સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. HDFC સિક્યોરિટીઝ અનુસાર દિલ્હીમાં સોનાની કિંમત 800 રૂપિયા વધીને 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આ સોનાનો નવો રેકોર્ડ સ્તર છે. સોમવારે આ સોનું 64,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ચાંદીની કિંમત પણ 900 રૂપિયા વધીને 74900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. બુધવારે સવારે આ દર છે. સોમવારે તે રૂ.74,000 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $2,110 પ્રતિ ઔંસ છે. ચાંદી પણ $23.88 પ્રતિ ઔંસ પર મજબૂત છે. અમદાવાદમાં આજે એક તોલા સોનાનો ભાવ 66,625 રૂપિયા બોલાઈ રહ્યાં છે.
શુદ્ધતા પ્રમામે સોનાના ભાવની વાત કરીએ તો
સોનું 999 = 64598
સોનું 995 = 64339
સોનું 916 = 59172
સોનું 750 = 48449
સોનું 585 = 37790
ચાંદી 999 = 72244
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે દિલ્હીના બજારમાં સોનું (24 કેરેટ) હાજર ભાવે રૂ. 65,000 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 800નો વધારો છે. ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે સ્થાનિક બજારોમાં હાજર સોનું રૂ. 65,000ની નવી સર્વકાલીન ટોચે પહોંચી ગયું હતું.
વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 80 વધીને રૂ. 64,542 પ્રતિ 10 ગ્રામ થયો હતો કારણ કે મજબૂત હાજર માંગ વચ્ચે સટોડિયાઓએ નવા સોદા ખરીદ્યા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ મહિનામાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત 80 રૂપિયા અથવા 0.12 ટકા વધીને 64,542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
આમાં 16,232 લોટનો વેપાર થયો હતો. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા નવા સોદાની ખરીદીને કારણે સોનાના વાયદાના ભાવમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.07 ટકા વધીને $2,127.70 પ્રતિ ઔંસ થયું હતું.