khissu

ડુંગળીનાં ભાવમાં સ્થિરતાનો માહોલ: જાણો આજનાં ડુંગળીનાં બજાર ભાવ

તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. ત્યારે ડુંગળીના ગગડી ગયેલા ભાવ ખેડુતોને રડાવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં 20 કિલોએ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. 50 હજાર ડુંગળીના થેલાની આવકમાં ભાવ ગગડી ગયા છે ત્યારે બે લાખ ડુંગળીની બોરીની આવક થશે ત્યારે ભાવ ક્યાં પહોંચશે, તે વિચારથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે, તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે. આ તમામ વસ્તુઓ માટે થયેલો ખર્ચ એટલો વધુ છે કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોને પોષાય તેમ નથી.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં એકધારો વધારો, જાણો આજની નવી મગફળીના બજાર ભાવો

ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવા વિસ્તારમાં આ વખતે વરસાદ સારો વરસ્યો હતો. તેમજ હવામાન પણ ડુંગળીના પાક માટે સારુ રહ્યુ છે. જેથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યુ છે. જો કે ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરુ થઇ ગઇ છે. તાજેતરમાં 50 હજાર કરતા વધુ બોરી ડુંગળીની આવક થઇ છે. જો કે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક બોરી એટલે કે 20 કિલોનો ડુંગળીનો ભાવ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. જો હજુ પણ ભાવ નીચે જશે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી શકે છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

તારીખ: 18/01/2023 લાલ ડુંગળીના બજાર ભાવ:

આ પણ વાંચો: આવકો ઘટતા કપાસના ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ120275
મહુવા101305
ભાવનગર100302
ગોંડલ61291
જેતપુર101251
વિસાવદર54176
તળાજા171262
ધોરાજી75266
અમરેલી100300
મોરબી100300
પાલીતાણા165248
અમદાવાદ160320
દાહોદ100400
વડોદરા100400

સફેદ ડુંગળીના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર227240
મહુવા162284
ગોંડલ131236
તળાજા214215