આજ તારીખ 03/12/2021, શુક્રવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ગુજરાતમાં વરસાદી માહોલને પગલે મગફળીની વેચવાલીમાં મોટો ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં મગફળીની આવક ગુરૂવારે ઘટીને ૫૩ હજાર ગુણીની આવક થઈ હતી, જે બુધવારે ૯૦થી ૯૫ હજાર ગુણીની આવક થઈ હતી. આમ આવકોમાં સરેરાશ ૫૦ ટકાનો ઘટાડો થયો હોવાથી મગફળીનાં ભાવમાં મણે રૂ.૨૦થી ૩૦ની તેજી આવી હતી. આગામી દિવસોમાં વાતાવરણની સ્થિતિ કેવી રહે છે તેનાં ઉપર
મગફળીની આવકનો અંદાજ રહેલો છે. મગફળીની આવકો હવે આમ પણ બહુ વધી જાય તેવા સંજોગો ઓછા દેખાય રહ્યાં છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. મગફળીમાં ખાંડીનાં ડિલીવરીનાં ભાવ પિલાણમાં રૂ.૨૧,૦૦૦ વાળા વધીને રૂ.૨૨,૫૦૦ સુધી ધીમી ગતિએ પહોંચી ગયાં છે. આગામી દિવસોમાં લુઝ વધશે તો હજી સુધારો આવી શકે છે.
બાજરીનાં ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. બાજરીની બજારમાં સરેરાશ લેવાલી સારી છે અને સામે વેચવાલી મર્યાદીત છે. ઠંડી વધી રહી હોવાથી અને વરસાદની માહોલ હોવાથી બાજરીમાં ઘરાકી સારી છે, જેને પગલે આગળ ઉપર ભાવ હજી પણ વધે તેવી સંભાવનાં છે. બેદિવસ સરેરાશ આવકો ઓછી રહે તેવી ધારણાં છે. રાજકોટમાં બાજરીની ૧૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૩૨૫થી ૪૨૧નાં હતાં.
સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં પણ કમોસમી વરસાદે કેર વર્તાવ્યો હતો. ભરૃચ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ વિગેરે જિલ્લાઓમાં ઠેરઠેર માવઠાની માઠી અસરના હેવાલો મળી રહ્યા છે. ભરૃચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ માવઠું સર્જાતા ઝરમરિયા અને ઝાપટાં વરસતો રહ્યો હતો. શિયાળાની ઠંડી તેથી વધુ કાતિલ બની હતી. ભરૃચમાં ૩૦ મીમી, જંબુસર - નેત્રંગમાં ૬ મીમી, આમોદમાં ૫ મીમી, અંકલેશ્વરમાં ૨૮ મીમી, હાસોટ, વાગરામાં ૧૯મીમી, વાલિયામાં ૩૭ મીમી, ઝઘડિયામાં ૨૧ મીમી,વરસાદ નોંધાયો છે.
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1450 | 1734 |
ઘઉં લોકવન | 405 | 421 |
ઘઉં ટુકડા | 409 | 470 |
જુવાર સફેદ | 335 | 590 |
બાજરી | 315 | 411 |
તુવેર | 600 | 1250 |
ચણા પીળા | 721 | 940 |
અડદ | 850 | 1480 |
મગ | 1011 | 1450 |
વાલ દેશી | 925 | 1261 |
ચોળી | 850 | 1321 |
મઠ | 1400 | 1500 |
કળથી | 641 | 805 |
એરંડા | 1191 | 1268 |
અજમો | 1525 | 2160 |
સુવા | 865 | 1100 |
કાળા તલ | 2040 | 2540 |
ધાણા | 1375 | 1550 |
જીરું | 2640 | 2911 |
ઇસબગુલ | 1650 | 2305 |
રજકાનું બી | 3200 | 4400 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 1650 |
ઘઉં લોકવન | 390 | 420 |
ઘઉં ટુકડા | 400 | 430 |
ચણા | 780 | 902 |
અડદ | 800 | 1536 |
તુવેર | 950 | 1170 |
મગફળી ઝીણી | 800 | 986 |
મગફળી જાડી | 850 | 974 |
તલ | 1400 | 2161 |
જીરું | 2700 | 2932 |
ધાણા | 1200 | 1515 |
સોયાબીન | 1150 | 1301 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1060 | 1691 |
ઘઉં | 404 | 478 |
જીરું | 2201 | 2991 |
તલ | 1700 | 2191 |
ચણા | 721 | 941 |
મગફળી ઝીણી | 840 | 1141 |
મગફળી જાડી | 780 | 1166 |
ડુંગળી | 71 | 536 |
સોયાબીન | 1071 | 1301 |
ધાણા | 800 | 1561 |
તુવેર | 1021 | 1161 |
મગ | 751 | 1331 |
ઘઉં ટુકડા | 406 | 518 |
શીંગ ફાડા | 931 | 1536 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1271 | 1731 |
ઘઉં | 390 | 430 |
જીરું | 2111 | 2951 |
તલ | 1811 | 2521 |
ચણા | 751 | 901 |
મગફળી જાડી | 921 | 1146 |
જુવાર | 251 | 351 |
સોયાબીન | 1141 | 1301 |
ધાણા | 1360 | 1521 |
તુવેર | 1001 | 1151 |
અડદ | 951 | 1491 |