુકની ઝંઝટ જ ખતમ થઈ ગઈ

SBI: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર છે. SBI એ એક નવી સ્કીમ શરૂ કરી છે જેના દ્વારા ગ્રાહકો માત્ર આધાર કાર્ડ દ્વારા જ સામાજિક સુરક્ષા યોજનામાં પોતાની નોંધણી કરાવી શકશે. 

અચાનક શું થયું કે બેંકો આપી રહી છે લોકોને ધડાધડ નોકરી... સૌથી વધુ નોકરી આપવાનો રેકોર્ડ તોડી નાખ્યો

મતલબ કે હવે ગ્રાહકોએ આ માટે પાસબુક સાથે રાખવાની જરૂર નહીં પડે. સ્કીમની શરૂઆત વખતે SBIના ચેરમેન દિનેશ ખરાએ કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP)નું અનાવરણ કર્યું જ્યાં ગ્રાહકો આ સુવિધાઓનો લાભ લેશે. તેમજ લોકાર્પણ પ્રસંગે દિનેશ ખરાએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોને સશક્ત બનાવવાનો છે અને તેમને નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે.

સસ્તામાં પણ સસ્તો ગેસ સિલિન્ડર મેળવવાનો મોકો, આ રીતે ઘરે બેઠા સીધા આટલા રૂપિયાનો ફાયદો

તમારે પાસબુકની જરૂર નહીં પડે

આ યોજનાની શરૂઆત સાથે SBI ગ્રાહકોને હવે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી સામાજિક સુરક્ષા યોજનાઓમાં નોંધણી કરાવવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે. એટલે કે હવે તેમને બેંક દ્વારા શરૂ કરાયેલ ગ્રાહક સેવા પોઈન્ટ પર પાસબુક લઈ જવાની જરૂર રહેશે નહીં. SBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નોંધણી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં મદદ કરશે.

પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની ગઈ કરોડપતિ, મળશે ધાર્યા બહારનું વળતર!

તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પ્રોપર્ટી, બચત, શાખાઓ, ગ્રાહકો અને સ્ટાફના સંદર્ભમાં દેશની સૌથી મોટી કોમર્શિયલ બેંક છે. જૂન 2023 સુધી બેંકનો ડિપોઝિટ બેઝ 45.31 લાખ કરોડ રૂપિયા હતો. 

બેંક ઓફ બરોડાએ લાખો ગ્રાહકોને કર્યા એલર્ટ! 50 હજારની લાલચ એવી ભારે પડશે કે આખું ખાતું ખાલી થઈ જશે

બીજી તરફ હોમ લોનમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો બજારહિસ્સો 33.4 ટકા છે જ્યારે હોમ લોનમાં તે 19.5 ટકા છે. તમને જણાવી દઈએ કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે SBIનો શેર BSE પર 570.25 રૂપિયા પર બંધ થયો હતો.