રાજ્યમાં મિત્રો આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા,પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
નવરાત્રિ દરમિયાન ગરમી રહેશે, વરસાદની શક્યતા
અંબાલાલ પટેલ તેમની સચોટ હવામાન આગાહીઓ માટે જાણીતા છે. નવરાત્રિ દરમિયાન વરસાદ અંગે, તેમણે કહ્યું છે કે નવરાત્રિ દરમિયાન ગરમી વધશે પરંતુ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 6 થી 9 દરમિયાન કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે નવરાત્રિ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે 1 ઓક્ટોબરથી ચાલશે. દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર 2 ઓક્ટોબરે છે.
તેમની નવીનતમ આગાહીમાં, અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં 9-10 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 23 સપ્ટેમ્બર પછી ગરમીની શક્યતા છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની પણ આગાહી કરી છે. સામાન્ય રીતે, આ વર્ષે ગુજરાતમાં વરસાદની મોસમ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી હોય છે. એટલે કે કુલ 120 દિવસ.
18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતમાં ચક્રવાત આવવાની શક્યતા છે. 2023માં ગુજરાતમાં બિપ્રજોય ચક્રવાત આવ્યું હતું. ગુજરાત સરકારે મજબૂતાઈથી લડત આપી અને નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો.