જીરૂની બજારમાં તેજીનો દોર યથાવત છે અને ભાવમાં ઝડપી તેજી આવતા મણે રૂ.૨૦૦થી ૩૦૦ વધ્યાં હતા. જીરૂ વાયદામાં છ ટકાની ઉપલી સર્કિટ લાગતા વાયદો ૨૫ હજારની સપાટી નજીક પહોંચ્યો હતો.
જીરૂનાં વેપારીઓ કહે છેકે જીરૂની બજારમાં હાલના તબક્કે વેચવાલી ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં નિકાસ વેપારો કેવા આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
જીરૂ વાયદો બેન્ચમાર્ક રૂ.૧૨૭૦ વધીને રૂ.૨૪,૫૫૫ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂ વાયદામાં જો આગળ ઉપર ૨૫ હજારી સપાટી પાર થશે તો ભાવમા હજી પણ વધારો થાય તેવી ધારણા છે.
જીરૂમાં ઊંચા ભાવને કારણે ઉંઝામાં ૨૫ હજાર બોરીની સતત બીજા દિવસે આવકો હતી અને જો આવીને આવી આવકો રહેશે અને વેપારો સારા રહેશે તો ભાવ હજી પણ વધી શકે છે.
ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3700થી રૂ. 6400 સુધીના બોલાયા હતા. જ્યારે હારીજ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4150થી રૂ. 4750 સુધીના બોલાયા હતા. તેમજ ધાનેરા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3200થી રૂ. 4188 સુધીના બોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3400થી રૂ. 4595 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4000થી રૂ. 4520 સુધીના બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3800થી રૂ. 4550 સુધીના બોલાયા હતા.
તા. 01-05-2024, બુધવારના બજાર જીરૂના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 3750 | 4600 |
ગોંડલ | 3000 | 4481 |
જેતપુર | 3850 | 4375 |
બોટાદ | 3400 | 4595 |
અમરેલી | 4000 | 4520 |
જસદણ | 3800 | 4550 |
કાલાવડ | 3000 | 4095 |
જામનગર | 2600 | 4725 |
મહુવા | 4600 | 4601 |
જુનાગઢ | 3920 | 4305 |
સાવરકુંડલા | 2700 | 4400 |
મોરબી | 3900 | 4510 |
બાબરા | 3780 | 4460 |
ઉપલેટા | 3900 | 4000 |
પોરબંદર | 3500 | 4300 |
ભાવનગર | 4134 | 4135 |
જામખંભાળિયા | 4100 | 4490 |
ભેંસાણ | 3000 | 4280 |
દશાડાપાટડી | 3970 | 4681 |
લાલપુર | 3880 | 3900 |
હળવદ | 4250 | 4650 |
ઉંઝા | 3700 | 6400 |
હારીજ | 4150 | 4750 |
ધાનેરા | 3200 | 4188 |
થરા | 4101 | 4900 |
દીયોદર | 2750 | 4881 |
બેચરાજી | 4061 | 4236 |
સમી | 4000 | 4600 |