કપાસ બજારમાં સુસ્ત માહોલ વચ્ચેમણે વધુ રૂ.20 તૂટ્યા હતા. ગુજરાતમાં ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે પીઠાઓમાં કપાસની આવક ઘટી 1.52 લાખ મણ થઇ ગઇ હતી. મહારાષ્ટ્ર, મેઇન લાઇન, આંધ્ર-કર્ણાટક અને લોકલ મળી કપાસમાં અંદાજે 300 ગાડીના રૂ.1580 - 1680ના ભાવે કામકાજ હતા. બ્રોકરો કહે છે કે, માવઠાની આગાહીને પગલે કામકાજ ઓછુ હતું. જીનર્સોને અંદાજે રૂમાં 1500 સુધીની ડીસ્પેરિટી ચાલે છે, જેથી ખરીદીનો ઉત્સાહ મંદ છે, તે પરિસ્થિતિ વચ્ચે હાલ વૈશ્વિક સ્તરે કોવિડનો ગભરાટ વધ્યો છે, ઉપરથી માવઠાની આગાહીને પગલે કપાસ પલળવાનો ડર ઉભો થયો છે. અનિશ્ચિત માહોલ વચ્ચે કામકાજનો ઉત્સાહ દેખાતો નથી, પીઠાઓમાં કમાસમાં મણે રૂ.700 – 1730ના ભાવે સોદા પડ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ કુલ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાય જિલ્લામાં જોવા મળી હતી. ભારે પવન સાથે ઝાપટું પડતા વાતાવરણમાં અતિશય ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતા જ વહેલી સવારે લોકોની અવરજવર પણ છૂટક છવાઈ જોવા મળી હતી.
આ પણ વાંચો: 1 December થી લાગુ થશે 10 ફેરફાર-નિયમ: ખેડૂત, પેન્શન, બેંક ખાતાધારકો માટે વગેરે... જાણી લો સૌથી પહેલા
બીજી તરફ ખેડૂતોએ વાવેલા પાકને નુક્સાન ન થાય તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખેતિવાડી વિભાગે ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માર્ગદર્શિકા જાહેર કરી છે. બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસ વીણીને તાકીદ કરવી. કપાસને સલામત જગ્યાએ રાખવો. ચણા, ઘઉં, રાઈ કે અન્ય મરીમસાલા પાકમાં નવીન વાવેતર હોય તો તેવા પાકમાં વરસાદી પાણી ન ભરાય તે માટે ક્યારા તોડીને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી. જેથી પાણી ભરાવાના કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા નિવારી શકાય.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં લાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1755 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ ગઈકાલના 01 ડીસેમ્બર 2021 ને બુધવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1530 | 1735 |
અમરેલી | 1201 | 1739 |
સાવરકુંડલા | 1300 | 1725 |
મહુવા | 732 | 1694 |
કાલાવડ | 1000 | 1751 |
ગોંડલ | 1011 | 1721 |
જસદણ | 1050 | 1710 |
બોટાદ | 920 | 1726 |
જામજોધપુર | 1500 | 1720 |
ભાવનગર | 1000 | 1706 |
બાબરા | 1450 | 1730 |
જામનગર | 1300 | 1740 |
વાંકાનેર | 900 | 1695 |
મોરબી | 1250 | 1706 |
હળવદ | 1325 | 1670 |
જુનાગઢ | 1400 | 1640 |
ઉપલેટા | 1400 | 1705 |
ધોરાજી | 1201 | 1701 |
વિછીયા | 950 | 1680 |
લાલપુર | 1490 | 1755 |
ખંભાળિયા | 1500 | 1700 |
પાલીતાણા | 1070 | 1650 |
ધનસુરા | 1500 | 1650 |
વિજાપુર | 1050 | 1698 |
ગોજારીયા | 1050 | 1690 |
હિંમતનગર | 1450 | 1651 |
કડી | 1411 | 1711 |
મોડાસા | 1530 | 1565 |
થરા | 1540 | 1655 |
બેચરાજી | 1450 | 1661 |
ઢસા | 1251 | 1702 |
ખેડબ્રહ્મા | 1520 | 1551 |
સતલાસણા | 1535 | 1665 |