ડુંગળીની બજારમાં વરસાદી માહોલને કારણે લેવાલી એકદમ ઘટી ગઈ છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીનાં પાક ઉપર પાણી અડશે તો પણ વેચવાલી વધી જાય તેવી સંભાવનાએ આજે ડુંગળીનાં ભાવમાં મણે રૂ.20 થી 40 નો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં બજારો હજી નીચા રહે તેવી ધારણાં છે. મહુવામાં લાલ ડુંગળીની ૧૩ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.106 થી 441 નાં હતાં. જ્યારે સફેદમાં 5600 થેલાની આવક સામે ભાવ રૂ. 110 થી ૫૨૩નાં હતાં.
ડુંગળીનાં વાવેતર પણ ઓછા થાય તેવી અત્યારે ચર્ચા ચાલી રહી છે, પંરતુ આગામી પંદરેક દિવસ બાદ વાવેતરનો સાચો ટ્રેન્ડ જાણવા મળી શકાશે. હાલનાં તબક્કેડુંગળીની બજારમાં સરેરાશ બે તરફી બજારો અથડાયા કરે તેવી સંભાવનાં છે
ડુંગળી ઉત્પાદક ખેડૂતોનું કહેવું છે કે, ઓછા ભાવથી તેમની પાછળનો ખર્ચ પણ નહીં નીકળે. કારણ કે ડીઝલના ભાવમાં વધારો થયો છે. ખેતીની તૈયારીનો ખર્ચ વધી ગયો છે. ખાતરના ભાવ આસમાને છે. ખેતરોમાં કામ કરતા લોકોના વેતનમાં પણ વધારો થયો છે. અમારી મહેનતનો બધો નફો વચેટિયાઓ અને છૂટક વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
ડુંગળીની બજારમાં મોટી અફરાતફરી થઈ રહી હોવાથી ખેડૂતો પણ તેજી-મંદીને લઈને મુંઝવણમા છે. ડુંગળીનાં ભાવ મંગળવારે મહુવા યાર્ડમાં ઊંચામાં એક વકલમાં રૂ.823 સુધીનાં ભાવ બોલાયા હોવાથી ખેડૂતોને તેજી થવાની આશા દેખાવા લાગી છે. વળી આવા એકાદ વકલનાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યાં હોવાથી ખેડૂતોને ઊંચા ભાવની આશા જાગી છે,
કાલના (તા. 18/11/2021, ગુરૂવારના) લાલ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 120 | 480 |
મહુવા | 106 | 441 |
ગોંડલ | 81 | 441 |
જેતપુર | 71 | 251 |
વિસાવદર | 80 | 310 |
અમરેલી | 150 | 350 |
મોરબી | 200 | 500 |
અમદાવાદ | 150 | 360 |
દાહોદ | 300 | 600 |
કાલના (તા. 18/11/2021, ગુરૂવારના) સફેદ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 110 | 523 |