ગુજરાતીઓ માટે ફરીથી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં તો મેઘરાજા બેફામ બનીને તૂટી પડશે!

ગુજરાતીઓ માટે ફરીથી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં તો મેઘરાજા બેફામ બનીને તૂટી પડશે!

Gujarat rain aagahi: હાલમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન જોવા મળી રહ્યાં છે. આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ફરીથી કરવામા આવી છે. 

આ પણ વાંચો: આવી ઓફર ફરી નહીં મળે: 35 હજારથી ઓછી કિંમતમાં નવો iPhone 15, જાણો અહીં ખરીદવાની સરળ રીત

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદમાં પણ મેઘરાજા બેટિંગ કરશે.  તો વળી અમુક વિસ્તારમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી થશે અને આ સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી પણ હવામાન વિભાગની આગાહી છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: આ વખતે 1.25 કરોડ બહેનોના સીધા ખાતામાં આવશે 1250 રૂપિયા, 1500 રૂપિયા પણ આવી શકે

આ તરફ એવા સમાચાર છે કે સુરેન્દ્રનગરનો ગોખરવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ચુડાનો ગોખરવાડા ડેમ છલકાઈ ગયો છે,

આ પણ વાંચો: આવી હરકતને કારણે તમારું બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, કોઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો, ઉપરથી બીજું નુકસાન તો ખરૂ જ

ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં તાકીદ પણ રાખવાની સુચના આપી દેવાય છે. લોકોને અપીલ કરી છે કે નીચાણવાળા વિસ્તારોમાં ન જાય. ડેમ છલકાતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: આ તારીખે કોઈપણ ફિલ્મના કોઈપણ શોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો, ગુજરાતીઓ આ રીતે કરો ટિકિટ બૂક

5 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો વળી ચીખલી, જલાલપોર, રાજુલામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ જ રીતે બાયડ અને ડોલવણમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. 18 તાલુકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.