આગામી દિવાળીના તહેવારોને લઈ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 11થી 17 નવેમ્બર સુધીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આ રજાઓ પૂર્વે યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો નોંધાયો છે. મુખ્ય જણસીઓમાં છેલ્લા બે દિવસમાં 32 હજાર ગુણી મગફળી અને 30 હજાર મણ કરતા વધુ કપાસની આવક નોંધાઈ છે. તેમજ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળતા હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં મગફળી મણે 1150 થી 1380 રૂપિયાના ભાવે વેંચાઈહતી તો કપાસના મણે 1370 થી 1530રૂપિયાના ભાવે વેંચાયોહતો.જેને લઈને ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યાં છે.
હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરા રહ્યા છે. ખાસ કરીને મગફળી અને કપાસ મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે કેટલા યાર્ડ અત્યારથી જ આ ચોક્કસ મુદત સુધી યાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ આગામી શનિવારથી સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. લાભ પાંચમથી સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડો શરૂ કરવામાં આવશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માર્કેટિંગ યાર્ડમાં દિવાળી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે યાર્ડમાં 11મીથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે આજે ગોંડલ અને રાજકોટના મગફળી અને કપાસની આજે હરરાજી કરવામાં આવશે. નવી આવક લાભ પાંચમના શરૂ કરવામાં આવશે. તેમજ લાભ પાંચમની ખુલતી બજાર સાથે જ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસથી ઉભરાય જશે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારા-સંતોષકારક વરસાદને પગલે મગફળી, સોયાબીન, કપાસનું મોટુ ઉત્પાદન થયુ છે. રાજકોટ યાર્ડને લાગેવળગે છે ત્યાં સુધી કેટલાંક વખતથી ખેડુતોનો રસ વધ્યો છે. સારા ભાવ મળતા હોવાથી વધુ કિસાનો રાજકોટ યાર્ડમાં માલ ઠાલવતા થયા છે. તો બીજી તરફ હવે શિયાળુ સીઝનનું વાવેતર કરવા માટે ખેડૂતોને બિયારણ સહિત ખાતરની ખરીદી કરવા તેમજ દિવાળીના ખર્ચ માટે માલ વેચવાનું શરૂ કરતા માર્ડોમાં કપાસ, મગફળી સહિતના પાકોનો ભરાવો થઇ ગયો છે. જોકે તહેવારનો લઇને ખેડૂતોની વધુ ભાવ મળે તેવી માગણી છે.
તા. 08/11/2023, બુધવારના જાડી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1130 | 1385 |
અમરેલી | 951 | 1359 |
કોડીનાર | 1190 | 1258 |
સાવરકુંડલા | 1151 | 1411 |
જેતપુર | 930 | 1381 |
પોરબંદર | 1100 | 1335 |
વિસાવદર | 1075 | 1331 |
મહુવા | 1051 | 1275 |
ગોંડલ | 861 | 1411 |
કાલાવડ | 1100 | 1350 |
જુનાગઢ | 1080 | 1306 |
જામજોધપુર | 1100 | 1391 |
ભાવનગર | 1168 | 1331 |
માણાવદર | 1375 | 1380 |
હળવદ | 1051 | 1416 |
જામનગર | 1100 | 1280 |
ભેસાણ | 800 | 1306 |
ખેડબ્રહ્મા | 1101 | 1101 |
દાહોદ | 1100 | 1200 |
તા. 08/11/2023, બુધવારના ઝીણી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1150 | 1300 |
અમરેલી | 900 | 1291 |
કોડીનાર | 1220 | 1390 |
સાવરકુંડલા | 1108 | 1231 |
જસદણ | 1050 | 1380 |
મહુવા | 1025 | 1397 |
ગોંડલ | 925 | 1376 |
કાલાવડ | 1200 | 1335 |
જુનાગઢ | 1040 | 1800 |
જામજોધપુર | 1050 | 1271 |
ઉપલેટા | 1135 | 1270 |
ધોરાજી | 900 | 1271 |
વાંકાનેર | 800 | 1469 |
જેતપુર | 915 | 1291 |
ભાવનગર | 1222 | 1672 |
રાજુલા | 801 | 1311 |
મોરબી | 825 | 1425 |
જામનગર | 1300 | 1880 |
બાબરા | 1176 | 1244 |
બોટાદ | 900 | 1185 |
ભચાઉ | 1300 | 1310 |
ધારી | 1033 | 1306 |
ખંભાળિયા | 1000 | 1342 |
પાલીતાણા | 1160 | 1280 |
લાલપુર | 980 | 1170 |
ધ્રોલ | 1041 | 1306 |
હિંમતનગર | 1100 | 1620 |
પાલનપુર | 1171 | 1368 |
તલોદ | 1000 | 1570 |
મોડાસા | 1000 | 1539 |
ડિસા | 1100 | 1385 |
ઇડર | 1350 | 1656 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1050 | 1345 |
થરા | 1150 | 1300 |
વીસનગર | 1100 | 1281 |
માણસા | 1200 | 1351 |
વડગામ | 1180 | 1425 |
કપડવંજ | 1200 | 1510 |
શિહોરી | 1130 | 1300 |
ઇકબાલગઢ | 1150 | 1350 |
સતલાસણા | 1080 | 1370 |