Top Stories
khissu

SBIના કરોડો ગ્રાહકો માટે જલસો પડી જાય એવી સુવિધા, હવે ઘરે બેઠા-બેઠા આટલી બેંકિંગ સેવાઓ મળશે

state bank of india: ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ગ્રાહકોને તેમના ઘરઆંગણે બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે 'મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ' લોન્ચ કર્યું છે. આ હેઠળ, બેંક દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા હળવા વજનના ઉપકરણોથી વિવિધ બેંક સેવાઓનો લાભ લઈ શકાય છે.

મોટા સમાચાર: ડીઝલના ભાવમાં 20 રૂપિયાનો વધારો, પેટ્રોલના ભાવ પણ 117 રૂપિયાને પાર, કંપનીએ ઢાંઢુ ભાંગી નાખ્યું

 SBIના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશને મજબૂત કરવાનો અને સામાન્ય લોકોને આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. આ પહેલ બેંક સેવાઓ મેળવવામાં સુલભતા અને સુવિધા વધારવાનો એક ભાગ છે.

આ ગામમાં એક પણ પુરુષ ઘુસી ના શકે, જો જાય તો પોલીસ જેલમાં નાખી દે, કારણ જાણીને તમારો આત્મા કંપી જશે

શરૂઆતમાં તમને પાંચ સુવિધાઓનો લાભ મળશે

તેમણે કહ્યું કે આ પગલું ગ્રાહકો સુધી સીધા 'કિયોસ્ક બેંકિંગ' લાવે છે. આ ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) એજન્ટોને વધુ સુગમતા આપે છે. આનાથી ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે, ખાસ કરીને જેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો. ખારાએ કહ્યું કે નવી પહેલ હેઠળ શરૂઆતમાં પાંચ બેંકિંગ સેવાઓ - રોકડ ઉપાડ, રોકડ જમા, ફંડ ટ્રાન્સફર, બેલેન્સ પૂછપરછ અને મિની સ્ટેટમેન્ટ - પ્રદાન કરવામાં આવશે.

ટ્રેનનું ભાડું કેમ આટલું બધું ઓછું હોય છે? ટિકિટ પર જ લખેલું હોય છે કારણ, પરંતુ 99.9 ટકા લોકોને ખબર જ નથી

ખારાએ જણાવ્યું હતું કે બેંકના CSP પરના કુલ વ્યવહારોમાં આ સેવાઓનો હિસ્સો 75 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે બેંક સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ એનરોલમેન્ટ, એકાઉન્ટ ઓપનિંગ અને કાર્ડ આધારિત સેવાઓ પણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. SBIના ચેરમેને જણાવ્યું હતું કે, 'અમારો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગો, ખાસ કરીને બેંક વગરના લોકો માટે બેંકિંગ સુવિધાઓ સુલભ બનાવવાનો છે, જેથી નાણાકીય સમાવેશની આકાંક્ષાઓ પૂર્ણ થાય.'

પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમ મહિલાઓ માટે છે સૌથી ફાયદાકારક, પૈસાનું રોકાણ કરો અને જબરદસ્ત ફાયદો મેળવો

તેમણે કહ્યું કે, મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઈસની રજૂઆત સાથે ગ્રાહકોને તેમના સ્થાને વ્યવહાર કરવાનો અનુભવ મળશે. આ ટેક્નોલોજી કરોડો ગ્રાહકોને અનુકૂળ અને ઘરઆંગણે બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.