khissu

આજથી આખર મહિનાના કામકાજ શરૂ, ડુંગળીની ભાવ 1 અપ્રીલથી વધશે કે ઘટશે?

ભાવનગર અને મહુવાના માર્કેટિંગયાર્ડ માં સતત ડુંગળીની આવક થઇ રહી છે. ડુંગળી ની આવકના શરૂઆત ના દોર માં એટલેકે એકાદ મહિના પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ 600 રૂપિયાની ઉપર પહોંચી જવા પામેલ હતો શરૂઆતમાં ખેડૂતોની ડુંગળી ખેતરોમાં પડી હતી ત્યારે ભાવ આસમાને હતા અને હાલ ડુંગળી વેચવા ખેડૂત ડુંગળી લઈને ખેડૂત યાર્ડ માં વેચવા આવ્યો છે ત્યારે ડુંગળીના ભાવ વીસ કિલોના 100 રૂપિયા થઈ જતા ડુંગળી પક્વનાર ખેડૂત પાયમાલ થઈને કાયદેસર દેણામાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજથી મોટાભાગનાં માર્કેટ યાર્ડો આખર મહિનાના કારણે બંધ થવા જઈ રહ્યા છે. રાજકોટ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી તમામ જણસીની આવકો બંધ થઈ જશે.

આ પણ વાંચો: PM સુરક્ષા વીમા યોજનાઃ આ યોજનામાં 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવા પર મળશે 2 લાખ સુધીનું વીમા કવચ

ડુંગળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સફેદ ડુંગળીની બજારમાં આવકો વધી રહી હોવાથી ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. મહુવામાં બુધવારે સફેદ ડુંગળીની એક લાખ થેલા ઉપરની આવક થઈ હતી. દરમિયાન ગોંડલમાં લાલ ડુંગળીમાં મણે રુ.૨૫નો સુધારો પણ થયો હતો.ગોંડલમાં લાલ ડુંગળીની ૮૫૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૨૮૬નાં હતાં. અમુક પીળી પત્તીમાં સારી વકલ રૂ.૩૨૫ સુધી પણ ખપી હતી. સફેદની ૧૭૩૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૭૫થી ૨૫૦નાં હતાં.રાજકોટમાં ૨૪૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૮૫થી ૨૪૫નાં જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા નોમિની બનાવવા છે જરૂરી નહિ તો તમારું એકાઉન્ટ થઇ જશે નિષ્ક્રિય

મહુવામાં લાલ ડુંગળીની કુલ ૨૬ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૮૨થી ૨૯૭નાં હતાં. જ્યારે સફેદની ૧.૧૭ લાખ થેલાની આવક સામે ભાવ રૂ.૧૯૯થી ૨૯૫નાં જોવા મળ્યાં હતાં. સરેરાશ બજારો મણે રૂ.૧૦થી ૨૦ નરમ હતા.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે અને આગામી દિવસોમાં આવકો સારી જ રહેશે, પંરતુ જો નિકાસ વેપારો નીકળશે તો બજારને ટેકો મળે તેવી ધારણાં છે. હજી રિટેલ ભાવ ખાસ ઘટતા નથી.

આ પણ વાંચો: આજના બજાર ભાવ: માર્કેટ યાર્ડો માર્ચ એડિંગનાં કારણે આજથી બંધ થશે, જાણી લો કેટલા દિવસ બંધ રહેશે માર્કેટ યાર્ડ

ગુરૂવારના લાલ ડુંગળીનાં ભાવ:-

માર્કેટ યાર્ડ 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

80

240

મહુવા 

86

299

ભાવનગર 

90

254

ગોંડલ 

81

286

જેતપુર 

70

226

વિસાવદર 

60

156

અમરેલી 

180

220

મોરબી 

100

400

દાહોદ 

100

260

ગુરૂવારના સફેદ ડુંગળીનાં ભાવ:-

માર્કેટ યાર્ડ 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ભાવનગર 

171

253

મહુવા 

173

295

ગોંડલ 

171

241

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો સાથે સાથે FACEBOOK પેજને FOLLOW કરો.