Top Stories
khissu

બીજા રાજ્યોની સાપેક્ષમાં ગુજરાતમાં ઘઉંની આવકો ઘટતાં અને માંગો વધતાં ભાવો વધશે કે ઘટશે?

આજની નવી માર્કેટ મુજબ હાલમાં મિલબર ઘઉંના 430થી 450 વચ્ચે ભાવ છે. જ્યારે સારી ક્વોલિટીના 470થી 550 વચ્ચે અને સુપર ઘઉંના 600 રૂપિયા આસપાસ ભાવ બોલાય રહ્યો છે. જોકે આવકો ઘટતાં આવનાર દિવસોમાં મણે 10થી 20 રૂપિયાનો સુધારો થવાની આશા છે.

વિદેશમાં માંગ વધી
વિશ્વનો સૌથી મોટો દેશ ઇજિપ્ત કે જે અત્યાર સુધી રશિયા અને યુક્રેન પાસેથી ઘઉંની આયાત કરતું હતું, જેમણે હવે ભારતને આયાત કરવા માટે લીલીઝંડી આપી છે. સારા સમાચાર એ છે કે એકલું ઇજિપ્ત ભારત પાસેથી ૧૦થી લઇને ૩૦ લાખ ટન જેટલા ઘઉંની આયાત આ વર્ષે કરશે તેવી આશા છે.

આ માહિતી પણ વાચો: ડુંગળીના ભાવ હવે વધશે? જાણો વેપારીઓએ આપેલી માહિતી તેમજ બજાર ભાવ

આવકો ઘટતા સરેરાશ ભાવો વધશે.
ગુજરાતમાં હવે ધીમી ગતિએ આવકો ઘટવા લાગી છે. જોકે ગુજરાતની બહારના રાજ્ય મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હજી આવકો સારી છે, અને આવનાર પંદર દિવસ સુધી ત્યાં આવક વધારે રહેશે. જો કે રાજસ્થાનમાં ઘઉં સીઝન મોડી હોય છે. આવકો ઘટતા નિકાસની માંગ વધી છે જેને કારણે આવો સુધરવાની પૂરેપૂરી સંભાવના છે.

ચાલુ મહિને 30 લાખ ટન ઘઉંની નિકાસ થવાની શક્યતા
ભારતના ઘઉંના દોઢ મહિનામાં ૧૧.૫ લાખ ટન નિકાસ વેપારો થયા છે. જ્યારે આ વર્ષે 21 લાખ ટનની નિકાસ થઇ છે. ભારત ઘઉંની નિકાસ યમન, કોરિયા, કોરિયા, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ અને વિયેતનામ દેશની અંદર કરે છે.