આજ તારીખ 02/12/2021, ગુરુવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદ અને તોફાની પવનથી જનજીવન ઠંડીમાં ઠુંઠવાયું છે. 22 થી 25 કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફુંકાતા અને રાત્રે વરસાદથી મીની વાવાઝોડું સર્જાયું હતું. માવઠાથી ભારે નુકસાન થવા પામ્યું છે. તો માર્કેટીંગ યાર્ડમાં 50 હજાર મણ મગફળી પલળી જતાં લાખોનું નુકસાન થવા પામ્યું છે.
જૂનાગઢ જીલ્લામા માવઠા ના લીધે રવી પાક ની સીઝન માં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે ખેડૂતો ના મતે હાલ શીયાળુ પાકમાં 50 % જેટલી નુકશાની થઇ શકે છે અને ઉત્પાદન ઓછું થઇ શકે ત્યારે રવી સીઝન માં કપાસ , ઘવ , જીરું , ચણા અને તુવેર ના પાક માં નુકશાની જવાની ભીતી સેવી રહ્યા છે.
જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે યાર્ડ પ્રસાશન દ્વારા લેવાયો નિર્ણય, ખુલ્લામાં રહેલ જણસોને સલામત સ્થળે ખસેડવા અપાઈ સૂચના જણસો ઉપર તાલપત્રી અથવા પ્લાસ્ટિક ઢાકવા વેપારીઓને અપાઈ સૂચના, જામનગર સહિત રાજ્યમાં તા. એકથી ત્રણ ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. આ આગાહી વચ્ચે જિલ્લાના ખેડૂતોને ખેતી પાકોમાં થનાર સંભવીત નુકશાનથી બચવા જરૂૂરી તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરાઈ છે.આ સંભવીત કમોસમી વરસાદના પગલે જીરા, ધાણાના પાકમાં ઉગાવો અને વૃદ્ધિની સ્થિતીમાં બીજનુ ધોવાણ, ઉભા પાકમાં ફુગ જન્ય સુકારો, રોગના ઉદ્રવની સંભવના, છોડનુ જમીન સાથે ચોંટીને સુકાઈ જવુ વગેરે જેવા નુકશાન થઈ શકે છે. પાકની કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહીં તે જણસને પાકના ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવી વગેરે તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવાયું છે.
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1450 | 1738 |
ઘઉં લોકવન | 404 | 425 |
ઘઉં ટુકડા | 411 | 478 |
જુવાર સફેદ | 351 | 575 |
બાજરી | 325 | 421 |
તુવેર | 999 | 1200 |
ચણા પીળા | 751 | 918 |
અડદ | 650 | 1510 |
મગ | 1031 | 1367 |
વાલ દેશી | 921 | 1235 |
ચોળી | 825 | 1321 |
મઠ | 1450 | 1520 |
કળથી | 650 | 805 |
એરંડા | 1161 | 1267 |
અજમો | 1450 | 2165 |
સુવા | 850 | 980 |
કાળા તલ | 2150 | 2475 |
ધાણા | 1050 | 1530 |
જીરું | 2680 | 2930 |
ઇસબગુલ | 1650 | 2285 |
રજકાનું બી | 3500 | 4500 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 1632 |
ઘઉં લોકવન | 380 | 421 |
ઘઉં ટુકડા | 400 | 421 |
ચણા | 700 | 951 |
અડદ | 800 | 1461 |
તુવેર | 900 | 1180 |
મગફળી ઝીણી | 850 | 1005 |
મગફળી જાડી | 800 | 1062 |
તલ | 1520 | 2156 |
જીરું | 2500 | 2901 |
ધાણા | 1200 | 1520 |
સોયાબીન | 1150 | 1284 |
ગમગવાર | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 901 | 1686 |
ઘઉં | 404 | 470 |
જીરું | 2151 | 3041 |
તલ | 1401 | 2251 |
ચણા | 721 | 926 |
મગફળી ઝીણી | 825 | 1136 |
મગફળી જાડી | 770 | 1151 |
ડુંગળી | 101 | 506 |
સોયાબીન | 1071 | 1276 |
ધાણા | 1100 | 1581 |
તુવેર | 901 | 1161 |
મગ | 876 | 1361 |
ઘઉં ટુકડા | 406 | 500 |
શીંગ ફાડા | 1001 | 1446 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 990 | 1695 |
ઘઉં | 407 | 416 |
તલ | 1580 | 2228 |
ચણા | 850 | 922 |
સોયાબીન | 1228 | 1231 |
તલ કાળા | 1100 | 2592 |
ઘઉં ટુકડા | 401 | 445 |