આજ તારીખ 07/12/2021, મંગળવાર અમરેલી, જામનગર, રાજકોટ, અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આમ તો રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા કહી શકાય એવા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રવિવાર બપોર પછી મગફળીના વાહનોને એન્ટ્રી આપતા 4 કલાકમાં છલકાઇ ગયું હતું. સાંજના 6 કલાકે આવક સ્ટોપ કરી દેવામાં આવ્યાનું યાર્ડસૂત્રોએ કહ્યું હતું. યાર્ડની શેરીઓ ઉપરાંત વિશાળ મેદાનમાં નકરી મગફળીની જ આવક નજરે પડતી હતી. રાજકોટ યાર્ડના સેક્રેટરી બી. આર. તેજાણીએ કહ્યું હતું કે ગઇકાલની મગફળીની આવક અંદાજે 1.40 લાખ ગુણી જેટલી થવા પામી છે, જે આ સિઝનની સર્વોચ્ચ આવક ગણી શકાય. હવે, જ્યાં સુધી ઉતરેલ જથ્થાના વેપાર ન થાય, ત્યાં સુધી નવી આવકને બ્રેક મારવામાં આવી છે. મગફળીની હરરાજીમાં નજર કરતાં ઓઇલ મિલર્સ ને દાણાની નિકાસકર્તાઓની લેવાલી સારી હોવાથી મગફળીની બજારો ટકેલી રહી છે.
આમ ખુલ્લા પીઠાઓમાં ટેકાના ભાવ કરતાં સારા ભાવ ઉપજતાં ખેડૂતોએ ટેકાની ખરીદી તરફ માથું ટેકવ્યું નથી. એટલે જ સરકારે અત્યાર સુધીમાં બોલાવેલ ખેડૂતોમાંથી માત્ર 10 ટકા ખેડૂતો આવ્યાનું સરકારી ચોપડે નોંધાયું છે. યાર્ડમાં મગફળી વેચવા આવનાર ખેડૂતો પણ કહેતા હતા કે ભગવાન કરે ને બજારો આમને આમ ટકેલી રહે, તો સરકારની લાંબી-લચ પળોજણથી ભરેલ ટેકાની ખરીદીમાં જવામાં જરાય રસ નથી.
ડુંગળીની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. લાલ ડુંગળીની આવકો વધી રહી છે, પંરતુ સામે સારી ક્વોલિટીની આવકોમાં ઘરાકી હોવાથી તેનાં ભાવ સેન્ટર મુજબ રૂ.400થી 500ની વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર બજારમાં આવકો વધશે તેમ ભાવ દબાય તેવી સંભાવનાં છે. મહુવામાં લાલ ડુંગળીની 13 હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.93થી 565નાં હતાં. જ્યારે સફેદની 6500 કટ્ટાની આવક સામે ભાવ રૂ.100થી 512નાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની 16800 કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.81થી 441નાં હતાં. રાજકોટમાં 5500 ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.80થી 425નાં ભાવ હતાં. ડુંગળીમાં હજી એકાદ સપ્તાહ બાદ આવકો વધે તેવી સંભાવનાં છે. 15મી ડિસેમ્બર બાદ લગ્નગાળાની સિઝન પૂરી થશે તેવી આવકો વધે તેવી સંભાવનાં છે.
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1040 | 1781 |
ઘઉં | 405 | 426 |
જીરું | 2300 | 3149 |
તલ | 1300 | 2348 |
ચણા | 695 | 950 |
જુવાર | 250 | 462 |
સોયાબીન | 1225 | 1323 |
ધાણા | 1085 | 1500 |
તુવેર | 800 | 1033 |
અડદ | 650 | 1125 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1490 | 1755 |
ઘઉં લોકવન | 404 | 430 |
ઘઉં ટુકડા | 418 | 495 |
જુવાર સફેદ | 361 | 590 |
બાજરી | 350 | 444 |
તુવેર | 751 | 1212 |
ચણા પીળા | 750 | 942 |
અડદ | 950 | 1511 |
મગ | 1000 | 1400 |
વાલ દેશી | 920 | 1200 |
ચોળી | 850 | 1345 |
કળથી | 650 | 940 |
એરંડા | 1215 | 1265 |
અજમો | 1550 | 2150 |
સુવા | 825 | 1115 |
કાળા તલ | 2040 | 2750 |
ધાણા | 1350 | 1650 |
જીરું | 2820 | 3018 |
ઇસબગુલ | 1650 | 2260 |
રજકાનું બી | 3000 | 4400 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1756 |
ઘઉં | 404 | 432 |
જીરું | 2100 | 3001 |
એરંડા | 1101 | 1236 |
તલ | 1200 | 2221 |
ચણા | 696 | 941 |
મગફળી ઝીણી | 825 | 1236 |
મગફળી જાડી | 770 | 1221 |
ડુંગળી | 81 | 421 |
સોયાબીન | 1100 | 1346 |
ધાણા | 1101 | 1621 |
તુવેર | 726 | 1171 |
મગ | 776 | 1421 |
મરચા સુકા | 300 | 3001 |
ઘઉં ટુકડા | 406 | 500 |
શીંગ ફાડા | 1000 | 1486 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1760 |
ઘઉં | 380 | 420 |
જીરું | 2350 | 2375 |
એરંડા | 1200 | 1258 |
બાજરો | 370 | 411 |
મગફળી ઝીણી | 980 | 1300 |
મગફળી જાડી | 940 | 1060 |
લસણ | 185 | 510 |
અજમો | 1305 | 3270 |
અડદ | 1290 | 1475 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1766 |
ઘઉં | 410 | 460 |
જીરું | 2240 | 3030 |
તલ | 1630 | 2250 |
બાજરો | 308 | 458 |
ચણા | 622 | 924 |
મગફળી ઝીણી | 800 | 1248 |
તલ કાળા | 2010 | 2590 |
અડદ | 465 | 1453 |
મેથી | 1125 | 1325 |
રાઈ | 1595 | 1640 |