દેશભરમાં કપાસની આવક વધતાં અને મહારાષ્ટ્રમાં કપાસ-રૂના ભાવ નીચા હોઇ તેની અસરે સૌરાષ્ટ્ર અને કડીમાં કપાસમાં સોમવારે મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે વાયદાની નરમાઇ અને રૂ-કપાસિયાના ભાવ ઘટતાં જીનર્સોને કપાસના ભાવ ઊંચા લાગતાં જીનર્સની ખરીદી ઘટતાં કપાસના ભાવ ઘટયા હતા.
આ વર્ષે કપાસની ખરીદી શરૂ થતાં વિક્રમી ભાવ મળ્યા હતા. 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા બાદ પણ ખરીદદારો અકળાયા હતા, માગ વધુ અને પુરવઠાના અભાવે વેપારીઓ ગામડે ગામડે કપાસની ખરીદી કરી ખરીદ કેન્દ્રને વેચી રહ્યા હતા. આ સાથે ખેડૂત પણ વ્યવહાર ન્યાયી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. કપાસમાં કોડીનું પ્રમાણ હજુ જોવા મળી રહ્યું હોઇ સુપર બેસ્ટ કપાસ હજુ બધાને લેવો છે પણ ખેડૂતોને સુપર બેસ્ટ કપાસ વેચવો નથી આથી બજારમાં વેચાતાં મિડિયમ અને હલકા કપાસમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે સારી કવોલીટીના કપાસના જીનપહોંચ ઊંચામાં રૂા.૧૭૫૦ થી ૧૭૬૦ હતા તેમજ મિડિયમ-હલકા કપાસની રેન્જ રૂા.૧૫૦૦ થી ૧૬૦૦ની હતી.
જો ખેડૂતો તેમના કપાસના તમામ પાકનો સંગ્રહ કરે તો ગુલાબી ઈયળની જીવાતનું જોખમ રહે છે. તબક્કાવારના કપાસના વેચાણથી ખેડૂતોને જ ફાયદો થશે. કડીમાં મહાષ્ટ્રના કપાસની આવક ૧૫૦ થી ૧૭૦ ગાડીની હતી પણ ભાવ રૂા.૧૦ થી ૧૫ નરમ હતા. મહારાષ્ટ્રના કપાસના કડી પહોંચ રૂા.૧૬૦૦ થી ૧૭૦૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૧૭૩૦ બોલાતા હતા.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ ગઈકાલના 21 ડીસેમ્બર 2021 ને મંગળવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1461 | 1784 |
અમરેલી | 975 | 1816 |
ધ્રોલ | 1425 | 1741 |
જેતપુર | 1241 | 1831 |
ગોંડલ | 1001 | 1806 |
બોટાદ | 1050 | 1842 |
જામજોધપુર | 1400 | 1770 |
બાબરા | 1560 | 1880 |
જામનગર | 1300 | 1770 |
વાંકાનેર | 950 | 1751 |
મોરબી | 1351 | 1765 |
હળવદ | 1350 | 1743 |
જુનાગઢ | 1515 | 1750 |
ભેસાણ | 1400 | 1820 |
વિછીયા | 1300 | 1800 |
લાલપુર | 1580 | 1774 |
ધનસુરા | 1400 | 1715 |
વિજાપુર | 1100 | 1748 |
ગોજારીયા | 1050 | 1748 |
હિંમતનગર | 1515 | 1744 |
કડી | 1400 | 1752 |
થરા | 1530 | 1702 |
સતલાસણા | 1500 | 1741 |
વિસનગર | 1000 | 1768 |
બગસરા | 1250 | 1845 |