મગફળીની બજારમાં સરેરાશ લેવાલી પાંખી છે અને આવકો પણ ઘટી રહી છે. ગોંડલમાં મગફળીની આવકો કરતાં માત્ર ૯૦ હજાર ગુણીની થઈ હતી, જે ગત સપ્તાહે આવક કરી ત્યારે ૧.૩૦ લાખ ગુણીની થઈ હતી. આમ ધારણાં કરતાં મગફળીની આવકો પણ ઓછી થઈ છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
બાજરીની બજારમાં પાંખી ઘરાકી વચ્ચે ભાવમાં સરેરાશ બે તરફી વધઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બાજરીમાં લેવાલી પ્રમાણમાં ઓછી છે અને દેશાવરની પણ બાજરીની આવકો થઈ રહી છે. હરિયાણાની પાવતી લાઈનની બાજરીનાં ગુજરાતમાં પહોંચમાં રૂ.૨૨૩૦ના ભાવથી વેપારો થાય છે. હરિયાણાથી હાલ બાજરીની આવકો સારી છે. ઉત્તર ગુજરાતનાં પીઠાઓમાં ભાવ રૂ.૩૬૦થી ૪૧૦નાં ક્વોટ થાય છે.
લસણની બજારમાં ભાવ પાણી-પાણી થઈ ગયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં બમ્પર વાવેતર થયા છે અને હાલ કોઈ લેવાલ નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ છે. રાજસ્થાનમાં મંગળવારે ૭૦ હજાર ગુણી જેવી અને રાજસ્થાનમાં ૨૫ હજાર ગુણીની આવક હતી. દેશાવરનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૧૦૦૦થી ૫૫૦૦ સુધીનાં ક્વોટ થતાં હતાં. હાલ નબળા માલમાં મહુવાની ફેકટરીઓની માંગ હોવાથી બજારને ટેકો મળે છે, એ સિવાય કોઈ ઘરાકી નથી તેમ જામનગરનાં એક અગ્રણી લસણનાં વેપારીએ વાત કરી હતી.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1030 | 1838 |
મગફળી | 865 | 1110 |
ઘઉં | 303 | 455 |
જીરું | 2875 | 3095 |
એરંડા | 800 | 1010 |
તલ | 1865 | 2170 |
બાજરો | 300 | 432 |
ચણા | 800 | 1010 |
વરિયાળી | 1400 | 1605 |
જુવાર | 280 | 564 |
ધાણા | 855 | 1360 |
તુવેર | 630 | 1170 |
તલ કાળા | 1755 | 2465 |
મગ | 785 | 1050 |
અડદ | 535 | 1420 |
મેથી | 650 | 1140 |
રાઈ | 1395 | 1596 |
મઠ | 1225 | 1800 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1475 | 1810 |
ઘઉં લોકવન | 404 | 428 |
ઘઉં ટુકડા | 412 | 476 |
જુવાર સફેદ | 350 | 601 |
જુવાર પીળી | 261 | 338 |
બાજરી | 290 | 415 |
તુવેર | 880 | 1243 |
ચણા પીળા | 720 | 975 |
મગ | 1070 | 1420 |
મઠ | 1500 | 1700 |
કળથી | 850 | 990 |
મગફળી જાડી | 905 | 1161 |
મગફળી ઝીણી | 915 | 1120 |
એરંડા | 1101 | 1160 |
અજમો | 1325 | 2080 |
સોયાબીન | 1060 | 1282 |
કાળા તલ | 1940 | 2530 |
લસણ | 231 | 450 |
ઇસબગુલ | 1750 | 2190 |
રાયડો | 1250 | 1370 |
ગુવારનું બી | 1120 | 1125 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1845 |
ઘઉં | 385 | 443 |
જીરું | 1725 | 3000 |
તલ | 1000 | 2205 |
ચણા | 681 | 934 |
મગફળી ઝીણી | 1000 | 1114 |
મગફળી જાડી | 900 | 1131 |
સોયાબીન | 990 | 1200 |
ધાણા | 1275 | 1564 |
તુવેર | 600 | 1212 |
મકાઇ | 310 | 350 |
તલ કાળા | 1000 | 2715 |
અડદ | 600 | 1100 |
મેથી | 1022 | 1156 |
સિંગદાણા | 1000 | 1200 |
ઘઉં ટુકડા | 373 | 485 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1776 |
ઘઉં | 405 | 451 |
જીરું | 2170 | 3010 |
તલ | 1300 | 2144 |
બાજરો | 314 | 390 |
ચણા | 651 | 951 |
મગફળી જીણી | 650 | 1294 |
તલ કાળા | 2002 | 2500 |
મગ | 500 | 1160 |
અડદ | 350 | 1432 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1816 |
જીરું | 2201 | 3081 |
ઘઉં | 398 | 468 |
એરંડા | 1000 | 1176 |
તલ | 1600 | 2211 |
ચણા | 700 | 911 |
મગફળી જીણી | 820 | 1196 |
મગફળી જાડી | 781 | 1166 |
ડુંગળી | 81 | 416 |
લસણ | 221 | 451 |
સોયાબીન | 1041 | 1231 |
તુવેર | 876 | 1161 |
મગ | 1026 | 1431 |
અડદ | 826 | 1451 |
મરચા સુકા | 501 | 3601 |
ઘઉં ટુકડા | 400 | 500 |
શીંગ ફાડા | 901 | 1336 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1770 |
ઘઉં | 380 | 445 |
જીરું | 2500 | 3105 |
એરંડા | 1000 | 1111 |
તલ | 2040 | 2205 |
બાજરો | 299 | 315 |
ચણા | 850 | 990 |
મગફળી જીણી | 1000 | 1325 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 180 | 420 |
અજમો | 1600 | 3320 |
મરચા સુકા | 1100 | 3615 |
અડદ | 1100 | 1440 |