કપાસ સિઝનના પ્રારંભથી ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યાં છે. જો કે વીઘા વરાળે કપાસની ખેતીના ખર્ચ અને આવકનો હિસાબ માંડો તો ખેડૂત તો ત્યાં નો ત્યાં જ છે. કપાસમાં વીઘા દીઠ ઉતારો ઘટ્યો છે, તો એની સામે કપાસના ઉંચા ભાવ મળી જવાથી ખેડૂતની આમદાની વધી જતી નથી. કોઇપણ કૃષિ જણસીની બજારમાં તેજી થયા પછી, એને સ્થિર રાખવા માટે સપોર્ટ કરતાં પરિબળો કરતાં, બજારને પાડી દેવા માટેના જાજા પરિબળો ભોંમાંથી ભાલાની જેમ નીકળી પડતા હોય છે. કાયમ ખેડૂતો અને વેપારીઓ સાથેના સંપર્કથી એક નોંધવા જેવી બાબત એ જાણવા મળી છે કે ખેડૂત પોતે પેદા કરેલ જણસીના પુરા દામ લેવામાં કામિયાબ થતો નથી. કોઇપણ જણસીની ચડતી બજારે પોતાના ટાર્ગેટ ભાવથી જણસી વેચી શક્તો નથી. જ્યારે બજાર પટકાય, ત્યારે તે ઘાંઘો થઇ, બજારમાં વેચવા દોડતો હોય છે. કોઇપણ જણસીની તેજી વખતે બજારમાં હજુ વધુ તેજી થવાની વાતો વહેતી હોય છે, તો બીજી તરફ અંદરખાને બજારને પાડી દેવા માટેના કારસા ઘડાતા જ હોય છે. કંઇ એવું જ કપાસની માર્કેટમાં બની રહ્યાંની આધારભૂત વર્તુળોમાંથી ખબર આવી છે.
તાજેતરમાં જ કાપડ મંત્રાલયે કપાસના વધતા ભાવ અંગે ચર્ચા કરવા ઉદ્યોગના તમામ મોટા ગજાના હિતધારકો સાથે એક બેઠક બોલાવી છે. રૂ બજારમાં નિકાસ પ્રતિબંધ અથવા કપાસની નિકાસ પર ડ્યુટી લાદવાની અફવાઓ ફરી રહી છે. એના પરિણામે જ છેલ્લા બે-ત્રણ દિવસથી કપાસની બજાર ઢીલી પડી હોવાનું કારણ બહાર આવ્યું છે. એવું કહીએ
કે કપાસના સારા ભાવને કિસીકી નજર ન લગે ! તો પણ ચાલે..
છેલ્લા એક અઠવાડિયાથી કપાસના ભાવમાં ધીમે ધીમે ધટાડો જોવા મળી રહ્યો છે. 1400 થી લઈને 1500+ સુધીના ભાવો હાલ બજારમાં જોવા મળી રહ્યા છે. જેટલો કપાસ માર્કેટ યાર્ડ માં આવવો જોઈએ તેટલો કપાસ આ વર્ષે આવ્યો નથી. કારણોમાં કમોસમી વરસાદ, કપાસમાં અમુક પ્રકારના રોગ અને ઓછાં વાવેતર ના લીધે કપાસ ની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જે કપાસની ગુણવત્તા સારી છે તે કપાસના ભાવ આવનાર સમયમાં હજુ પણ વધશે તેવું અનુમાન લગાવી રહ્યા છે. કારણ કે સારી ગુણવત્તા વાળો કપાસ બજાર માં આવી રહ્યો છે. મિડીયમ ગુણવતા ધરાવતો કપાસ ના ભાવ પણ સારા એવા મળી રહ્યા છે.
હાલ કપાસના ભાવ 1100 થી 1200 સુધી જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ માં કપાસના ભાવ કેમ વધી રહ્યા છે ? તે જાણીએ તો હવે ખેડૂતો પાસે કપાસની આવક ઘટી રહી છે. દર વર્ષ કરતા આ વર્ષે કપાસની આવક ઘટી છે. વિદેશ માં પણ પહેલા કરતા અત્યારના સમયમાં કપાસ ની આવક ઓછી થઈ છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બાબરા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1740 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 20 નવેમ્બર 2021 ને શનિવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1500 | 1705 |
અમરેલી | 1080 | 1707 |
સાવરકુંડલા | 1231 | 1690 |
જસદણ | 1150 | 1700 |
મહુવા | 635 | 1649 |
ગોંડલ | 1011 | 1701 |
જામજોધપુર | 1100 | 1680 |
બાબરા | 1450 | 1740 |
જેતપુર | 1550 | 1666 |
વિસાવદર | 1320 | 1680 |
બગસરા | 1050 | 1700 |
જુનાગઢ | 1500 | 1618 |
ધોરાજી | 1266 | 1666 |
વિછીયા | 1050 | 1635 |
ભેસાણ | 1300 | 1710 |
ખંભાલીયા | 1450 | 1619 |
પાલીતાણા | 1120 | 1600 |
ગઢડા | 1201 | 1700 |
ઢસા | 1211 | 1706 |
ધંધુકા | 1051 | 1706 |
જાદર | 1150 | 1625 |