આજ તારીખ 13/12/2021, સોમવારના અમરેલી, જામનગર, મોરબી, રાજકોટ, અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મગફળીની બજારમાં શનિવારે મજબૂતાઈ હતી. સીંગતેલ લુઝમાં રૂ.૨૫નો સુધારો અને મગફળીની વેચવાલી પાંખી જોવા મળી રહીહોવાથી શનિવારે સરેરાશ રૂ.૧૫થી ૨૫નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં એકધારા મણે રૂ.૨૫થી ૫૦ નીકળી ગયા બાદ આજથી વેચવાલીને થોડી બ્રેક લાગી હતી. લગ્નગાળાની સિઝન હજી બે-ત્રણ દિવસ છે, પંરતુ ત્યાર બાદ વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. મગફળીની બજારમાં હવે વધુ ઘટાડો થશે કે નહીં તેનો આધાર સિંગદાણા ઉપર પણ રહેલો છે.
ગોંડલનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મગફળીમાં પિલાણમાં ખાંડીમાં રૂ.૨૧૫૦૦માં ડિલીવરી ન મળતી હોવાથી પિલાણ મિલોએ રૂ.૨૨,૦૦૦નાં ભાવ કર્યાં હતાં. આમ ૪૦૦ કિલોએ ડિલીવરીનાં ભાવ રૂ.૫૦૦ જેવા વધ્યાં હતાં. મગફળીની બજારમાં હાલ વેચવાલી નથી અને સામે પિલાણ મિલોને જ માંગ છે, એ સિવાય દાણાબરમાં ખાસ કોઈ માંગ નથી. સીંગદાણાની પરિસ્થિતિ જુદી છે અને ત્યાં નાણાભીડ દેખાતી હોવાથી નિકાસકારોની લેવાલી ઠંડી છે. આ ઉપરાંત નજીકમાં કોઈ તહેવારો ન હોવાથી બજારમાં હાલ લોકલ માંગ પણ ખાસ દેખાતી ન હોવાથી બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં અજમાંની બજાર તેજી સાથે ખુલ્લી હતી. શનિવારે જામનગર માર્કેટયાર્ડમાં અજમાનો 20 કિલોનો ભાવ રૂા.5100 સુધી આંબી જતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી એ મ્હો મીઠા કરાવ્યા હતા. આમ જો તો અજમાનું મુખ્ય બજાર જામનગર માર્કેટીંગ યાર્ડ રહ્યું છે ત્યારે મહુવાથી ખેડૂત પોતાના અજમાં વહેંચવા જામનગર આવ્યો હતો.
ડુંગળીની બજારમાં ભાવ ઘટી રહ્યાં છે. વિતેલા સપ્તાહમાં ડુંગળીના ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો છે. ગોંડલ, રાજકોટ સહિતનાં સેન્ટરમાં નવી લાલ ડુંગળીની આવકો વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં આવકો તબક્કાવાર વધતી જશે. બીજી તરફ ગુજરાતમાં શિયાળું ડુંગળીનાં વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો છે. ડુંગળીનાં ભાવ હાલ નીચામાં રૂ.૧૦૦ની અંદર ચાલી રહ્યાં છે ત્યારે મિડીયમ ક્વોલિટીમાં રૂ. ૨૦૦થી ૩૦૦ અને સારી ક્વોલિટી હોય તો રૂ. ૪૦૦ આસપાસનાં ભાવ બોલાય રહ્યાં છે.
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1800 |
ઘઉં | 395 | 426 |
જીરું | 1725 | 3025 |
તલ | 1650 | 2229 |
ચણા | 667 | 942 |
જુવાર | 232 | 315 |
સોયાબીન | 900 | 1316 |
ધાણા | 1290 | 1579 |
તુવેર | 885 | 1202 |
અડદ | 615 | 1373 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1451 | 1775 |
ઘઉં લોકવન | 406 | 426 |
ઘઉં ટુકડા | 412 | 478 |
જુવાર સફેદ | 345 | 590 |
બાજરી | 305 | 422 |
તુવેર | 930 | 1243 |
ચણા પીળા | 721 | 975 |
અડદ | 920 | 1481 |
મગ | 1100 | 1445 |
વાલ દેશી | 750 | 1231 |
ચોળી | 825 | 1345 |
કળથી | 750 | 980 |
એરંડા | 1146 | 1253 |
અજમો | 1146 | 1253 |
સુવા | 825 | 1105 |
કાળા તલ | 1970 | 2615 |
ધાણા | 1350 | 1700 |
જીરું | 2772 | 3035 |
ઇસબગુલ | 1650 | 2235 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1771 |
ઘઉં | 398 | 447 |
જીરું | 2151 | 3041 |
એરંડા | 1091 | 1236 |
તલ | 1200 | 2211 |
ચણા | 731 | 936 |
મગફળી ઝીણી | 800 | 1141 |
મગફળી જાડી | 770 | 1166 |
ડુંગળી | 101 | 471 |
સોયાબીન | 1091 | 1326 |
ધાણા | 1100 | 1601 |
તુવેર | 1001 | 1211 |
મગ | 826 | 1391 |
ઘઉં ટુકડા | 406 | 516 |
શીંગ ફાડા | 1021 | 1391 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1735 |
ઘઉં | 390 | 436 |
જીરું | 2160 | 2995 |
એરંડા | 1025 | 1230 |
બાજરો | 359 | 411 |
મગફળી ઝીણી | 1000 | 1400 |
મગફળી જાડી | 950 | 1075 |
લસણ | 180 | 445 |
અજમો | 1400 | 2980 |
અડદ | 1345 | 1440 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1750 |
ઘઉં | 404 | 446 |
જીરું | 2180 | 3036 |
તલ | 1410 | 2250 |
બાજરો | 291 | 455 |
ચણા | 636 | 860 |
મગફળી ઝીણી | 700 | 1254 |
તલ કાળા | 1500 | 2582 |
અડદ | 400 | 1500 |