આજ તારીખ 14/12/2021, મંગળવારના અમરેલી, જામનગર, રાજકોટ, જુનાગઢ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ડુંગળીનાં ભાવમાં મજબૂતાઈ હતી. ડુંગળીમા બિયારણની માંગને કારણે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે ડુંગળીમાં લેવાલી સારી છે. આવકો પણ વધી રહી છે, પંરતુ સારી ક્વોલિટીમાં બજારો મજબૂત છે. મધ્યપ્રદેશમાં તાજેતરમાં પડેલા વરસાદથી ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ત્યાં પાકમાં થોડો બગાડ આવ્યો હોવાનાં સમાચાર છે. રાજકોટમાં આઠ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૧૦૦થી ૪૬૦નાં હતાં. ગોંડલમાં ૨૪ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૦થી ૪૭૧ના ભાવ હતાં. બિયારણ ક્વોલિટીની ડુંગળીનાં ભાવ રૂ.૪૦૦ની ઉપર ક્વોટ થતાં હતાં. મહુવામાં લાલ ડુંગળીની ૧૭ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૨થી ૪૮૨નાં ભાવ હતાં. જ્યારે સફેદમાં ૬૨૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૫૧૩નાં ભાવ હતાં. ડુંગળીનાં વેપારીઓ કહેછે કે બજારમાં હાલનાં તબક્કે સરેરાશ લેવાલી ચાલુ રહેશે તો ભાવમાં નજીવો વધારો થાય તેવી ધારણાં છે. બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હાલ નથી.
મગફળીનાં ભાવમાં વેચવાલીનાં અભાવે મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઘટી ગઈ છે. ડીસામાં પણ આજે આવકો ઘટીને ૯ હજાર ગુણીની અંદર આવી ગઈ હતી, જોકે ગત વર્ષની તુલનાએ ૩૦ ટકા જેવી આવકો વધારે આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગોંડલમાં આવતીકાલે આવકો શરૂ કરવાનાં છે ત્યાં કેટલી આવક થાય છે તેનાં ઉપર પણ સૌની નજર છે. છેલ્લે ગત સપ્તાહે આવક કરી ત્યારે ૧.૩૦ લાખ ગુણી જેવી આવક થઈ હતી.
બાજરીની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બાજરીની આવકો ઓછી થવા લાગી હોવાથી ભાવમાં સોમવારે મણે રૂ.૧૦નો સુધારો જોવા મળ્યો હતો. બાજરીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 424 |
ઘઉં ટુકડા | 390 | 443 |
બાજરો | 350 | 426 |
ચણા | 750 | 970 |
અડદ | 780 | 1466 |
કપાસ | 1320 | 1712 |
તુવેર | 900 | 1290 |
મગફળી ઝીણી | 850 | 1114 |
મગફળી જાડી | 800 | 1168 |
સિંગફાડા | 1150 | 1300 |
તલ | 1500 | 2186 |
તલ કાળા | 2000 | 2428 |
જીરું | 2650 | 2810 |
ધાણા | 1450 | 1700 |
મગ | 1250 | 1436 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1826 |
ઘઉં | 408 | 440 |
જીરૂ | 2005 | 2935 |
એરંડા | 1050 | 1192 |
તલ | 1565 | 2191 |
બાજરો | 376 | 471 |
ચણા | 700 | 1051 |
મગફળી જીણી | 985 | 1130 |
મગફળી જાડી | 925 | 1131 |
જુવાર | 305 | 454 |
સોયાબીન | 1150 | 1301 |
ધાણા | 1435 | 1520 |
તુવેર | 880 | 1251 |
તલ કાળા | 1835 | 2400 |
મગ | 940 | 1514 |
અડદ | 810 | 1272 |
રાઈ | 1550 | 1580 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1475 | 1762 |
ઘઉં લોકવન | 405 | 435 |
ઘઉં ટુકડા | 413 | 475 |
જુવાર સફેદ | 335 | 605 |
બાજરી | 295 | 415 |
તુવેર | 990 | 1237 |
ચણા પીળા | 750 | 980 |
અડદ | 1000 | 1515 |
મગ | 1100 | 1400 |
વાલ દેશી | 830 | 1240 |
ચોળી | 825 | 1365 |
કળથી | 745 | 980 |
એરંડા | 1175 | 1214 |
અજમો | 1450 | 2105 |
સુવા | 825 | 995 |
કાળા તલ | 1970 | 2505 |
ધાણા | 1290 | 1685 |
જીરું | 2800 | 3066 |
ઇસબગુલ | 1725 | 2185 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1755 |
ઘઉં | 380 | 422 |
જીરું | 2150 | 3095 |
એરંડા | 1100 | 1229 |
બાજરો | 372 | 450 |
મગફળી ઝીણી | 1000 | 1300 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 150 | 430 |
ડુંગળી | 100 | 475 |
મગ | 1200 | 1205 |
અજમો | 1500 | 2660 |
અડદ | 1200 | 1450 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1748 |
ઘઉં | 404 | 429 |
જીરું | 2260 | 3020 |
તલ | 1410 | 2164 |
બાજરો | 338 | 338 |
ચણા | 612 | 860 |
મગફળી ઝીણી | 741 | 1271 |
અડદ | 350 | 1500 |
રાઈ | - | - |