khissu

નવો મોટો વરસાદ રાઉંડ ક્યારે? વરાપ ક્યારે? બંગાળની ખાડીમાં સિસ્ટમની અસર કેટલી?

આજે 9 તારીખની અપડેટ મુજબ હવામાન: બંગાળની ખાડીમાં સર્જાય લો-પ્રેસર સિસ્ટમ જે ગુજરાત ઉપર આવી હતી તે હવે ગુજરાત ઉપરથી થોડી ઉત્તર પાકિસ્તાન તરફ ખસી ગઈ છે જેમણે કારણે આજથી વરસાદનું પ્રમાણ ઘટશે. ગઈ કાલે બપોર પછી જેમ ઓછો વરસાદ નોંધાયો હતો તેવી જ રીતે ઓછો વરસાદ આજે પડશે. અમુક વિસ્તારોમાં નહિવત્ વરસાદ નોંધાશે. જોકે બંગાળની ખાડીમાં 11 તારીખ આજુબાજુ એક નવું લો પ્રેશર સક્રિય બનશે અને હાલમાં એમના ટ્રેક માં ખૂબ મોટો ફેરફાર જણાઈ રહ્યો છે પરતું 70% એવું લાગે છે કે ગુજરાતને અસર કરશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર અરબી સમુદ્ર સુધી ચોમાસું ધરી બનાવશે અને ગુજરાતને 12-13-14-15 તારીખોમાં સારો વરસાદ આપી શકે છે. ત્યાર બાદ whether મોડેલ મુજબ 17 તારીખથી વરસાદ ઓછો નોંધાશે અને એક 25-26 તારીખ સુધી ઘણા વિસ્તારોમાં એક વરાપ જોવા મળી શકે છે. જોકે હજી ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી, ત્યાં આવનાર 5-6 દિવસમાં વરસાદ પડી જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: સિસ્ટમ દેખાતા હવામાન ખાતું બદલ્યું; શુક્ર થી મંગળ સુધી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

ગુજરાતમાં 9-10 તારીખે વરસાદ પ્રમાણ ઓછું રહેશે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાત થી નવા રાઉંડની શરૂઆત થશે. સિસ્ટમ જેમ નજીક આવશે અને અરબી સમુદ્ર પ્રબળ બનશે તેવી રીતે જાણ થશે કે કયા કયા જિલ્લામાં સારો વરસાદ પડશે. દરરોજની માહિતી અમે આગળ Khissu.com ના માધ્યમથી જણાવતા રહીશું એટલે અમારી સાથે જોડાયેલ રહેજો.

આ પણ વાંચો: બંગાળની ખાડી ફરી લાવશે હરખની હેલી; લો પ્રેશર સિસ્ટમ, અતિભારે મેઘ મહેર આગાહી