khissu

ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

પંથકમાં ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદ થયું છે. જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક શરૂ થઈ છે. ડુંગળીના ભાવ નીચા જતા ડુંગળી પકવતા ખેડૂતોને માટે ચિંતાનો વિષય બન્યો છે. શનિવારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 35 હજાર બોરીની આવક થઈ હતી.

આ પણ વાંચો: મગફળી પકવતા ખેડૂતોમાં હરખની હેલી, ભાવ પહોંચ્યા 1729 આજુબાજુ, જાણો આજનાં બજાર ભાવ

પરંતુ નવી ડુંગળીના ભાવ 200થી લઈને 350 સુધીના આવતા હોય છે. જે નહીં નફા કે નહીં નુકસાન બરાબર હોવાનું ખેડુતો કહી રહ્યા છે.

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવેલા ખેડુતોએ જણાવ્યું હતું કે, ડુંગળીના પુરતા ભાવ મળતા ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. મજૂરી તો શું બિયારણના પૈસા પણ માંડ મળે છે. નીચા ભાવના કારણે ડુંગળી લેતા વેપારીઓને મોટા પ્રમાણમાં નફાનું ધોરણ રહેતું હોય છે. કારણ કે આ વેપારીઓ ડુંગળી નીચા ભાવમાં ખરીદી અને જમા કરતા હોય છે. જ્યારે પણ માર્કેટ ઓછા ભાવે આવે ત્યારે આ જ વેપારી નીચા ભાવની ડુંગળી ઊંચા ભાવે વેચતો હોય છે. ત્યારે ખેડૂતને હવે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદન માટેનું હબ ગણાય છે. જિલ્લાના મહુવા તાલુકામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને મજૂરી સહિત ગણતા ડુંગળી પાછળ ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હતો. તેમ છતા ભાવ ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ નવી સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1860 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 12/12/2022 સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગતનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ45280
મહુવા73332
ભાવનગર80291
ગોંડલ71326
જેતપુર101291
વિસાવદર64166
ધોરાજી50241
અમરેલી60300
મોરબી100340
અમદાવાદ100320
દાહોદ200300
વડોદરા100400

 

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 12/12/2022 સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગતનીચા ભાવઉંચા ભાવ
મહુવા135292