મગફળીની બજારમાં મિશ્ર માહોલ છે. ઉત્તર ગુજરાતમાં ડીસા બાજુ મગફળીનાં ભાવમાં સતત બીજા દિવસે રૂ.૨૫નો ઘટાડો હતો, પંરતુ સૌરાષ્ટ્રમાં સરેરાશ વેચવાલી ઓછી હોવાથી ભાવમાં રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલ કે ખોળની બજાર ઉપર મગફળીની બજારનો આધાર રહેલો છે મગફળીનાં બ્રોકરો કહે છેકે હવે ખેડૂતો પાસે માલ પડ્યો છે એ સારી ક્વોલિટીનો છે અને તેઓ નીચા ભાવથી વેચવાલ નથી, પરિણામે સારી ક્વોલિટીની મગફળીનાં ભાવ ઘટે તેવી સંભાવનાં બહુ ઓછી દેખાય રહીછે. બજારનો માહોલ હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
બાજરીની બજારમાં નરમાઈનો દોર યથાવત છે. દેશાવરની બાજરીનાં વેપારો સારા થાય છે અને લોકલ પણ ઘરાકી પ્રમાણમાં ઓછી હોવાથી સરેરાશ પીઠાઓમાં બાજરીનાં ભાવમાં શુક્રવારે રૂ.૧૦થી ૨૦નો પ્રતિ મણે ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાન અને હરિયાણાની બાજરીનાં ગુજરાત પહોંચમાં .૨૧૦૦નાં ભાવથી વેપારો થયા છે.ડીસામાં બાજરીની શુક્રવારે માત્ર ૭૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૩૩૦થી ૪૫૬નાં હતાં. જેમાં બે-ત્રણ દિવસમાં મણે રૂ.૫૦ જેવા નીકળી ગયાં છે.
ડુંગળીની આવકો હવે વધી રહી છે. લેઈટ ખરીફ લાલ ડુંગળીની આવકો હવે વધી ગઈ છે. ગુજરાતની સાથે નાશીકની મંડીઓમાં પણ આવકો સારી છે, પંરતુ સામે લેવાલી પણ સારી હોવાથી સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં બિયારણની ઘરાકી ઉપર પણબજારનો આધાર રહેલો છે.નાશીકની લાસણગાંવ મંડીમાં લાલ ડુંગળીની ૧૮ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ ક્વિન્ટલનાં રૂ.૧૦૦૦થી ૨૪૧૧નાં હતા જ્યારે મોડલ ભાવ સરેરાશ રૂ.૧૭૦૦નાં હતાં.પિંપલગાવ બસવંત મંડીમાં ૯૮૦ સાધનની આવક હતી અને ભાવ લાલમાં રૂ.૧૦૦૦થી ૨૬૮૦નાં હતાં. જ્યારે ઉન્હાલ કાંદામાં રૂ.૧૫૦૦થી ૩૦૦૦નાં ભાવ હતા અને મોડલ ભાવ રૂ.૨૩૫૧નાં હતાં.
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1250 | 1786 |
ઘઉં | 400 | 444 |
જીરું | 2180 | 3000 |
એરંડા | 1134 | 1200 |
તલ | 1300 | 2200 |
બાજરો | 432 | 460 |
ચણા | 660 | 853 |
મગફળી જીણી | 651 | 1251 |
ધાણા | 900 | 900 |
તલ કાળા | 1200 | 2320 |
મગ | 701 | 1303 |
અડદ | 370 | 1436 |
સિંગદાણા | 1051 | 1415 |
ગુવારનું બી | 800 | 1142 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1819 |
ઘઉં | 403 | 435 |
જીરું | 1800 | 2800 |
તલ | 1175 | 2410 |
બાજરો | 486 | 486 |
ચણા | 645 | 938 |
ગુવાર | 951 | 951 |
મગફળી ઝીણી | 985 | 1128 |
મગફળી જાડી | 925 | 1122 |
સોયાબીન | 1118 | 1271 |
ધાણા | 1100 | 1550 |
તુવેર | 700 | 1196 |
મકાઇ | 360 | 398 |
તલ કાળા | 1040 | 2680 |
અડદ | 815 | 1175 |
મેથી | 975 | 1186 |
સિંગદાણા | 900 | 1270 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1755 |
ઘઉં | 390 | 444 |
જીરું | 2100 | 3005 |
એરંડા | 1075 | 1125 |
તલ | 2000 | 2175 |
બાજરો | 360 | 410 |
ચણા | 765 | 905 |
મગફળી જીણી | 1000 | 1300 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 100 | 350 |
અજમો | 1305 | 3200 |
તલ કાળા | 1990 | 2300 |
અડદ | 1400 | 1435 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1451 | 1788 |
ઘઉં લોકવન | 405 | 428 |
ઘઉં ટુકડા | 413 | 474 |
જુવાર સફેદ | 335 | 575 |
જુવાર પીળી | 280 | 335 |
બાજરી | 295 | 435 |
તુવેર | 950 | 1257 |
ચણા પીળા | 700 | 961 |
મગ | 1250 | 1488 |
મઠ | 1400 | 1580 |
કળથી | 741 | 985 |
મગફળી જાડી | 920 | 1130 |
મગફળી ઝીણી | 900 | 1135 |
એરંડા | 1124 | 1196 |
અજમો | 1365 | 2140 |
સોયાબીન | 1218 | 1366 |
કાળા તલ | 1890 | 2546 |
લસણ | 254 | 500 |
ધાણા | 1521 | 1865 |
ઇસબગુલ | 1690 | 2185 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1811 |
જીરું | 2151 | 3031 |
ઘઉં | 406 | 456 |
એરંડા | 981 | 1176 |
તલ | 1451 | 2241 |
ચણા | 650 | 906 |
મગફળી જીણી | 830 | 1196 |
મગફળી જાડી | 780 | 1176 |
ડુંગળી | 101 | 411 |
લસણ | 211 | 441 |
સોયાબીન | 1041 | 1301 |
તુવેર | 901 | 1201 |
મગ | 1026 | 1421 |
અડદ | 841 | 1501 |