khissu

રશિયાની મોટી ધમકી, 4 દિવસ બેન્કો બંધ, CNG-સિમેન્ટ ભાવ વધ્યાં, શાળા સમાચાર વગેરે....

રશિયાએ આપી મોટી ધમકી: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ એક મોટી ધમકી આપી દીધી છે કે, જો અમારા અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે તો અમે યૂક્રેન પર પરમાણુ શસ્ત્રોનો હુમલો કરી શકીએ છીએ. આ નિવેદન બાદ સમગ્ર દુનિયામાં ફફડાટ વ્યાપી ગયો છે. યુક્રેનના વિવિધ શહેરો પર હવાઇ હુમલા ચાલુ થઈ ગયા છે.

ગુજરાતમાં 4 દિવસ બેન્ક બંધ: બેંક કર્મચારીઓના યુનિયને અને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં હડતાળમાં કરશે. આ પહેલાં શનિ-રવિની રજાઓ આવશે. ત્યારબાદ સોમ અને મંગળવારે હડતાળના કારણે સતત ચાર દિવસ બેંક બંધ રહેશે. જેના કારણે રાજ્યના આશરે 25 હજાર કરોડના આર્થિક વ્યવહારો ખોરવાઈ શકે છે.

આ પણ વાંચો: ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોએ ટેક્સ ચૂકવવો પનહિ પડે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે કેવી રીતે મળશે લાભ

CNG અને સિમેન્ટના ભાવ વધ્યાં: સામાન્ય માણસ પેટ્રોલ-ડીઝલ અને સ્થાનિક LPGના વધેલા ભાવનો સામનો પણ કરી શક્યો ન હતો કે આજે CNG અને સિમેન્ટના ભાવ વધી ગયા છે. ગુજરાત ગેસે ગુજરાતમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે JK સિમેન્ટે ઉત્તરીય બજારમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 10 રૂપિયાનો વધારો કર્યો છે.

આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ: આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્નની ઇ-વેરિફાઈ કરવા માટે આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આવકવેરા વિભાગે છેલ્લી તારીખની રાહ જોયા વિના આધાર અને પાન કાર્ડને લિન્ક કરવાનું કહ્યું છે. લોકોએ તેમના પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે. ત્યારે જ તમે ITI ફાઇલ કરી શકશો.

આ પણ વાંચો: રાશન કાર્ડ લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારે કરી આ મોટી જાહેરાત, તમે પણ જાણી લો

શાળાઓમાં 100% હાજરી બાબતે ટકોર:  રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100% હાજરીના નિર્ણય બાબતે થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી પર હાઇકોર્ટના મુખ્ય જજે નારાજગી દર્શાવી છે કે સરકાર શા માટે જોખમ લઇ રહી છે અને વિદ્યાર્થીઓની 100% હાજરીનો આગ્રહ કરી રહી છે? શાળામાં વિદ્યાર્થીઓને હાજર રાખવાનો નિર્ણય વાલીઓ ઉપર છોડવો જોઈએ.

શિવરાજપુર બીચ જાહેરનામું બહાર પડ્યું: દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લ્યુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્રે વિકાસની નવી ગતિ મળી છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવરજવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ છે. શિવરાજપુર બીચ પર 3 કિલો મીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટિકના ઉપયોગ, વાહનોની અવરજવર અને કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ લગાવતું જાહેરનામુ બહાર પાડયુ છે. આ જાહેરનામું 20 મે સુધી અમલમાં રહેશે.

બહુચરાજી નવરાત્રી મહોત્સવ આયોજન: મહેસાણાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 1 એપ્રિલના રોજ મંદિર  વિધિ, 2 એપ્રિલે ઘટ સ્થાપન વિધિ થનાર છે. સતચંડી યજ્ઞ પ્રારંભ 7 એપ્રિલથી શરૂ થશે. બહુચરાજી માતાજીની પૂનમની પાલખી 16 એપ્રિલના રોજ શંખલપુર મુકામે જશે. ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો 14થી 16 એપ્રિલ દરમિયાન યોજાશે.