khissu

આજે ઘઉંનો ઉંચો ભાવ 607, જણસી વેંચતા પહેલા જાણી લો બજાર હલચલ, તેમજ સર્વે

ઘઉં બજારમાં હવે હાલ પૂરી તેજી પૂરી થઈ ગઈ છે. વૈશ્વિક બજારો તુટતા અને ઘરઆંગણે પણ આવકો વધી ગઈ હોવાથી ઘઉંનાં ભાવમાં એક જ દિવસમાં ક્વિન્ટલે રૂ.૭૫થી ૧૦૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી દબાય શકે છે. વેપારીઓ કહે છેકે હોળી બાદ ગુજરાતમાં નવા ઘઉંની આવકોમાં વધારો થવાની ધારણાં છે અને ભાવ મણે રૂ.૨૦થી ૨૫ ઘટી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે.મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આજે ત્રણેક લાખ ગુણીની આવક હતી, જેમાં દેવાશમાં ૫૦ હજાર ગુણી, રતલામમાં ૬૦ હજાર ગુણી અને ઈન્દોરમાં ૨૦ હજાર ગુણીની આવક હતી.

આ પણ વાંચો: ડુંગળીના ભાવ ઉંચી સપાટીએથી ૧૦૦ રૂપિયા મણે ઘટ્યા, જાણો આજના બજાર ભાવ

રાજસ્થાનમાં કોટામાં ૧૨થી ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૨૧૫૦થી ૨૧૭૫અને ટૂકડા એવરેજમાં રૂ.૨૨૦૦થી ૨૨૩૦ અને ઉપરમાં રૂ.૨૩૦૦નાં ભાવ હતાં.

રશિયા- યુક્રેન યુદ્ધના પડઘાથી તેમજ હોળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ભારતીય બજારોમાં મોંઘવારી એકદમ ચરમસીમાએ છે પેટ્રોલ- ડિઝલની સાથે સાથે સોના-ચાંદી અને મસાલા, તેલીબીયા, દાળો સહિતની મોટાભાગની કોમોડિટી તેજી તરફ જઈ રહી છે. ખાસ કરીને ખાદ્ય તેલો તથા મસાલા ચીજોમાં માહોલ ભારે ગરમી પકડી રહ્યો છે. છેલ્લા પખવાડિયામાં ખાદ્યતેલોમાં પ્રતિ લીટરે ૧૦થી ૧૨ રૂપિયા અને મસાલામાં ૨૦થી ૨૫ રૂપિયા પ્રતિ કિલોએ ભાવ વધારો થયો છે.

આ પણ વાંચો: કપાસનો સ્ટોક તળિયા ઝાટક, ભાવ 2100 ને પાર, જાણો આજના કપાસના બજાર ભાવ

ખાસ કરીને મધ્ય પૂર્વી અને ઉત્તરી આફ્રિકાના દેશોમાં ઘઉંનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉપરોક્ત દેશોમાં ઘઉં સપ્લાય કરતું યુક્રેન રશિયાનો વેપારી કારોબાર બંધ જેવી સ્થિતિમાં હોવાથી આ સંજોગોમાં ભારતીય ઘઉંના નિકાસકારોને ઉપરોક્ત દેશોમાં ઘઉંની નિકાસ માટે ગોલ્ડન તકો ઉભી થઈ હોવાનું વડાપ્રધાન મોદીએ પણ ઇશારો કરીને નિકાસકારોને ખાસ અપીલ કરી છે.

આ પણ વાંચો: PAN કાર્ડ વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ માહિતી! 10 હજારના દંડથી બચવું હોય તો કરો આ કામ

જો કે, વર્ષ ૨૦૨૧- ૨૨ જાન્યુઆરી સુધીમાં ઘઉંની નિકાસમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે. વિદેશી બજારમાં ભારતીય ઘઉં તથા ચોખાની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો થયો છે. છઁઈઘછના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીએ છેલ્લા દશેક મહિનામાં ભારતીય ઘઉંની વિશ્વ બજારમાં ૩૮૦ ટકા ઉપરાંતની માંગમાં વધારો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ઘઉંની નિકાસમાં ૧૭૪૨ મિલિયન અમેરિકી ડોલરનો વધારો થયો છે.

હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (14/03/2022)

વિવિધ માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવો

રાજકોટ 

470-490

અમરેલી 

425-499

ગોંડલ 

420-492

જામનગર 

380-492

બાબરા 

360-500

ધારી 

471-472

પાટણ 

460-493

કડી 

460-540

સાવરકુંડલા 

400-530

બોટાદ 

434-587

મહુવા 

345-607

જુનાગઢ 

450-473

મોરબી 

446-550

ભાવનગર 

451-571

ભેસાણ 

530-460

ઇડર 

465-531

પાલીતાણા 

410-520

મોડાસા 

450-530

મહેસાણા 

446-505

હિમતનગર 

450-598

વિજાપુર 

430-471

ધનસુરા 

440-495

સિદ્ધપુર 

464-517

સમી  

400-450

તલોદ 

450-544

સાણંદ 

454-576

તારાપુર 

440-555

દાહોદ 

470-522

હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (14/03/2022)

વિવિધ માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવો

રાજકોટ 

475-525

અમરેલી 

431-605

જેતપુર 

475-501

મહુવા 

345-607

ગોંડલ 

434-460

કોડીનાર 

430-518

પોરબંદર 

400-470

જુનાગઢ 

460-490

સાવરકુંડલા 

435-557

તળાજા 

370-552

ખંભાત 

400-550

જસદણ 

400-510

વાંકાનેર 

442-494

વિસાવદર 

484-512

બાવળા 

578-510

દાહોદ 

470-522

આ પણ વાંચો: EPFO આપી રહ્યું છે 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ, જાણો હવે તમને કેટલા રૂપિયા મળશે

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.