khissu

જાણો આજના (તા.06/12/2021) બજાર ભાવો: મગફળી, ડુંગળી, ઘઉં સર્વે તેમજ બજાર ભાવ

આજ તારીખ 06/12/2021, સોમવાર અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

ડુંગળીનાં ભાવ ઘટવા લાગ્યાં છે. ગુજરાતમાં નવી લાલ ડુંગળીની આવકો વધવા લાગી છે અનેગોંડલ-રાજકોટ સહિતનાં પીઠા ઓમાં આવકો સારી થાય છે, જેનેપગલેભાવ ઘટીને રૂ.૧૦૦થી ૨૦૦ સુધી પ્રતિ મણનાં બોલાય છે. અમુક સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ જ રૂ.૪૦૦ સુધી બોલાય છે, પરંતુ એવી આવકો પણ હવેઓછી થાય છે. બિયારણ ક્વોલિટીની હોય તો ઊંચા ભાવ બોલાય રહ્યાં છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર ભાવ વધુઘટેતેવી સંભાવનાંછે. નવી લાલ ડુંગળીની આવકો હવે વધતી જશે. નાશીકમાં પણ બજારો ડાઉન છે. જો નીચા ભાવથી નિકાસ વેપારો થાય તો જ બજારને ટેકો મળી શકે તેમ છે, એ સિવાય ભાવ સરેરાશ અથડાયા કરે તેવી ધારણાં છે. હવે ડુંગળીમાં સુધારો થાય તેવા હાલ કોઈસંકેત દેખાતા નથી.

ગુજરાતમાંથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદીનો સાવ ફિયાસ્કો થઈ ગયો છે. ગુજરાતમાં મગફળીનાંપાક ધારણાંથી ઓછો અનેભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ સરકારને મગફળી આપવાને બદલે ખુલ્લા બજારમાં જ વેચાણ કરવું વધારે પસંદ કર્યું છે,જેને પગલે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાંથી મગફળીની ટેકાના ભાવ માત્ર ૨૭૫૪૪ ટનની ખરદી થઈ છે. ગુજરાત સરકારનાં પૂરવઠા
નિગમનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ચોથી ડિસેમ્બર સુધીમાં ૨૭,૫૪૪ ટનની ખરીદી છે જેમાં સૌથી વધુખરીદી રાજકોટ  જિલ્લામાંથી ૬૩૫૯.૪૬ ટનની થઈ છે. જ્યારે ગીરસોમનાથ જિલ્લામાંથી
૩૯૪૧.૭૯ ટનની ખરીદી થઈ છે. જૂનાગઢ જિલ્લામાંથી ૨૪૬૭.૩૫ ટનની થઈ છે.

ઘઉં બજારમાં ભાવ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે અને નવી સિઝન સુધી ઊંચા રહે તેવી ધારણાં છે. વૈશ્વિક બજારમાં ઘઉંનાં ભાવ નવ વર્ષની ઊંચી સપાટી પર સ્ટેબલ છે. ભારતીય ઘઉંની નિકાસ માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો  છે. ખેડૂત મિત્રોએ પોતાની પાસે બિયારણનો વપરાશ કર્યં બાદ જે ઘઉં પડ્યાં હોય તે હવેથોડું-થોડું વેચાણ કરી દેવુંજોઈએ, જેથી સરેરાશ ઘઉંની બજારમાં આગળ ઉપર નવી સિઝન શરૂ થાય ત્યારેભાવ ઘટેતો પણ તેની અસર થાય નહીં. ઘઉંનાં વેપારીઓ કહેછે કે નવી સિઝન સુધી ભાવ મજબૂત રહે તેવી ધારણાં છે. વૈશ્વિક બજારો તુટેતો જ સ્થાનિક બજારમાં ઘટાડો આવશે, એ સિવાય ખાસ કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી. હાલ દેશમાં ખુલ્લા બજારમાં વેચવાલી ઓછી છે અને નિકાસ વેપારો ખૂબ જ સારા થઈ રહ્યાં છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન આશરે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી સંભાવનાં છે

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1510

1760

ઘઉં લોકવન 

404

426

ઘઉં ટુકડા 

415

492

જુવાર સફેદ 

362

605

બાજરી 

295

418

તુવેર 

1080

1250

ચણા પીળા 

751

1000

અડદ 

950

1475

મગ 

1000

1424

વાલ દેશી 

825

1245

ચોળી 

925

1321

કળથી 

650

845

એરંડા 

1010

1280

અજમો 

1525

2145

સુવા 

875

1105

કાળા તલ 

2080

2750

ધાણા 

1250

1650

જીરું 

2800

3015

ઇસબગુલ 

1625

2285

રજકાનું બી 

3500

4800 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1672

ઘઉં લોકવન 

380

422

ઘઉં ટુકડા 

400

425

ચણા 

700

915

અડદ 

700

1517

તુવેર 

900

1161

તલ 

1850

2148

જીરું 

2500

3120

ધાણા 

1450

1615

સોયાબીન 

1100

1422 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1761

ઘઉં 

404

448

જીરું 

2101

3081

તલ 

1476

2221

ચણા 

700

946

મગફળી ઝીણી 

850

1206

મગફળી જાડી 

775

1231

ડુંગળી 

91

441

સોયાબીન 

1091

1376

ધાણા 

900

1571

તુવેર 

751

1231

મગ 

726

1381

ઘઉં ટુકડા 

406

524

શીંગ ફાડા 

951

1491 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

900

1765

ઘઉં 

388

445

જીરું 

2240

3180

તલ 

1200

2305

ચણા 

650

980

જુવાર 

259

357

સોયાબીન 

1252

1341

ધાણા 

1295

1531

તુવેર 

730

1150

અડદ 

755

1400