ડુંગળીની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. સફેદ અને લાલ ડુંગળીની જંગી આવકોને પગલે સારી ક્વોલિટીની ડૂંગળીનાં ભાવ અત્યારે ઘટીને રૂ.૨૦૦ની અંદર અને નબળી એકદમ રૂ.૨૦થી ૫૦ પ્રતિ મણનાં ભાવથી ખપી રહી છે.
શું કહે છે નિષ્ણાંતો: આગામી દિવસોમાં સરેરાશ ડુંગળીની બજારમાં ભાવ હવે વધુ ન ઘટે તેવી પણ સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીનાં વેપારીઓ કહે છેકે લાલ ડુંગળીમાં ભાવ જે વધારે ઘટવાનાં હતાં એ ઘટી ગયાં છે. નીચા ભાવથી થોડા નિકાસ વેપારો થઈ રહ્યાં છે.
ભાવ વધશે કે ઘટશે: નિકાસ વેપારને કારણે બજારને ટેકો મળી શકે છે. અત્યાર નિકાસમાં કન્ટેઈનરની અછત છે, પરંતુ જો આગામી દિવસોમાં કન્ટેઈનરની અછત પૂરી થઈ જશે તો ડુંગળીમાં નિકાસ વધી શકે છે અને ભાવ ઘટતા અટકી જશે. ભાવમાં સુધારો થશે કે નહીં તેનો આધાર આવકો ઉપર વધારે રહેશે.
સફેદ ડુંગળીની બજારમાં ડિ-હાઈડ્રેશન પ્લાન્ટોની લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. સફેદનાં ભાવ ખુબ જ નીચા છે અને પ્લાટોને પણ તૈયાર માલ ખપતો ન હોવાથી અને નિકાસમાં પડતર ઓછી હોવાથી
લેવાલી ઓછી છે.
ઘઉંની બજારમાં આવકો હવે ઘટવા લાગી છે. ખાસ કરી ગુજરાતનાં તમામ સેન્ટરોમાં આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો હવે પીક આવકોની સિઝન પણ પૂરી થઈ ગઈ છે. ગુજરાત બહારની વાત કરીએ તો મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આવકો હજી સારી માત્રામાં થાય છે અને પંદરેક દિવસ આવકો પીક ઉપર રહે તેવી ધારણાં છે. રાજસ્થાનમાં તો સિઝન મોડી શરૂ થતી હોય છે, પરિણામે આવકો હવે સારી આવી રહી છે. સરેરાશ ઘઉંની આવકો ગુજરાતમાં હવે ઘટશે, જેની સામે અત્યારે નિકાસ માંગ સારી છે.
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 410 | 481 |
ઘઉં ટુકડા | 430 | 496 |
બાજરો | 305 | 340 |
ચણા | 850 | 945 |
તુવેર | 900 | 1265 |
મગફળી ઝીણી | 840 | 1205 |
મગફળી જાડી | 910 | 1278 |
એરંડા | 1200 | 1358 |
તલ | 1500 | 2001 |
તલ કાળા | 1700 | 2236 |
જીરું | 2500 | 3800 |
ધાણા | 2100 | 2576 |
સિંગદાણા | 1631 | 1631 |
સોયાબીન | 1350 | 1512 |
રાઈ | 1070 | 1195 |
મેથી | 900 | 1046 |
ગુવાર | 1131 | 1131 |
સુરજમુખી | 925 | 925 |
તળાજા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2400 |
એરંડા | 640 | 1245 |
તલ | 1972 | 1972 |
બાજરો | 380 | 525 |
મગફળી જાડી | 880 | 1057 |
ડુંગળી | 1113 | 101 |
જુવાર | 46 | 478 |
અજમો | 300 | 1650 |
ધાણા | 1650 | 2215 |
તુવેર | 950 | 1070 |
ડુંગળી સફેદ | 71 | 142 |
મેથી | 870 | 1051 |
અડદ | 755 | 755 |
ઘઉં ટુકડા | 375 | 606 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1760 | 2538 |
ઘઉં લોકવન | 430 | 476 |
ઘઉં ટુકડા | 439 | 515 |
જુવાર સફેદ | 450 | 620 |
બાજરી | 275 | 425 |
તુવેર | 1010 | 1196 |
ચણા પીળા | 908 | 943 |
અડદ | 960 | 1432 |
મગ | 1200 | 1431 |
વાલ દેશી | 850 | 1611 |
વાલ પાપડી | 1650 | 1805 |
ચોળી | 960 | 1641 |
કળથી | 780 | 960 |
સિંગદાણા | 1675 | 1760 |
મગફળી જાડી | 1020 | 1344 |
મગફળી ઝીણી | 1070 | 1270 |
સુરજમુખી | 1050 | 1180 |
એરંડા | 1251 | 1390 |
અજમો | 1825 | 2340 |
સુવા | 1050 | 1240 |
સોયાબીન | 1350 | 1498 |
સિંગફાડા | 1070 | 1675 |
કાળા તલ | 2000 | 2400 |
લસણ | 180 | 550 |
ધાણા | 1100 | 3050 |
જીરું | 3250 | 4140 |
રાઈ | 1200 | 1350 |
મેથી | 920 | 1150 |
ઇસબગુલ | 2000 | 2400 |
રાયડો | 1140 | 1240 |
ગુવારનું બી | 1200 | 1235 |