આજ તારીખ 22/11/2021, સોમવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
બાજરીનાં ભાવમાં હજી સુધારો થવાની સંભાવનાં છે. બાજરીની આવકો હાલ ઓછી છે અને ચોમાસું સારી ક્વોલિટીની બાજરી બહુ ઓછી થઈ છે. પાછોતરો વરસાદ પડ્યો હોવાથી રાજસ્થાનમાં બાજરી કાળી વધારે પડી ગઈ હતી, પરિણામે સારી બાજરીનાં ભાવ અત્યારે સારા છે.ખાનાર વર્ગની શિયાળો શરૂ થત્તા માંગ સારી હોવાથી બિલ્ટીનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૨૦૦૦ જેવા બોલાય રહ્યં છે, જ્યારે પીઠાઓમાં સારી બાજરીનાં ભાવ રૂ.૩૫૦થી ૪૦૦ની વચ્ચે ક્વોટ થઈ રહ્યાછે. આગામી દિવસોમાં સારી બાજરીના ભાવમાં હજી પણ મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બાજરીની આવકો હાલ ઓછી છે. ડીસા જેવા સેન્ટરમાં પણ હાલ દૈનિક ૫૦૦થી ૧૦૦૦ ગુણીની આવક માંડ થાય છે. બજારનો ટ્રેન્ડ હાલ મજબૂત છે. શિયાળો હોવાથી બાજરીની માંગ સારી રહે તેવી સંભાવનાં છે, પરિણામે ખેડૂતોએ પણ નીચા ભાવથી વેચાણ ન કરવાની સલાહ છે.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
નાળીયેર | 500 | 1900 |
કપાસ | 611 | 1673 |
લાલ ડુંગળી | 135 | 560 |
સફેદ ડુંગળી | 125 | 642 |
મગફળી | 901 | 1066 |
જુવાર | 250 | 428 |
બાજરી | 272 | 504 |
ઘઉં | 337 | 516 |
અડદ | 670 | 1601 |
મગ | 821 | 1250 |
તલ કાળા | 2291 | 2534 |
ચણા | 611 | 1150 |
તલ સફેદ | 1860 | 2273 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1726 |
ઘઉં | 404 | 461 |
જીરું | 2151 | 2981 |
તલ | 1700 | 2211 |
ચણા | 736 | 971 |
મગફળી ઝીણી | 900 | 1211 |
મગફળી જાડી | 825 | 1191 |
ડુંગળી | 81 | 446 |
સોયાબીન | 1021 | 1301 |
ધાણા | 1000 | 1571 |
તુવેર | 1001 | 1141 |
મગ | 676 | 1201 |
ઘઉં ટુકડા | 408 | 521 |
શીંગ ફાડા | 941 | 1531 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1742 |
ઘઉં | 407 | 426 |
જીરું | 2140 | 2940 |
તલ | 1000 | 2315 |
ચણા | 650 | 1012 |
મગફળી ઝીણી | 898 | 1212 |
મગફળી જાડી | 9002 | 1120 |
જુવાર | 289 | 460 |
સોયાબીન | 1000 | 1280 |
મકાઇ | 350 | 350 |
ધાણા | 1230 | 1510 |
તુવેર | - | - |
તલ કાળા | 1075 | 2899 |
મગ | 980 | 1005 |
અડદ | 700 | 1455 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1520 | 1721 |
ઘઉં | 401 | 423 |
જીરું | 2511 | 2941 |
રાયડો | 1350 | 1430 |
લસણ | 275 | 601 |
મગફળી ઝીણી | 835 | 1185 |
મગફળી જાડી | 880 | 1172 |
તલ કાળા | 2090 | 2700 |
મેથી | 1040 | 1350 |
એરંડા | 1151 | 1258 |
ધાણા | 1300 | 1580 |
રજકાનું બી | 2800 | 5260 |
રાય | 1400 | 1620 |
ઈસબગુલ | 1850 | 2265 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 400 | 446 |
જીરું | 2000 | 2955 |
એરંડા | 1200 | 1270 |
તલ | 1960 | 2215 |
બાજરો | 392 | 454 |
મગફળી ઝીણી | 1000 | 1565 |
મગફળી જાડી | 950 | 1080 |
અજમો | 1500 | 2455 |
તલ કાળા | 2450 | 2605 |
અડદ | 1290 | 1435 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 433 |
ચણા | 700 | 958 |
અડદ | 1000 | 1405 |
તુવેર | 1000 | 1173 |
મગફળી ઝીણી | 800 | 1176 |
મગફળી જાડી | 850 | 1144 |
તલ | 1500 | 2205 |
તલ કાળા | 1900 | 2766 |
જીરું | 2100 | 2900 |
ધાણા | 1200 | 1701 |
મગ | 1305 | 1305 |