કપાસના ભાવ હાલ મણના રૂા.૧૬૦૦ થી ૨૧૦૦ની રેન્જમાં ચાલે છે. ખેડૂતોને અત્યાર સુધી કયારેય ન મળ્યા હોઇ તેટલાં સારા ભાવ કપાસના મળ્યા છે હજુ એકાદ મહિનો ભાવ ઘટે તેવી શક્યતા નથી પણ ત્યારબાદ કપાસના ભાવ ઘટવા લાગશે. અત્યારે વિશ્વમાં અમેરિકા અને ચીનમાં કપાસનું નવું વાવેતર શરૂ થઇ ચૂક્યું છે. પાકિસ્તાનમાં આવતાં મહિનાથી કપાસનું નવું વાવેતર શરૂ થશે. ભારતમાં મે મહિનાથી કપાસના બિયારણની ખરીદી ચાલુ થતાં કપાસનું કેટલું વાવેતર વધશે તેના અંદાજ આવવાના ચાલુ થશે.
આ પણ વાંચો: LIC ની ગ્રાહકોને ચેતવણી: શું તમે પણ દીકરીના શિક્ષણ અને લગ્ન માટે 'કન્યાદાન પોલિસી'માં રોકાણ કર્યું છે,
અત્યારે કપાસનો સ્ટોક સાવ તળિયા ઝાટક છે. સારી કવોલીટીનો કપાસ જીનરોને બહુ જ મુશ્કેલીથી મળી રહ્યો છે. ગયા સપ્તાહે ફોર જી એકદમ બેસ્ટ કપાસના જીનપહોંચ રૂા.૨૦૭૦ બોલાતા હતા તે વધીને રૂા.૨૧૦૦ બોલાવા લાગ્યા હતા. આ ભાવે પણજીનરોને જોઇએ તેવો કપાસ મળતો નથી આથી બેસ્ટ વેરાઇટી કપાસના ભાવ બે થી ત્રણ અઠવાડિયામાં વધીને મણના રૂા.૨૩૦૦ થી ૨૪૦૦ પણથઇ શકે છે.
અમેરિકા અને ચીનના ખેડૂતોને કપાસના ભાવ બહુ જ સારા મળ્યાહોઇ આ બંને દેશોમાં કપાસનું વાવેતર વધવાની ધારણા છે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૦ થી ૧૨ ટકા વધવાના અંદાજો જાહેર થઇ ચૂક્યા છે. આથી જેમ જેમ વાવેતરના સમાચારો આવતાં જશે અને ભારતમાં પણકપાસનું વાવેતર વધશે તેવા સમાચાર આવશે ત્યારે કપાસના ભાવ ગગડવા માંડશે.
આ પણ વાંચો: બેંકરે નોકરી છોડી શરૂ કરી ખેતી, આજે કરી રહ્યા છે લાખોમાં કમાણી
દેશમાં ચાલુ વર્ષે માર્ચ મહિના પહેલા અઠવાડિયા સુધીમાં જે આવક થઇ છે તેની પરથી લાગે છે કે દેશમાં રૂનું ઉત્પાદન ૩૦૦ લાખ ગાંસડીથી વધે તેવી શક્યતા નથી. દેશમાં માર્ચમહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં ૨૨૫ થી ૨૩૦ લાખ ગાંસડી રૂની આવક થઇ હોવાનું મોટાભાગનાનું અનુમાન છે જે ગયા વર્ષે આ સમયે ૩૦૫ લાખ ગાંસડી આવક થઇ હતી. આમ, ગયા વર્ષ કરતાં ૭૫ થી ૮૦ લાખ ગાંસડી આવક ઓછી છે અને રૂનો સ્ટોક પણ ગયા વર્ષે ૨૨૫ લાખ ગાંસડી આસપાસ હતો તે આ વર્ષેમાંડ ૯૦ લાખ ગાંસડી આસપાસ છે. ખેડૂતોપાસે કપાસનો એટલો મોટો સ્ટોક એકેય રાજ્યમાં નથી.
આ પણ વાંચો: પેન્શનરો માટે રાહતના સમાચાર, ચુકવણીમાં વિલંબ પર વ્યાજ મળશે
આવી સ્થિતિમાં હજુ એક મહિનો સુધી કપાસના ભાવ ઘટે તેવી શક્યતા નથી ઉલ્ટુ એકાદ મહિનામાં કપાસના ભાવમાં હજુ મણે રૂા.૧૦૦ થી ૨૦૦ નો વધારો થવાની શક્યતા છે. આથી ખેડૂતોને હવે સ્ટોકમાં પડેલો કપાસ ધીમે ધીમે વેચવાનું શરૂ કરી દેવું જોઇએ કે જેથી આગળ જતાં કપાસના ભાવ ઘટે તો સારા ભાવ મળતાં હતા ત્યારે વેચ્યો નહીં તેનો અફસોસ ન રહે.
આ પણ વાંચો: હવે ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું બન્યું ખૂબ સહેલું, આ રહી તેની સરળ રીત
હવે જાણી લઈએ આજના (12/03/2022) કપાસ ભાવો:
માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવ |
રાજકોટ | 1500-2200 |
અમરેલી | 1400-2200 |
સાવરકુંડલા | 1510-2140 |
જસદણ | 1770-2215 |
મહુવા | 1500-2046 |
કાલાવડ | 1950-2151 |
જામજોઘધપુર | 1700-2240 |
ભાવનગર | 1400-2183 |
જામનગર | 1550-2200 |
જેતપુર | 1651-2271 |
વાંકાનેર | 1100-2051 |
મોરબી | 1601-2057 |
રાજુલા | 1000-2100 |
હળવદ | 1500-2100 |
વિસાવદર | 1442-1696 |
તળાજા | 1400-2070 |
બગસરા | 1500-2210 |
ઉપલેટા | 1500-2145 |
માણાવદર | 1750-2020 |
ધોરાજી | 1621-2251 |
વિછીયા | 1800-2140 |
ભેસાણ | 1500-2160 |
લાલપુર | 1600-2451 |
ધ્રોલ | 1580-2121 |
પાલીતાણા | 1450-2020 |
હારીજ | 1450-19014 |
ધનસૂરા | 1600-1850 |
વિસનગર | 1250-2160 |
વિજાપુર | 1600-2161 |
કુંકરવાડા | 1510-2149 |
ગોજારીયા | 1100-1631 |
માણસા | 1200-2151 |
કડી | 1500-2184 |
સિધ્ધપુર | 1200-2145 |
કપડવંજ | 1500-1600 |
ધંધુકા | 1600-2012 |
ચાણસ્મા | 1427-1966 |
ઉનાવા | 1451-200 |
ઇકબાલગઢ | 1200-1892 |
આંબલીયાણ | 1200-2001 |