ડુંગળીનાં ભાવ વધીને તાજેતરમાં સારી ક્વોલિટીમાં રૂ.450 થી 500 સુધી પહોંચી ગયા છે, પંરતુ આગામી દિવસોમાં ડુંગળીમાં બહુ મોટી તેજી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.ડુંગળીનાં ભાવમાં વધારો થવાનું કારણે બિયારણની લેવાલી અને થોડી સારી ક્વોલિટીની ડુંગળી હોવાથી તેમાં માંગ નીકળતા સુધારો થયો છે. નવી લાલ ડુંગળીની આવકો વધી રહી છે. ગુજરાત અને નાશીકમાં પણ નવી આવકો વધી રહી છે. આગામી દિવસોમાં આવકો હજી વધશે એટલે ભાવ ફરી નીચા આવે તેવી પૂરી સંભાવનાં છે. ડુંગળીમાં રૂ.500ની ઉપરનાં ભાવ કેટલા દિવસ ટકી રહે તે મહત્તવનું છે. ખેડૂતોએ રૂ.450 ઉપરનાં ભાવ આવે તો થોડી-થોડી ડુંગળી પડી હોય તો વેચાણ કરતી રહેવી જોઈએ. ડુંગળીમાં ઊંચા ભાવને પગલે ખેડૂતો એ શિયાળુ સિઝનમાં પણ વાવેતર ખુબ જ સારૂ કર્યું છે અને ઉત્પાદન પણ વધારે થાય તેવી ધારણાં છે.
રાજસ્થાન અને હરિયાણાની નવી બાજરીની આવકો શરૂ થવા લાગી છે અને આગામી દિવસોમાં હજી આવકો આવશે. સરકાર પાસે પડેલી બાજરી પણ વેચાણ થઈ રહી છે, જેને પગલે બાજરીનાં ભાવ હાલ નીચા ક્વોટ થઈ રહ્યાં છે. ગુજરાતમાં બાજરીનાં ભાવ ઊંચી સપાટીથી સરેરાશ મણે રૂ.50 જેવા ઘટી ગયાં છે અને આગામી દિવસોમાં હજી રૂ.20થી 25નો ઘટાડો થાય તેવી ધારણાં છે. ડીસા બાજુ સારી બાજરીનાં ભાવ મણનાં રૂ.500 સુધી પહોંચી ગયાં હતા, જે ઘટીને હાલ રૂ.450 આસપાસ પહોંચ્યાં છે, જેમાં હજી થોડો ઘટાડો આવશે. બાજરીમાં હાલ વેપારીઓની વેચવાલી પણ થોડી-થોડી હોવાથી બજારો સરેરાશ નીચા છે.
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1401 | 1771 |
ઘઉં | 398 | 452 |
જીરું | 2225 | 2975 |
એરંડા | 1182 | 1190 |
તલ | 1200 | 2174 |
બાજરો | 311 | 431 |
ચણા | 600 | 842 |
મગફળી જીણી | 701 | 1213 |
તલ કાળા | 1500 | 2470 |
મગ | 1021 | 1329 |
અડદ | 390 | 1452 |
સિંગદાણા | 1320 | 1500 |
ગુવારનું બી | 1130 | 1130 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 950 | 1841 |
ઘઉં | 400 | 428 |
જીરું | 2000 | 2855 |
તલ | 1420 | 2270 |
બાજરો | 271 | 397 |
ચણા | 695 | 923 |
ગુવાર | 1040 | 1040 |
મગફળી ઝીણી | 840 | 1100 |
મગફળી જાડી | 929 | 1124 |
સોયાબીન | 1156 | 1268 |
ધાણા | 1100 | 1499 |
તુવેર | 600 | 1180 |
મકાઇ | 349 | 376 |
તલ કાળા | 1000 | 2765 |
અડદ | 600 | 1200 |
મેથી | 1147 | 1200 |
સિંગદાણા | 936 | 1115 |
ર. બાજરો | 2300 | 4975 |
ઘઉં ટુકડા | 374 | 466 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1760 |
ઘઉં | 380 | 440 |
જીરું | 2100 | 2980 |
એરંડા | 1050 | 1151 |
તલ | 1965 | 2225 |
બાજરો | 336 | 392 |
ચણા | 665 | 910 |
મગફળી જીણી | 1000 | 1250 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 150 | 355 |
અજમો | 1705 | 3000 |
મરચા સુકા | 1095 | 3440 |
અડદ | 1200 | 1370 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1450 | 1780 |
ઘઉં લોકવન | 404 | 426 |
ઘઉં ટુકડા | 414 | 478 |
જુવાર સફેદ | 345 | 581 |
જુવાર પીળી | 271 | 341 |
બાજરી | 291 | 422 |
તુવેર | 300 | 370 |
ચણા પીળા | 970 | 1244 |
મગ | 925 | 1482 |
મઠ | 925 | 1365 |
કળથી | 745 | 980 |
મગફળી જાડી | 908 | 1165 |
મગફળી ઝીણી | 891 | 1160 |
એરંડા | 1116 | 1193 |
અજમો | 1445 | 2110 |
સોયાબીન | 1200 | 1307 |
કાળા તલ | 1880 | 2600 |
લસણ | 242 | 516 |
ઇસબગુલ | 1645 | 2211 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1806 |
જીરું | 2151 | 3081 |
ઘઉં | 402 | 466 |
એરંડા | 971 | 1191 |
તલ | 1551 | 2221 |
ચણા | 676 | 906 |
મગફળી જીણી | 820 | 1151 |
મગફળી જાડી | 770 | 1156 |
ડુંગળી | 101 | 401 |
લસણ | 211 | 451 |
સોયાબીન | 1121 | 1321 |
તુવેર | 626 | 1191 |
મગ | 800 | 1391 |
અડદ | 551 | 1481 |
મરચા સુકા | 451 | 3751 |
ઘઉં ટુકડા | 410 | 531 |
શીંગ ફાડા | 1000 | 1326 |