ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં આ વર્ષે સરકારી ચોપડે ૩૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરને કઠોળ, મગફળી અને તલના વાવેતરમાં વધારો થવાને પગલે કુલ વાવેતર વિસ્તાર વધ્યો છે, જોકે ઉનાળુ મગફળીનાં વાવેતરનાં આંકડાઓ બજારને શંકાસ્પદ લાગી રહ્યાં છે.
ગુજરાત સરકારનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ૨૧મી માર્ચે મગફળીનું વાવેતર ૩૮ હજાર હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૨૬ હજાર હેકટરમાં થયું હતું. જોકે સરકારનાં ગત વર્ષે જાહેર થયેલા અહેવાલ મુજબ ૨૨મી માર્ચે રાજ્યમાં ૩૯૬૧૭ હેકટરમાં વાવેતર થયું હતું. જેની તુલનાએ ઘટાડો છે.
આ પણ વાંચો: આ ઇલેક્ટ્રિક સ્કુટર એક ચાર્જમાં ચાલશે 160 કિલોમીટર, શરૂ કરવા માટે ચાવીની જરૂર નહિ પડે
મગફળીની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ખાદ્યતેલની બજારમાં ઠંડો માહોલ હોવાથી પિલાણ મગફળી પણ ખાસ ઉપડતી નથી. સીંગદાણાનાં કારખાનાઓ પણ મોટા ભાગનાં બંધ પડ્યાં છે અને આ વર્ષે નિકાસ વેપારો પણ ઓછા થયા છે, પરિણામે ખાસ લેવાલી નથી.
આગામી દિવસોમાં મગફળીની આવકો એપ્રિલથી શરૂ થયા બાદ જ બજારમાં નવી ચાલ જોવા મળશે. રાજકોટ યાર્ડમાં આવકો બંધ છે અને બીજા સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં પણ હવે એક-બે દિવસ જ હરાજી ચાલશે, પછી બીજી એપ્રિલ સુધી યાર્ડો માર્ચના હિસાબો પૂરા કરવા માટે બંધ રહેવાનાં છે.
આ પણ વાંચો: આ 3 ખાનગી ક્ષેત્રની બેંકો આપે છે બચત ખાતા પર 6%થી પણ વધુ વ્યાજ, જોઈ લો લીસ્ટ
રાજકોટ માકેટીંગ યાર્ડમાં આગામી 24 માર્ચથી 1 એપ્રીલ સુધી માર્ચ એન્ડિગની રજાઓ રહેશે. બુધવાર સાંજથી યાર્ડમાં તમામ પ્રકારની જણસી સ્વીકારવામાં આવશે નહીં.
આખા વર્ષના હિસાબ કિતાબ પુરા કરવા માટે દર વર્ષ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં સૌરાષ્ટ્રભરના તમામ યાર્ડ બંધ રહેતા હોય છે રાજકોટ અને ગોંડલ સહિતના માકેટીંગ યાર્ડ આગામી 24મી માર્ચથી 1 એપ્રિલ સુધી માર્ચ એન્ડિગની રજા રાખશે. બુધવાર સાંજથી યાર્ડમાં તમામ જણસીની આવકો, વાહનો યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી આ આઠ દિવસ દરયિમાન ખેડૂતોએ યાર્ડમાં કોઇ જ પ્રકારનો માલ સામાન લઇને આવવું નહીં. તેવો પણ અનુરોધ ખેડુતોને કરવામાં આવ્યો છે આગામી બીજી એપ્રીલથી યાર્ડ ફરી નિયમિત રીતે શરુ થઇ જશે.
આ પણ વાંચો: 1 એપ્રલથી ફ્કત નેટ બેન્કિંગ, UPI થી થશે મુચ્યુલ ફંડ SIP નાં પેમેન્ટ
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 430 | 462 |
ઘઉં ટુકડા | 440 | 500 |
બાજરો | 440 | 440 |
ચણા | 750 | 988 |
અડદ | 1240 | 1240 |
તુવેર | 1000 | 1324 |
મગફળી ઝીણી | 950 | 1030 |
મગફળી જાડી | 1100 | 1202 |
સિંગફાડા | 1400 | 1541 |
તલ | 1800 | 2130 |
તલ કાળા | 2275 | 2275 |
જીરું | 2500 | 3575 |
ધાણા | 1700 | 2108 |
મગ | 1448 | 1448 |
સોયાબીન | 1250 | 1471 |
મેથી | 800 | 1048 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1890 |
ઘઉં | 425 | 472 |
જીરું | 2500 | 4090 |
એરંડા | 1100 | 1429 |
બાજરો | 300 | 450 |
રાયડો | 1000 | 1235 |
ચણા | 800 | 999 |
મગફળી ઝીણી | 910 | 1220 |
લસણ | 285 | 0605 |
અજમો | 1775 | 2730 |
ધાણા | 1300 | 2100 |
તુવેર | 600 | 1210 |
અડદ | 200 | 845 |
મરચા સુકા | 2005 | 5505 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1000 | 2391 |
ઘઉં | 410 | 456 |
જીરું | 2100 | 4141 |
એરંડા | 1200 | 1458 |
તલ | 1600 | 2221 |
રાયડો | 1100 | 1211 |
મગફળી ઝીણી | 800 | 1261 |
મગફળી જાડી | 800 | 1311 |
ડુંગળી | 81 | 286 |
લસણ | 51 | 361 |
જુવાર | 371 | 371 |
સોયાબીન | 1300 | 1451 |
ધાણા | 1301 | 2361 |
તુવેર | 876 | 1241 |
મગ | 1201 | 1451 |
મેથી | 921 | 1211 |
રાઈ | 1000 | 1091 |
મરચા સુકા | 1101 | 5551 |
ઘઉં ટુકડા | 422 | 576 |
શીંગ ફાડા | 901 | 1551 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1688 | 2368 |
ઘઉં લોકવન | 442 | 470 |
ઘઉં ટુકડા | 446 | 508 |
જુવાર સફેદ | 460 | 605 |
તુવેર | 1035 | 1270 |
અડદ | 750 | 1300 |
મગ | 1225 | 1447 |
એરંડા | 1401 | 1421 |
અજમો | 1450 | 2325 |
સુવા | 850 | 1221 |
સોયાબીન | 1375 | 1427 |
કાળા તલ | 140 | 2675 |
જીરું | 3200 | 4200 |
ઇસબગુલ | 1650 | 2280 |
રાઈડો | 1110 | 1206 |
ગુવારનું બી | - | - |