બનાસકાંઠા જિલ્લામાં આવેલું ડીસા માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછીનું બીજા નંબરનું સૌથી વધુ જણસીની આવક ધરાવતું માર્કેટયાર્ડ છે. આ માર્કેટયાર્ડમાં બનાસકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે અને પોતાના પાકનું વેચાણ કરે છે. 6 ડિસેમ્બરના રોજ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી, ઘઉં, બાજરી,રાજગરો, એરંડા, રાયડો,ગવાર,તલ,જુવાર,રજકા બાજરી,કપાસ જેવા પાકોની આવક થઈ હતી.આ તમામ પાકોનો સારો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
રૂના ઊંચા ભાવ અને વૈશ્વિક બજારમાં યાર્નની ડીમાંડ ઓછી રહેવાના કારણે નવી સિઝન શરુ થયાને બે મહિના થવા આવ્યા હોવા છતાં પણ સ્પિનિંગ મિલોની હાલત કફેડી બની છે
ગુજરાતની કોટન સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોના કહવા પ્રમાણે રૂના ભાવ ઘટતા ન હોવાથી પડતર ઉંચી જાય છે તેના કારણે મિલો કિલોએ રૂ. 15-20 નુકસાની કરી રહી છે. સ્પિનિંગ મિલોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આશરે 40 લાખ સ્પિન્ડલ્સની કેપેસિટી છે. ચીન અને બાંગ્લાદેશ જેવા મુખ્ય આયાતકાર દેશોમાંથી માગ ઓછી હોવાથી યાર્નના કાઉન્ટ ઘટાડી ઉત્પાદનમાં 20% જેવો કાપ મુક્યો છે.
સ્પિનર્સ એસોસિએશન ઓફ્ ગુજરાતે જણાવ્યું હતું કે, કપાસમાં આવકો ઓછી રહે છે તેના કારણે રૂના ભાવ પ્રતિ ખાંડી રૂ. 56,500-57,500 ચાલી રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 30 કાઉન્ટ યાર્નનો ભાવ રૂ. 240 પ્રતિ કિલો છે જયારે ભારતના યાર્નનો ભાવ રૂ. 255 આસપાસ ચાલે છે જેના કારણે મિલોને કિલોએ રૂ. 15-20 જેવું નુકસાન થઇ રહ્યું છે. ગુજરાત ઉપરાંત દક્ષીણ ભારતની મિલો 30% અને ઉત્તર ભારતની મિલો 20% ઓછી કેપેસિટી સાથે ચાલી રહી છે.
સ્પિનિંગ મિલોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અત્યારે અંદાજે 40 લાખ સ્પિન્ડલ્સની કેપેસિટી છે. આ ઉપરાંત પાંચ લાખ નવા સ્પિન્ડલ્સ ઇન્સ્ટોલ કરવાની કામગીરી થઇ રહી હતી જે ડીસેમ્બર સુધીમાં ચાલુ થઇ જવાનો અંદાજ હતો. જોકે, વર્તમાન સ્થિતિમાં કેપેસિટી એકસ્પાન્શનમાં ત્રણથી ચાર મહિના મોડું થવાની સંભાવના છે. ગુજરાતનો સ્પિનિંગ ઉદ્યોગ આશરે 80,000થી 1 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. રાજ્યની 70% સ્પિનિંગ મિલો સૌરાષ્ટ્રમાં આવેલી છે જયારે 30% રાજ્યના અન્ય ભાગોમાં છે.
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1270 | 1470 |
અમરેલી | 967 | 1459 |
સાવરકુંડલા | 1200 | 1431 |
જસદણ | 1250 | 1440 |
બોટાદ | 1321 | 1497 |
મહુવા | 700 | 1380 |
ગોંડલ | 1001 | 1496 |
કાલાવડ | 1400 | 1492 |
જામજોધપુર | 1200 | 1511 |
ભાવનગર | 1260 | 1432 |
જામનગર | 1200 | 1520 |
બાબરા | 1305 | 1515 |
જેતપુર | 1211 | 1471 |
વાંકાનેર | 1200 | 1482 |
મોરબી | 1200 | 1472 |
રાજુલા | 1170 | 1470 |
હળવદ | 1200 | 1453 |
વિસાવદર | 1214 | 1466 |
તળાજા | 1170 | 1439 |
બગસરા | 1100 | 1457 |
જુનાગઢ | 1240 | 1461 |
ઉપલેટા | 1300 | 1430 |
માણાવદર | 1350 | 1500 |
ધોરાજી | 1246 | 1456 |
વિછીયા | 1260 | 1424 |
ભેંસાણ | 1200 | 1460 |
ધારી | 1045 | 1434 |
લાલપુર | 1366 | 1465 |
ખંભાળિયા | 1300 | 1449 |
ધ્રોલ | 1150 | 1451 |
પાલીતાણા | 1205 | 1412 |
હારીજ | 1380 | 1444 |
ધનસૂરા | 1200 | 1380 |
વિસનગર | 1200 | 1448 |
વિજાપુર | 1200 | 1453 |
કુકરવાડા | 1200 | 1424 |
ગોજારીયા | 1200 | 1437 |
હિંમતનગર | 1350 | 1448 |
માણસા | 1000 | 1440 |
કડી | 1255 | 1424 |
પાટણ | 1330 | 1465 |
થરા | 1350 | 1400 |
તલોદ | 1300 | 1390 |
સિધ્ધપુર | 1200 | 1450 |
ડોળાસા | 1100 | 1450 |
ટિંટોઇ | 1201 | 1395 |
દીયોદર | 1370 | 1385 |
બેચરાજી | 1200 | 1407 |
ગઢડા | 1200 | 1429 |
ઢસા | 1230 | 1412 |
કપડવંજ | 1200 | 1280 |
ધંધુકા | 1267 | 1441 |
વીરમગામ | 911 | 1425 |
ચાણસ્મા | 1190 | 1441 |
ભીલડી | 1350 | 1375 |
ખેડબ્રહ્મા | 1320 | 1435 |
ઉનાવા | 1221 | 1449 |
શિહોરી | 1304 | 1420 |
લાખાણી | 1351 | 1400 |
ઇકબાલગઢ | 1242 | 1402 |
સતલાસણા | 1300 | 1370 |
આંબલિયાસણ | 1200 | 1427 |