નમસ્કાર ખેડૂત ભાઈઓ,
આજે આવેલ હવામાનની ભારે વરસાદની આગાહીને લઈને ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી, આવનાર 5 દિવસ કેટલો વરસાદ પડી શકે છે તેમની સચોટ માહિતી વેધર ચાર્ટનાં માધ્યમની અમે અહીં જણાવવાનો પ્રયત્ન કરીશું. તો થોડો સમય કાઢી આ પોસ્ટ વાંચજો અને દરેક ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ મોડેલનાં માધ્યમથી આપને જણાવી દઇએ કે આવનાર દિવસોમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ થાય તેવી શક્યતા જણાતી નથી.
ખોટું જણાતું હવામાન ખાતું: હવામાન ખાતાએ નવસારી, ડાંગ, સુરત, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ વેધર ચાર્ટના માધ્યમથી આગામી પાંચ દિવસ સામાન્યથી હળવા વરસાદની આગાહી જણાઈ રહી છે કોઈપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી શક્યતાઓ નહીંવત છે. એટલે કે હવામાન ખાતું આ વખતે ભારે વરસાદને લઈને ખોટું સાબિત થવાનું છે. સાથે સોશિયલ મીડિયા માં જણાવવામાં આવ્યું છે કે દરિયાઈ પટ્ટીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે જેમના ભાગરૂપે આગાહી કરવામાં આવી છે તો આપને જણાવી દઇએ કે હાલ કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાઈ પટ્ટીમાં જણાતું નથી. તેથી હવામાન ખાતું આ વખતે ખોટું સાબિત થવાનું છે.
તમે અહીં વેધર ચાર્ટનો એક ફોટો જોઈ શકો છો જેમાં ૨૫થી ૩૦ જૂન વચ્ચે ટોટલ કેટલો વરસાદ પડી શકે એમનું એક prediction છે, જેમાં કોઈ પણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જણાતી નથી માત્ર છુટાછવાયા વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે સામાન્ય હળવો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. અમે આગળ તમને જે પૂર્વાનુમાન જણાવ્યું હતું અને એમાં જે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી એમનાં કરતા પણ ઓછો વરસાદ આગમી 5 દિવસ માં નોંધાઈ શકે છે.
આજથી ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું જશે, ત્યારબાદ જુલાઈ મહિનામાં વરસાદનો સારો રાઉન્ડ જોવા મળશે. જેમાં 5 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે. અંબાલાલ કાકાએ પણ પોતાની આગાહી માં જણાવ્યું છે કે 13 જુલાઈ થી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. સાર્વત્રિક વરસાદનાં રાઉંડની માહિતી અમે આગળ તમને જણાવતાં રહીશું.
આજે હવામાન ખાતાએ ક્યાં-ક્યાં જિલ્લામાં આગાહી કરી છે?
25 જૂને આગાહી: 25 તારીખના રોજ મધ્યમથી હળવા વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં, દમણ, દાદરાનગર હવેલીમાં, અમદાવાદમાં, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવમાં કરવામાં આવી છે.
25-26 જૂને આગાહી: સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
26-27 જૂને આગાહી: નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
27-28 જૂને આગાહી: નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી.
28-29 જૂને આગાહી: મધ્યમથી હળવા વરસાદની આગાહી નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં કરવામાં આવી છે.
નોંધ: ચોમાસાની સિઝન અને કુદરતી પરિબળોને કારણે આગાહીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે. Official વાવાઝોડા અને વરસાદની આગાહી માટે IMD ને અનુસરવું.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.