કપાસની બજારમાં કારમી મંદી વ્યાપી ગઈ છે અને ભાવમાં સોમવારે મણે રૂ.૫૦થી ૭૦નો ઘટાડો થયો હતો. રૂની બજારમાં બે દિવસમાં પાંચ હજાર રૂપિયા નીકળી ગયા હોવાથી કપાસ પણ તુટ્યો છે અને કપાસનાં ભાવ રૂ.૧૬૦૦ની અંદર આવી ગયા છે.
કડીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસનાં ભાવમાં રૂ.૭૦થી ૮૦નો ઘટાડો થયો છે અને ભાવ હજી પણ ઘટીને રૂ.૧૫૦૦ સુધી આવી શકે છે. ખેડૂતોની વેચવાલી હાલ અટકશે, પંરતુ એકાદ સપ્તાહ બાદ ધીરજ ખૂટ્યાં બાદ વેચવાલી આવે તેવી ધારણાં છે અને આગામી બે મહિના વેચવાલીનું પ્રેશર જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૫૦થી ૧૫૨૫નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૨૦થી ૨૫ ગાડી અને કાઠીયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦થી ૧૫૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૦૦ થી ૧૫૮૦નાં હતાં.
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૬૭ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૬૫૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૩૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૫૦૦થી ૧૬૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
| તા. 26/12/2022 સોમવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1550 | 1640 |
| અમરેલી | 1000 | 1631 |
| સાવરકુંડલા | 1400 | 1622 |
| જસદણ | 1250 | 1580 |
| બોટાદ | 1500 | 1721 |
| મહુવા | 1200 | 1600 |
| ગોંડલ | 1401 | 1606 |
| કાલાવડ | 1500 | 1629 |
| જમાજોધપુર | 1300 | 1630 |
| ભાવનગર | 1400 | 1601 |
| જામનગર | 1500 | 1660 |
| બાબરા | 1530 | 1740 |
| જેતપુર | 1200 | 1639 |
| વાંકાનેર | 1250 | 1560 |
| મોરબી | 1501 | 1645 |
| રાજુલા | 1350 | 1600 |
| હળવદ | 1415 | 1623 |
| વિસાવદર | 1454 | 1586 |
| તળાજા | 1200 | 1570 |
| બગસરા | 1300 | 1626 |
| જુનાગઢ | 1400 | 1572 |
| ઉપલેટા | 1500 | 1595 |
| માણાવદર | 1450 | 1650 |
| ધોરાજી | 1356 | 1596 |
| વિછીયા | 1480 | 1565 |
| ભેંસાણ | 1400 | 1620 |
| ધારી | 1300 | 1641 |
| લાલપુર | 1480 | 1611 |
| ખંભાળિયા | 1230 | 1588 |
| ધ્રોલ | 1350 | 1600 |
| પાલીતાણા | 1350 | 1560 |
| સાયલા | 1510 | 1670 |
| હારીજ | 1400 | 1570 |
| ધનસૂરા | 1400 | 1515 |
| વિસનગર | 1200 | 1613 |
| વિજાપુર | 1300 | 1651 |
| કુકરવાડા | 1400 | 1588 |
| ગોજારીયા | 1500 | 1610 |
| હિંમતનગર | 1521 | 1637 |
| માણસા | 1200 | 1583 |
| કડી | 1400 | 1619 |
| મોડાસા | 1400 | 1485 |
| પાટણ | 1400 | 1586 |
| થરા | 1490 | 1540 |
| તલોદ | 1580 | 1616 |
| સિધ્ધપુર | 1525 | 1624 |
| ડોળાસા | 1510 | 1628 |
| ટિંટોઇ | 1125 | 1530 |
| દીયોદર | 1500 | 1550 |
| બેચરાજી | 1500 | 1610 |
| ગઢડા | 1415 | 1611 |
| ઢસા | 1510 | 1600 |
| કપડવંજ | 1350 | 1400 |
| ધંધુકા | 1558 | 1624 |
| વીરમગામ | 1300 | 1592 |
| જાદર | 1500 | 1530 |
| જોટાણા | 851 | 1590 |
| ચાણસ્મા | 1351 | 1582 |
| ભીલડી | 1250 | 1600 |
| ખેડબ્રહ્મા | 1450 | 1542 |
| ઉનાવા | 1451 | 1622 |
| શિહોરી | 1460 | 1575 |
| લાખાણી | 1450 | 1580 |
| ઇકબાલગઢ | 1330 | 1567 |
| સતલાસણા | 1350 | 1554 |
| આંબલિયાસણ | 1400 | 1584 |