કપાસમાં સવારે તેજી રહ્યા બાદ બપોર બાદ ભાવમાં રૂ.10નો ઘટાડો થયો હતો. સોમવારે પીઠાઓમાં કપાસની 1.83 લાખ મણની આવક હતી. મહારાષ્ટ્ર, મેઇન લાઇન, આંધ્ર-કર્ણાટક અને લોકલ મળી કપાસમાં કુલ 500 ગાડીના રૂ.1600 – 1675ના ભાવે કામકાજ હતા. બ્રોકરોના મતે, સવારે એમસીએક્સ વાયદો 300 પોઇન્ટ અપ હતો, બપોરે 350 સુધી માઇનસ થયો, કલાકોની અંદર 650 પોઇન્ટની અફડા-તફડી દેખાઇ હતી. બજારમાં આવી અનિશ્ચિતતાભરી સ્થિતિ ક્યારેય જોવા મળી નથી. બજાર કઇ તરફ જવા માગે છે સમજાતું નથી, ડીસ્પેરિટી વચ્ચે જીનર્સો પાસે ખરીદવાની જગ્યા છે પરંતુ તેના ભાવથી મળે તો. યાર્ડોમાં ગામડેથી કપાસની આવક થોડી ઘટી હતી, મણના રૂ,800 -1735ના ભાવે સોદા પડ્યા હતા.
આગાહી: ગુજરાતમાં ફરી આગામી બે-ત્રણ દિવસ કમોસમી વરસાદની સંભાવનાં છે. ગુજરાતમાં તા.30 નવે., પહેલી અને બીજી ડિસેમ્બરે વરસાદની સંભાવનાં છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ વિસ્તારમાં વરસાદની સંભાવના છે. 30મી નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે પહેલી અને બીજી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં પડી શેક છે. જ્યારે સૌરાષ્ટ્રમં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદની સંભાવનાં છે. બીજી ડિસેમ્બરે ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.
બનાસકાઠાં, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગર અને તાપીમાં કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની પણ સંભાવનાં હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ખેડૂત મિત્રોએ ખેતીમાં સંભવિત વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી ખેતી કાર્યો કરવાની સૂચના કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. જો આગાહી મુજબ વરસાદ આવશે તો કટેલાક વિસ્તારમાં રવી પાકોને અસર થાય તેવી સંભાવના છે. ખાસ કરીને ધાણા-જીરૂનાં વાવેતરને અસર થવાની સંભાવનાં વધારે છે. આ ઉપરાંત રાયડામાં પણ નુકસાનની સંભાવનાં છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં કાલાવડ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1756 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ ગઈકાલના 30 નવેમ્બર 2021 ને મંગળવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1540 | 1740 |
અમરેલી | 1100 | 1735 |
સાવરકુંડલા | 1300 | 1727 |
મહુવા | 800 | 1696 |
કાલાવડ | 1000 | 1756 |
ગોંડલ | 1001 | 1726 |
જસદણ | 1000 | 1710 |
બોટાદ | 1050 | 1750 |
જામજોધપુર | 1500 | 1710 |
ભાવનગર | 1535 | 1682 |
બાબરા | 1570 | 1735 |
જામનગર | 850 | 1745 |
વાંકાનેર | 920 | 1717 |
મોરબી | 1201 | 1717 |
હળવદ | 1351 | 1706 |
બગસરા | 1100 | 1763 |
જુનાગઢ | 1400 | 1668 |
ઉપલેટા | 1050 | 1720 |
ધોરાજી | 1196 | 1726 |
વિછીયા | 1350 | 1700 |
લાલપુર | 1350 | 1726 |
ખંભાળિયા | 1550 | 1688 |
પાલીતાણા | 1100 | 1680 |
ધનસુરા | 1550 | 1657 |
વિજાપુર | 1100 | 1717 |
ગોજારીયા | 1300 | 1685 |
હિંમતનગર | 1451 | 1659 |
કડી | 1401 | 1728 |
મોડાસા | 1530 | 1600 |
થરા | 1510 | 1660 |
બેચરાજી | 1480 | 1696 |
ઢસા | 1250 | 1704 |
ખેડબ્રહ્મા | 1550 | 1612 |
સતલાસણા | 1400 | 1641 |
ડીસા | 1522 | 1523 |