khissu

ડુંગળીનાં ભાવ તળીયે, ઊંચો ભાવ કેટલો ? જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળીમાં પાછલી ચાર સિઝનથી ભાવ બાબતે ખેડૂતપીટાઇ રહ્યોં છે. છેલ્લી બે વર્ષની ખરીફ ડુંગળીમાં ખેડૂત માર ખાતો હોવા છતાં ડુંગળીને છોડતો નથી, એટલે જ જગતનો તાત કહેવાયો હશે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઘટાડો યથાવત્, જાણો આજનાં 06-01-2023 નાં મગફળીના બજાર ભાવ

દશેક દિવસ પહેલા મહુવા યાર્ડમાં ડુંગળી બજાર ઉંચકાઇને રૂ.૪૦૦એ ભાવ પહોંચ્યા હતા, તે ફરી પાછા વળીને તળિયે આવી ગયા છે. લેઇટ ખરીફ ડુંગળીની આવકોનો મારો જોઇને લાગે છે કે શું આટલું બધું વાવેતર હશે ? મહુવા યાર્ડમાં હાલ નવી ડુંગળી ૬૫ હજાર થેલાને આંબી જાય છે, એ રીતે ભાવનગર અને ગોંડલ યાર્ડમાં ૩૫ હજાર કટ્ટાની આવક થાય છે.

ટુંકમાં જાન્યુઆરી પ્રારંભે ગુજરાત સિવાયના રાજ્યોમાં જુની ડુંગળીનો સ્ટોક હળવો થઇ બજાર ભાવ ઉંચકાવાનું ખુદ ટ્રેડર્સો પણ ધારતાં હતા, તે વાત ખોટી ઠરી રહી છે. સૌરાષ્ટ્રના પીઠાઓમાંહાલના સમયે નવી ખરીફ ડુંગળીમાં આવકોનું જ એટલું પ્રેસર છે કે ડુંગળીના ભાવ ઉંચકાવાનાં ચાન્સ ક્યાંય દેખાતા નથી. હા, કોઇ વિદેશી મોટી ડિમાન્ડ અથવા ઠંડા પ્રદેશોમાંથી મોટી માંગ નીકળે તો જ ભાવને તક મળે એવું લાગે છે.

આ પણ વાંચો: ખેડૂતના ખુશીની લહેર: કપાસનાં ભાવમાં વધારો, જાણો આજનાં (06/01/2023) કપાસનાં બજાર ભાવ

છેલ્લા ત્રણ વર્ષથી ખરીફ ડુંગળી વાવેતરમાં વધુ વરસાદને કારણે ખેડૂતો સફળ થતાં નથી. ખુદ ખેડૂતોએ જ વાવેતરનો ટ્રેક બદલી કાઢ્યો છે. બે વર્ષથી ખેડૂતો જૂન-જુલાઇમાં વાવેતર કરવાને બદલે જન્માષ્ઠમી પછી વાવેતર કરવા લાગ્યા છે, જેથી વરસાદની પાકને કંઇ ઝફા ન પહોંચે. એટલા માટે આપણે ન ધારેલી આવકો થઇ રહી છે.

ડુંગળી લાલના બજાર ભાવ (05/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ110275
મહુવા80320
ભાવનગર100315
ગોંડલ61291
જેતપુર51261
વિસાવદર35161
તળાજા106271
ધોરાજી85251
અમરેલી100300
મોરબી100300
પાલીતાણા125193
અમદાવાદ100320
દાહોદ120400

ડુંગળી સફેદના બજાર ભાવ (05/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ભાવનગર219245
મહુવા150292
ગોંડલ101236