વૈશ્વિક બજારમાં રૂના ભાવ તૂટતા તેની અસરે સ્થાનિક સ્તરે કપાસ બજારમાં મણે રૂ. 25-30નો ઘટાડો જોવાયો હતો, પીઠાઓમાં કપાસની 1.84 લાખ મણની આવક નોંધાઇ હતી. આખા અઠવાડિયાની વાત કરીએ તો પીઠાઓમાં 11.60 લાખ મણની આવક થઇ હતી. ગુજરાતમાં મહારાષ્ટ્રથી 200, મેઇન લાઇનમાંથી 50, આંધ્ર, કર્ણાટકમાંથી 50 ગાડીઓની આવક હતી, લોકલમાં 200 ગાડીના કામકાજ થયા હતા. જીનર્સો કહે છે કે, હાલ પરપ્રાંત
અને લોકલ કપાસના 1600 થી 1675 સુધીના ભાવ છે, આ ભાવે ડીસ્પેરિટી રહે છે, એટલે ખપ પુરતી જ ખરીદી થઇ રહી છે. પીઠાઓમાં કપાસના રૂ.800 – 1730ના ભાવ હતા.રૂ અને કોટન યાર્નના ભાવમાં વધારો થયો હોવાના ખોટા આંકડાને લીધે તેની અસર સંપૂર્ણ ઉદ્યોગ ઉપર થાય છે.
ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસના ભાવ 1400-1500 રૂપિયા ખેડૂતોને મળતા હતા. પરંતુ આ વર્ષે કપાસના ભાવ ખેડૂતોને 1500-1700 રૂપિયા મળી રહ્યા છે. આ વર્ષે વાવાઝોડું અને માવઠાને કારણે કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું છે. માવઠા અને વાવાઝોડાના કારણે મગફળી, ડુંગળી જેવા પાકોને ખુબ નુકસાન થયું છે. મોટા ભાગના વિસ્તારોમાં કપાસની એક થી બે વીણી થઇ ગઈ છે. હવે સરેરાશ સારી ક્વોલીટીનો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે. હવે જે કપાસ બજારમાં આવશે તે મધ્યમ તથા નબળી ક્વોલીટીનો હશે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી સમયમાં કપાસના ભાવ ઘટશે. હાલ ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે તો કપાસ વેંચવામાં નફો છે.
આ વખતે માવઠાઓને કારણે કપાસમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે. પાકમાં ગુલાબી ઈયળો આવવાનું શરુ થઇ ગયું છે. જો કે આગામી સમયમાં ભાવ કેવા વધશે કે ઘટશે તેનો આધાર ફક્ત બજાર પર રહેલો છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાંલાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1762 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ ગઈકાલના 27 નવેમ્બર 2021 ને શનિવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જસદણ | 1100 | 1725 |
બોટાદ | 900 | 1745 |
જુનાગઢ | 1450 | 1664 |
ભાવનગર | 1000 | 1708 |
જામનગર | 1310 | 1740 |
બાબરા | 1500 | 1730 |
મોરબી | 1275 | 1735 |
વિસાવદર | 1000 | 1702 |
તળાજા | 900 | 1705 |
લાલપુર | 1605 | 1762 |
ધ્રોલ | 1364 | 1700 |
પાલીતાણા | 1120 | 1700 |
હારીજ | 1400 | 1685 |
ધનસુરા | 1520 | 1645 |
વિસનગર | 1000 | 1702 |
વિજાપુર | 1100 | 1700 |
માણસા | 900 | 1672 |
તલોદ | 1620 | 1678 |
થરા | 1480 | 1675 |
બેચરાજી | 1450 | 1670 |
ચાણસ્મા | 1422 | 1626 |
આંબલીયાસણ | 1000 | 1656 |
શિહોરી | 1492 | 1630 |
સતલાસણા | 1450 | 1655 |