khissu

આજના 7 મોટી માહિતી: પરીક્ષા મોકૂફ, રાત્રિ કરફ્યૂ, રેશનકાર્ડ ધારકો, fastag, નવા વિષયો વગેરે

CBSE પરીક્ષા તારીખ જાહેર: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ ( CBSE)નાં 10 માં અને 12 માની બીજી ટર્મ ની પરીક્ષાઓ 26 એપ્રિલ થી શરુ થશે. 10 માં અને 12 ની પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર થશે. સૌથી મોટી વાત એ છે કે, પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. CBSE એ હજુ 10મા અને 12 ની લેવાયેલી પહેલી ટર્મની પરીક્ષાનું પરિણામ જાહેર નથી કર્યું. પરિણામ, બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ cbseresults.nic.in અથવા results.gov.in પર માર્કશીટનાં ધોરણે જાહેર કરવામાં આવશે.

બિન સચિવાલય પરીક્ષા મોકૂફ: રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે. 3 વર્ષ બાદ આ પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફ્યૂ નવી ગાઈડલાઈન: રાજ્યમાં 11 ફેબ્રુઆરીએ રાત્રિ કરફ્યુની મુદ્દત પૂરી થવા જઈ રહી છે ત્યારે આજે રાજ્ય સરકાર કોરોનાની નવી SOP આજે જાહેર કરશે. જેમાં રાત્રિ કર્ફ્યુના સમયગાળામાં થશે ફેરફાર કરવામાં આવી શકે છે. રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ થઈ શકે છે. તો 8 મનપા સિવાયના 27 શહેરોના કર્ફ્યુ હટાવાઈ શકે છે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગુજરાત સરકારના કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલી મેળાના આયોજનનો નવતર પ્રયોગ કર્યો છે. લોકોને નાના-મોટા પ્રશ્નો માટે ગાંધીનગર ધક્કા ખાવા નહીં પડે. વિભાગને લગતા કોઈપણ પ્રશ્નોના નિકાલ માટે જુદા જુદા સ્થળે મહેસૂલ મેળા યોજવામાં આવશે. જેમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. સૌપ્રથમ નવસારી જિલ્લાથી મહેસૂલ મેળાની શરૂઆત કરવામાં આવશે. જ્યાં લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવશે.

રેશનકાર્ડ ધારકોને ફાયદો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા 'રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩' હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ 1 કિલો તુવેરદાળ હવે 50 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજનામાં પ્રતિ કિલો એ ૩૦ રૂપિયા ફિક્સ સબસીડી અને દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે.

FASTAG હવે બંધ થઈ જશે: સંસદની ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ કમિટીએ ફાસ્ટેગને બંધ કરવાની ભલામણ કરી છે. સરકાર ફાસ્ટેગની જગ્યાએ GPRS સિસ્ટમ લાવવાની યોજના ધરાવે છે. તેનાથી ટોલ પ્લાઝા બંધ થઈ જશે. GPRS સિસ્ટમના કારણે રોડ પર મુસાફરી કરતા વાહન માલિકના બેંક ખાતામાંથી ટોલના પૈસા સીધા કાંપી શકાશે. આનાથી વાહનમાલિકોને ફાસ્ટેગ રીચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

ધો.9થી 12 નવા વિષયો: ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી નવા વિષયો દાખલ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં રોડ સેફ્ટીના નિયમો ધો.9-12ના અભ્યાસક્રમમાં ઉમેરાશે. તેમાં સીગન્લ, ક્રોસીંગ, હાઈવે વગેરે મુદ્દાઓ આવરી લેવાશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે.