આજ તારીખ 30/11/2021, મંગળવારના જામનગર, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મગફળીની બજારમાં પાંખી વેચવાલી હોવા છત્તા ભાવમાં નરમાઈ જોવા મળી હતી. એક માત્ર ગોંડલમાં મગફળીની આવકો આજે કરી હતી, જે વધારે થઈ હતી. સીંગતેલ, ખોળ અને દાણા બધામાં જ નરમાઈ હોવાથી મગફળીનાં ભાવમાં ટને રૂ.૧૦થી ૨૦નો ક્વોલિટી મુજબ ઘટાડો આવ્યો હતો. ભાવમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં ચાલુ સીઝનની રેકર્ડબ્રેક અંદાજે રૂ.7.35 કરોડની 61250 મણ મગફળી ઠલવાઇ હતી. હરાજીમાં મગફળીના રૂ.950-1450 ભાવ બોલાયા હતાં. 854 ખેડૂત આવતા 85263 મણ જણસની આવક થઇ હતી. મગફળીની સાથે લસણ, કપાસ, જીરૂ, ધઉં, અજમો, સૂકી ડુંગળીની નોંધપાત્ર આવક થઇ હતી.મગફળીની સીઝન શરૂ થતાં જામનગર માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઇ રહી છે.
અમરેલી જિલ્લામાં ઓણસાલ પુરતા પ્રમાણમાં વરસાદ પડતાં કપાસ ઉપરાંત મગફળીનું વિપુલ ઉત્પાદન અને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી જગતાત ગણાતા ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસની ભરપૂર આવક થયા બાદ હવે મગફળીની પણ વિપુલ આવક અને પુરતા પ્રમાણમાં ભાવ મળતાં ખેડૂતો ખૂશ થઈ રહૃાા છે.
તા. 1 ડિસેમ્બરે રાજ્યના મોટાભાગના સ્થળોએ વરસાદ ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી ભર શિયાળે જારી કરાઈ છે. તા.૨ના પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લા માં ભારે વરસાદની તો સૌરાષ્ટ્રના રાજકોટ,જુનાગઢ સહિત મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. તા.૩ના હવામાન ચોખ્ખુ થવા લાગે તેવી પણ શક્યતા છે.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
નાળીયેર | 642 | 1648 |
કપાસ | 732 | 1694 |
લાલ ડુંગળી | 92 | 401 |
સફેદ ડુંગળી | 111 | 588 |
મગફળી | 800 | 1280 |
જુવાર | 252 | 461 |
બાજરી | 301 | 1535 |
ઘઉં | 378 | 473 |
અડદ | 545 | 1392 |
મગ | 1490 | 2350 |
સોયાબીન | 1090 | 1198 |
ચણા | 600 | 1165 |
તલ સફેદ | 1601 | 2209 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 1640 |
ઘઉં લોકવન | 380 | 431 |
ઘઉં ટુકડા | 390 | 436 |
બાજરો | 300 | 350 |
ચણા | 700 | 1000 |
અડદ | 800 | 1478 |
તુવેર | 900 | 1155 |
મગફળી ઝીણી | 900 | 1101 |
મગફળી જાડી | 850 | 1128 |
તલ | 1500 | 2250 |
તલ કાળા | 1900 | 2542 |
જીરું | 2100 | 2990 |
ધાણા | 1200 | 1602 |
સોયાબીન | 1000 | 1301 |
ગમગવાર | 1030 | 1030 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1011 | 1721 |
ઘઉં | 406 | 450 |
જીરું | 2201 | 3021 |
તલ | 1401 | 2291 |
ચણા | 701 | 941 |
મગફળી ઝીણી | 851 | 1156 |
મગફળી જાડી | 766 | 1151 |
ડુંગળી | 91 | 466 |
સોયાબીન | 1050 | 1246 |
ધાણા | 800 | 1576 |
તુવેર | 1050 | 1171 |
મગ | 951 | 1381 |
ઘઉં ટુકડા | 408 | 500 |
શીંગ ફાડા | 941 | 1491 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1530 | 1735 |
ઘઉં લોકવન | 404 | 428 |
ઘઉં ટુકડા | 410 | 484 |
જુવાર સફેદ | 365 | 581 |
બાજરી | 215 | 425 |
તુવેર | 600 | 1151 |
ચણા પીળા | 825 | 980 |
અડદ | 750 | 1516 |
મગ | 1000 | 1418 |
વાલ દેશી | 925 | 1241 |
ચોળી | 825 | 1321 |
મઠ | 1350 | 1550 |
કળથી | 640 | 890 |
એરંડા | 1197 | 1264 |
અજમો | 1450 | 2160 |
સુવા | 860 | 1085 |
સોયાબીન | 1170 | 1262 |
કાળા તલ | 2150 | 2644 |
ધાણા | 1250 | 1550 |
જીરું | 2511 | 2971 |
ઇસબગુલ | 1680 | 2260 |
રજકાનું બી | 3400 | 4800 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1300 | 1740 |
ઘઉં | 380 | 441 |
જીરું | 2200 | 3095 |
એરંડા | 1200 | 1258 |
બાજરો | 350 | 444 |
ચણા | 830 | 930 |
મગફળી ઝીણી | 900 | 1265 |
મગફળી જાડી | 850 | 1039 |
ડુંગળી | 50 | 400 |
લસણ | 235 | 750 |
અજમો | 1145 | 3000 |
મગ | 950 | 1280 |
અડદ | 1000 | 1500 |