આજ તારીખ 01/12/2021, બુધવારના મોરબી, અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મગફળીની બજારમાં ઠંડો માહોલ યથાવત છે. વરસાદી માહોલને પગલે મગફળીની બજારમાં નવું કોઈને કંઈ લેવું નથી અને તેલ, ખોળ અને દાણા બધુ જ ડાઉન-ડાઉન છે. પરિણામે મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં છે. હાલમાં કોઈ લેવાલ નથી એટલે બજારનો ટોન આખો નરમ બની ગયો છે.
ડુંગળીની બજારમાં ભાવ સડસડાટ ઘટી રહ્યા છે. જે સેન્ટરોમાં ભાવ ઊંચા હતા ત્યા પણ હવે સારી ક્વોલિટીમાં ભાવ નીચા બોલાવા લાગ્યાં છે. નવી લાલ ડુંગળીની આવકો સતત વધી રહી છે અને ગુજરાતમાં વાવેતર પણ વધી રહ્યું છે જેને પગલે સ્ટોકમાં પડેલી ડુંગળી હવે બજારમાં ઠલવાઈ રહી છે.
ડુંગળીનાં વેપારીઓ કહેછેકે ટૂંકાગાળા માટે હવે ભાવ ઘટતા રહે તેવી ધારણાં છે. બે દિવસ વરસાદની આગાહી હોવાથી જો ડુંગળીનાં સ્ટોકમાં બગાડ થયો તો નબળી ક્વોલિટીની વેચવાલી વધી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં રવિ સિઝનમાં ડુંગળીનાં વાવેતરમાં ૨૯મી નવેમ્બર સુધીનાં આંકડાઓ મુજબ ૩૧ ટકાનો વધારો થઈને ૪૬ હજાર હેકટર ઉપરમાં વાવેતર થયું છે. ખાસ કરીને ઊંચા ભાવ હોવાથી ખેડૂતોએ વાવેતર વધાર્યું છે.
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 410 | 418 |
બાજરી | 291 | 475 |
અડદ | 626 | 1570 |
મગ | 652 | 1326 |
તલ | 1140 | 2240 |
કાળા તલ | 1642 | 2564 |
ચણા | 701 | 881 |
મગફળી ઝીણી | 911 | 1165 |
કપાસ | 1001 | 1609 |
જીરું | 2125 | 2925 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1435 | 1655 |
ઘઉં લોકવન | 380 | 426 |
ઘઉં ટુકડા | 400 | 431 |
બાજરો | 300 | 300 |
ચણા | 700 | 900 |
અડદ | 800 | 1444 |
તુવેર | 900 | 1179 |
મગફળી ઝીણી | 900 | 1020 |
મગફળી જાડી | 850 | 1120 |
તલ | 1500 | 2186 |
જીરું | 2600 | 2760 |
ધાણા | 1200 | 1639 |
સોયાબીન | 1100 | 1301 |
ગમગવાર | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1061 | 1686 |
ઘઉં | 406 | 450 |
જીરું | 2151 | 3081 |
તલ | 1400 | 2271 |
ચણા | 721 | 941 |
મગફળી ઝીણી | 840 | 1151 |
મગફળી જાડી | 775 | 1171 |
ડુંગળી | 81 | 401 |
સોયાબીન | 1121 | 1281 |
ધાણા | 1100 | 1601 |
તુવેર | 900 | 1161 |
મગ | 801 | 1311 |
ઘઉં ટુકડા | 406 | 484 |
શીંગ ફાડા | 900 | 1481 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1500 | 1720 |
ઘઉં લોકવન | 405 | 426 |
ઘઉં ટુકડા | 412 | 480 |
જુવાર સફેદ | 335 | 501 |
બાજરી | 290 | 411 |
તુવેર | 1000 | 1180 |
ચણા પીળા | 718 | 905 |
અડદ | 760 | 1530 |
મગ | 1250 | 1425 |
વાલ દેશી | 880 | 1268 |
ચોળી | 840 | 1365 |
મઠ | 1400 | 1525 |
કળથી | 631 | 790 |
એરંડા | 1175 | 1269 |
અજમો | 1550 | 2140 |
સુવા | 850 | 1101 |
કાળા તલ | 2100 | 2700 |
ધાણા | 1350 | 1600 |
જીરું | 2685 | 3050 |
ઇસબગુલ | 1690 | 2240 |
રજકાનું બી | 3000 | 4200 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1700 |
ઘઉં | 383 | 426 |
જીરું | 1700 | 2840 |
તલ | 1250 | 2246 |
ચણા | 645 | 934 |
મગફળી જાડી | 966 | 1104 |
જુવાર | 351 | 440 |
સોયાબીન | 1189 | 1230 |
ધાણા | 1255 | 1420 |
તુવેર | 750 | 890 |
તલ કાળા | 1212 | 2635 |
અડદ | 645 | 934 |