Top Stories
ખુશખબર! હવે માત્ર 25 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 50 હજારની કમાણી

ખુશખબર! હવે માત્ર 25 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 50 હજારની કમાણી

સૌપ્રથમ તો આ બિઝનેસ તમે કોઇ પણ મુશ્કેલી કે અગવડો વગર શરૂ કરી શકો છો એટલે કે તમે આ ખૂબ સરળતાથી શરૂ કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ કાર ધોવાના વ્યવસાય વિશે કે જેમાં તમે માત્ર 25 હજાર રૂપિયાનું સામાન્ય રોકાણ કરીને તેના બદલામાં દર મહિને લગભગ 50 હજાર રૂપિયા કમાઈ શકો છો. છે ને આ ખૂશખબર! તો ચાલો જાણીએ કે તમે તેને કેવી રીતે શરૂ કરી શકો છો.

કેવી રીતે શરૂ કરવો આ બિઝનેસ?: કાર ધોવાના પ્રોફેશનલ કે કોમર્શિયલ મશીનોની કિંમત એક લાખ રૂપિયા છે. પરંતુ જ્યાં સુધી એ ખબર ન પડે કે જે જગ્યા તમે પસંદ કરી છે ત્યાં એટલી બધી કાર આવી રહી છે કે નહીં, જે તેની કિંમત પૂરી કરી શકે, તેના પર ન જવું જોઈએ. આમ તો બજારમાં કોમર્શિયલ મશીનની કિંમત 12,000 રૂપિયાથી શરૂ થાય છે. આમાં, જો તમને બે હોર્સપાવરની મોટર મળે છે, તો તેની કિંમત લગભગ 14 હજાર રૂપિયા થશે, જેમાં પાઇપથી લઈને નોઝલ સુધીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, તમારે 30 લીટરનું વેક્યુમ ક્લીનર લેવું પડશે જે લગભગ 9 થી 10 હજાર રૂપિયામાં મળશે. ધોવા માટેની વસ્તુઓ જેમાં શેમ્પૂ, ગ્લોવ્સ, ટાયર પોલિશ અને ડેશબોર્ડ પોલિશનુ કેન જે પાંચ લિટરમાં લઈ પણ શકાય છે, તો આ બધું મળીને લગભગ રૂ. 1700 થશે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો: હવે, અમુક બાબતો કે જે ખૂબ અગત્યની છે તે જાણીએ. કારણ કે કોઇ પણ વ્યવસાય શરૂ કરતા પહેલા તેની શરતો અથવા તો તેના વિશેની માહિતી મેળવવી આવશ્યક છે. અહીં, કાર વોશિંગ સેન્ટર ખોલવા માટે, તમારે સૌથી પહેલા એક સારું અને યોગ્ય સ્થાન જોવું પડશે જ્યાં કાર સંબંધિત વસ્તુઓ સરળતાથી ઉપ્લબ્ધ થઇ શકે જેમ કે, સોસાયટી અથવા માર્કેટ. કારણ કે ત્યાં લોકોની અવરજવર વધુ રહેતી હોય છે.

પરંતુ, દુકાન એવી જગ્યાએ લેવી જ્યાં પાર્કિંગની જગ્યા હોય અથવા તો જ્યાં વાહનો રાખવામાં અગવડતા ઉભી ન થાય અને સરળતાથી વાહનો આવી શકે. જો દુકાન તમારી પોતાની છે, તો વધુ સારું અને જો ન હોય તો તમે મિકેનિકની દુકાનનું અડધુ ભાડું ચૂકવીને તમારું ધોવાનું કામ શરૂ કરી શકો છો. આનાથી પૈસાની પણ બચત થશે અને તમે એ પણ જોઈ શકશો કે તે વિસ્તારમાં કેવો પ્રતિભાવ છે.

કમાણી કેવી રીતે કરવી તે જાણો છો?: કાર ધોવાનો ચાર્જ પણ શહેરો પર આધાર રાખે છે. નાના શહેરોમાં, જ્યાં અલ્ટો, વેગનઆર, ક્વિડ જેવી નાની કાર 150 રૂપિયામાં ધોવાઇ જાય છે, જ્યારે મોટા શહેરોમાં આવી કાર કાર માટે 250 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે, જ્યારે સ્વિફ્ટ ડીઝાયર, હ્યુન્ડાઇ વર્ના જેવી મોટી કારનો 350 ચાર્જ કરવામાં આવે છે. અને SUV માટે 450 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. તો આવી રીતે તમે યોગ્ય સ્થળ પર કામ કરીને સારી એવી કમાણી કરી શકો છો.