જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ પૈસાની તંગીના કારણે અચકાવ છો તો આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવીશું જે તમે ઓછા રોકાણે શરૂ કરી શકશો અને સારી કમાણી પણ થશે. આ બિઝનેસમાં તમે માત્ર 20 હજાર રૂપિયા ખર્ચીને મહિને મોટી કમાણી કરી શકો છો.
આજે અમે તમને લેમન ગ્રાસની ખેતી (Lemon Grass Farming) વિશે જણાવી રહ્યા છીએ. તેને બોલચાલની ભાષામાં લિંબુનું ઘાસ પણ કહેવામાં આવે છે. આ ખેતી દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. લેમન ગ્રાસની ખેતી કરવા માટે તમારે માત્ર 20 હજાર રૂપિયાની જરૂર પડશે. આ પૈસાથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.
નોંધનિય છે કે, લેમન ગ્રાસની ખેતી વિશે પીએમ મોદીએ પણ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લેમન ગ્રાસની ખેતીથી ખેડૂતો ન માત્ર પોતે સક્ષમ થઈ રહ્યા છે પરંતુ દેશની પ્રગતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
લેમન ગ્રાસની બજારમાં ભારે માંગ છે
તમને જણાવી દઈએ કે, હાલમાં લેમન ગ્રાસમાંથી કાઢવામાં આવતા તેલની બજારમાં ખૂબ જ માગ છે. આ તેલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો, સાબુ, તેલ અને દવાઓ બનાવતી કંપનીઓ કરે છે. તો બીજી તરફ આ ખેતીની સૌથી મહત્વની વાત એ છે કે તેને ઓછા પાણી વાળા વિસ્તારમાં પણ કરી શકાય છે લેમનગ્રાસની ખેતીથી તમે માત્ર એક હેક્ટરમાં એક વર્ષમાં 4 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકો છો. તેમા ખાતરની પણ જરૂર નથી હોતી. આ ઉપરાંત જંગલી પ્રાણીઓ પણ તેને નુકશાન નથી કરી શકતા.
ક્યાકે ખેતી કરવી?
નોંધનિય છે કે, લેમન ગ્રાસની ખેતી કરવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી જુલાઇનો છે. એકવાર વાવેતર કર્યા પછી તેની 6થી 7 વખત કાપણી કરી શકાય છે. નોંધનિય છે કે, લણણી વર્ષમાં ત્રણથી ચાર વખત કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તેને વાવ્યા બાદ 3 થી 5 મહિના પછી કાપવામાં આવે છે. લેમનગ્રાસ તૈયાર થયું છે કે નહીં તે જાણવા માટે તેને તોડીને સૂંઘો, જો તમને તેમા લીંબુની તીવ્ર ગંધ આવે તો સમજી લો કે આ ઘાસ તૈયાર છે.
તમે કેટલી કમાણી કરી શકશો?
તમને જણાવી દઈએ કે, જો તમે 1 હેક્ટરમાં લેમન ગ્રાસની ખેતી કરો છો તો શરૂઆતમાં 20,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ આવશે. પરંતુ એકવાર પાકનું વાવેતર કર્યા પછી તેની વર્ષમાં 3 થી 4 વખત લણણી કરી શકાય છે. એક હેક્ટરમાંથી એક વર્ષમાં લગભગ 325 લિટર તેલ મળી રહે છે. તેલની કિંમત લગભગ 1200-1500 રૂપિયા પ્રતિ લિટર છે એટલે કે 4 લાખથી 5 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકાય છે.