24/12/2021 બજાર ભાવો, મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ, ચણા ના વાવેતરથી ભાવમાં ઘટાડો

24/12/2021 બજાર ભાવો, મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ, ચણા ના વાવેતરથી ભાવમાં ઘટાડો

મગફળીમાં લેવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગદાણામાં પણ ઘરાકી લોકલ કે નિકાસ વેપારો ન હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦નો ઘટાડો હતો. સીંગદાણાનાં અનેક કારખાનાઓ પણ હવે બંધ થવા લાગ્યાં છે અથવા ઉત્પાદન ઘટાડી દીધું છે, જેની અસર પણ બજાર પર જોવા મળી શકે છે. મગફળીનાં વર્તમાન ભાવથી હાલ સૌને થોડી-ઘણી ડિસ્પેરિટી જોવા મળી રહી છે. મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં વેપારો વધવાનાં ચાન્સ નથી, કારણ કે દાણા, તેલ કે ખોળ એકેય વસ્તુ વધતી નથી. મગફળીની બજારો ટકવાનું કારણ વેચવાલી ઓછી હોવાનું મનાય છે. સારા માલમાં મણે રૂ.૫થી ૧૦ નરમ પણ હતાં, પરંતુ સરેરાશ બજારનો ટોન સ્ટેબલ હતા.

ચણામાં જંગી વાવેતર થયા છે અને નવો ક્રોપ માથા પર છે ત્યારે જ યાર્ડોમાં ચણાના ભાવ દબાતા ખેડૂતોમાં નવો પાક આવશે ત્યારે શું થશે ? તે અંગે મુંઝવણ ઉભી થઇ છે. ટોચના ટ્રેડર્સ જણાવે છે કે, અત્યારે ચણામાં એમએસપીમાં રૂ.52નો ભાવ જાહેર થયો છે ત્યારે યાર્ડમાં ખેડૂતોને કિલોનાં રૂ.45-48 સુધીના ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. 
આજે ચણાની બજારમાં મહદ્અંશે ભાવ ટકેલા હતા.અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, આજે બજારમાં ટકેલો માહોલ હતો. ખાસ ઘરાકી ન હતી. ધીમે ધીમે વેપારો થઇ રહ્યા છે, લોકો જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે. ચણામાં વાયદાઓ બંધ કરી દેવા, એક્સપોર્ટના કામકાજ બંધ કરવા તેમજ ખેડૂતોની કમાણીનો સમય હોય ત્યારે જ ઇન્પોર્ટ કરાવાની સરકારની નીતિ સહિતના વલણોને લઇને ચણાની માર્કેટ ઓલ ઓવર દબાયેલી છે. ખેડૂતોમાં આ મુદ્દાને લઇને અંદરખાને ચિંતા જોવા મળી રહી છે. આજે ચણામાં 550 ગુણીની આવક હતી, ભાવ ટકેલા હતા, કાંટાવાળા ચણાના રૂ.4950, ગુજરાત-3 જાતના રૂ.4600 તેમજ વેરહાઉસ કાંટાવાળા ચણાના રૂ.4750-4800 તથા ગુજરાત-3 જાતના રૂ.4500-4550ના ભાવ બોલાયા હતા. આ વખતે પણ ગુણવત્તા મુજબ ગુજરાત-3 ચણાની અન્ય રાજ્યોમાં ડિમાન્ડ સારી રહેશે તેમ મનાય રહ્યું છે.

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1300

1800

ઘઉં

380

411

જીરું

2100

3015

એરંડા

1000

1117

તલ

2050

2195

બાજરો

391

443

ચણા

735

885

મગફળી જીણી

950

1265

મગફળી જાડી

900

1050

લસણ

150

370

અજમો

1740

4040

મરચા સુકા 

650

3180

અડદ

1120

1395 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1140

1881

મગફળી

725

1075

ઘઉં

353

448

જીરું

2640

3050

તલ

1855

2185

બાજરો

330

499

જુવાર

331

514

ધાણા

1290

1465

તુવેર

300

1050

તલ કાળા

174

2630

મગ

800

1200

અડદ

410

1405

મેથી

700

1235

રાઈ

1300

1525

મઠ

1000

1670 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1455

1809

ઘઉં લોકવન 

406

432

ઘઉં ટુકડા

415

476

જુવાર સફેદ

345

581

બાજરી 

285

426

તુવેર 

960

1200

મગ 

1051

1445

મગફળી જાડી 

850

1140

મગફળી ઝીણી 

900

1260

એરંડા 

1087

1156

અજમો 

1450

2110

સોયાબીન 

1080

1305

કાળા તલ 

1100

1150

લસણ 

225

500

ગુવારનું બી

1130

1150 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1050

1865

ઘઉં 

370

440

જીરું 

1790

3130

તલ 

1455

2202

ચણા 

635

893

મગફળી ઝીણી 

999

1131

મગફળી જાડી 

900

1127

સોયાબીન 

912

1232

ધાણા 

1200

1552

તુવેર 

695

1181

મકાઇ 

300

300

તલ કાળા 

1000

2650

અડદ 

1240

1410

સિંગદાણા 

1075

1305

ઘઉં ટુકડા 

383

480 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1450

1790

ઘઉં

401

453

જીરું

2240

3050

તલ

1200

2140

બાજરો

381

431

ચણા

700

854

મગફળી જીણી

700

1260

તલ કાળા

1940

2545

મગ

800

1100

અડદ

351

1373

 ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1031

1816

જીરું

2226

3011

ઘઉં

396

472

એરંડા

1091

1176

તલ

1501

2191

ચણા

651

891

મગફળી જીણી

820

1141

મગફળી જાડી

770

1151

ડુંગળી

71

401

લસણ

201

411

સોયાબીન

1051

1266

તુવેર

526

1121

મગ

851

1451

અડદ

526

1481

મરચા સુકા 

451

3301

ઘઉં ટુકડા 

389

544

શીંગ ફાડા

801

1336