આજ તારીખ 08/12/2021, બુધવાર અમરેલી, જામનગર, મોરબી, રાજકોટ, અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આજે મગફળીની બજારો ટેકાના ભાવની આજુબાજુ મળતા ખેડૂતો પણ મનોમન વિચારી રહ્યાં છે કે માળું પીઠાઓમાં મગફળીની આટલી મોટી આવકો છતાં બજાર ટકેલું, તે નવાઇની વાત કહેવાય ! આપણા સિંગતેલ અને સિંગદાણાની ખરીદી બાબતે ચાઇનાની ખરીદીમાં ગત અને આ વર્ષે એકદમ અલગ સ્થિતિ છે. ગત વર્ષે ચાઇનાએ સતત આપણી પાસેથી 2 એફએફના સિંગતેલની પણ બંપર ખરીદી કરી હતી, એ જ રીતે સિંગદાણા પણ એટલા જ ખરીદ કર્યાં હતા. તેથી આખા વર્ષ દરમિયાન મગફળીની બજારમાં ઉંની આંચ નહોતી આવી, જ્યારે આ વર્ષે ચાઇના ગેરહાજર હોવા છતાં મગફળી કેમ ટકેલી છે ? એવો સવાલ ઘણા અભ્યાસું ખેડૂતો કરે છે. દરેક વિસ્તારમાં ખરીફ મગફળીની મોસમ પુરી થયા પછી વીઘા વરાળે ધાર્યાઉતારા મળ્યા નથી, એ સિવાય ખેડૂતો પણ કહી રહ્યાં છે કે ડોડવો જુવો એટલે કંઇ ન ઘટે, પણ ગત વર્ષ જેવો મગફળી દાણાનો ઉતારો નથી, છતાં મગફળીની બજારો પાછલા વર્ષોની તુલનાએ સારા લેવલ પર ટકેલી છે. પહેલા તો સ્થાનીકે ખાદ્યતેલમાં હાલ રાયડા તેલની ગેરહાજરી છે, બીજી તરફ કપાસના ભાવ મચક આપે એટલો મોટો પાક નથી. સોયાબીનમાંથી ભલે 19 ટકા જ તેલ મળે, પરંતુ એની બજારો પણ તેજીની પટરી પર છે. આ બધા તેલ અત્યારે મોંઘા હોવાથી એના જોરે સિંગતેલ પણ મોંઘું જ હોય. મગફળીને સૌથી મોટો ટેકો વિદેશી પામતેલનો છે. વૈશ્વિક લેવલે મલેશિયન પામતેલ વાયદામાં પૂરપાટ તેજીનો તોખાર દોડી રહ્યોં છે. એના પવનની અસર આપણા લોકલ ખાદ્યતેલોને પણ થાય ને ? એ ઉપરાંત ધીમી ગતિએ બારમાસી ખરીદી પણ નીકળ્યાનો સપોર્ટ મગફળીને મળી રહ્યોં છે.
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1080 | 1179 |
ઘઉં | 413 | 444 |
જીરું | 2100 | 3136 |
તલ | 1200 | 2300 |
ચણા | 668 | 970 |
જુવાર | 174 | 488 |
સોયાબીન | 1228 | 1327 |
ધાણા | 1280 | 1533 |
તુવેર | 920 | 1111 |
અડદ | 755 | 1215 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1480 | 1765 |
ઘઉં લોકવન | 420 | 457 |
ઘઉં ટુકડા | 400 | 495 |
જુવાર સફેદ | 345 | 605 |
બાજરી | 325 | 421 |
તુવેર | 750 | 1210 |
ચણા પીળા | 741 | 950 |
અડદ | 905 | 1480 |
મગ | 1000 | 1386 |
વાલ દેશી | 925 | 1271 |
ચોળી | 825 | 1311 |
કળથી | 680 | 925 |
એરંડા | 1204 | 1268 |
અજમો | 1250 | 2135 |
સુવા | 850 | 1005 |
કાળા તલ | 2020 | 2675 |
ધાણા | 1100 | 1661 |
જીરું | 1900 | 3022 |
ઇસબગુલ | 1575 | 2260 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1756 |
ઘઉં | 406 | 434 |
જીરું | 2200 | 3051 |
એરંડા | 1100 | 1226 |
તલ | 1200 | 2211 |
ચણા | 700 | 941 |
મગફળી ઝીણી | 820 | 1211 |
મગફળી જાડી | 775 | 1191 |
ડુંગળી | 81 | 431 |
સોયાબીન | 1131 | 1341 |
ધાણા | 1151 | 1631 |
તુવેર | 851 | 1171 |
મગ | 776 | 1341 |
ઘઉં ટુકડા | 406 | 500 |
શીંગ ફાડા | 911 | 1451 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1755 |
ઘઉં | 393 | 486 |
જીરું | 2200 | 3000 |
એરંડા | 950 | 1257 |
બાજરો | 375 | 408 |
મગફળી ઝીણી | 1000 | 1250 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 180 | 515 |
અજમો | 1000 | 2800 |
અડદ | 1200 | 1450 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1750 |
ઘઉં | 401 | 453 |
જીરું | 2170 | 3030 |
તલ | 1650 | 2200 |
બાજરો | 446 | 466 |
ચણા | 660 | 890 |
મગફળી ઝીણી | 800 | 1245 |
તલ કાળા | 1800 | 2600 |
અડદ | 390 | 1522 |
રાઈ | - | - |