નવરાત્રીએ ઠેર ઠેર જીનોમાં કામકાજના મુહૂર્ત થઇ રહ્યા હોવાથી કાચા કપાસની આવકનું પ્રેશર વધી રહ્યું છે. ખાસ તો માર્કેટ યાર્ડોમાં ખેડૂતો દ્વારા ગામડેથી આવતા કપાસની આવક સડસડાટ વધી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર તરફથી આવતા કપાસની ડિમાન્ડ પણ વધી છે. ઉત્તર ગુજરાતમાં સ્થાનિક આઠ થી દસ ગાડીને બાદ કરતા આજે બહારના રાજ્યમાંથી 70 થી વધુ કપાસની ગાડીઓની આવક હતી. કપાસમાં ધીમે ધીમે ક્વોલિટી સુધરી રહી છે. વરસાદ રહી જતા, ઉઘાડ નીકળતા કપાસની ગુણવત્તા સુધરી છે. હવાનું પ્રમાણ પાંચેક પોઇન્ટ (હાલમાં 60 થી 65 સુધીની હવા આવે છે) ઘટ્યું છે. જો હજુ પુનમ સુધી વરસાદ ન પડે અને આવું જ ખુલ્લુ વાતાવરણ રહેશે તો કપાસની ક્વોલિટી વધુ સુધરશે.
જીનિંગ મીલોની માગ નીકળતા કપાસમાં આવકનું પ્રેશર આવ્યું છે. હવા અને ભેજનું પ્રમાણ ખાસ્સું હોય તેવા મીડિયમ ક્વોલિટીના કપાસમાં છેલ્લા ચાર દિવસમાં ઊંચામાં રૂ.1700 સુધીના ભાવ બોલાયા બાદ ભાવ રૂ.1500 સુધી પટકાયો હતો.
બાબરા પંથકમાં હાલ આ વિસ્તારમાં પહેલી વીણીના કપાસ ખેડૂતો ઉતારી રહ્યાં છે તેવામાં પહેલી વીણીનો કપાસ લઈને ખેડૂતો સીધા માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યાં છે. ખેડૂતો મોટી સંખ્યામાં યાર્ડ ખાતે પહોંચતા યાર્ડની બહાર પણ વાહનોની કતારો લાગી હતી. ખેડુતો ને 950 થી લઈ 1725 સુધીના ભાવ મળી રહ્યાં છે.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવકો વધવા લાગી છે. માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહુવા પંથકમાં કુલ બાર થી પંદર જીનિંગ મીલો હોવાથી નવરાત્રીએ જીનિંગોમાં મુહૂર્ત કાર્ય થતા હોય છે, જીનોની માગ નીકળતા યાર્ડોમાં કપાસના વેપારો વધ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અંદાજિત 20 હજાર મણ કપાસ ઠલવાયો છે, તો ખેડૂતોને કાચા કપાસના પ્રતિ મણના ઊંચામાં રૂ.1700 સુધીના ભાવ પણ મળી રહ્યા છે.
મોરબીના માર્કેટીંગ યાર્ડમાં પાંચ દિવસમાં 16510 મણ કપાસની આવક થઈ હતી. જ્યારે એક જ દિવસે યાર્ડમાં 6210 મણ કપાસ ઠલવાયો હતો. કપાસની હરરાજી કરવામાં આવી હતી.
કપાસના ભાવો:
આજે ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1500 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં જામનગર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1851 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 13ઓક્ટોબર 2021 ને બુધવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 900 | 1704 |
અમરેલી | 782 | 1686 |
સાવરકુંડલા | 1030 | 1660 |
જસદણ | 750 | 1640 |
બોટાદ | 700 | 1770 |
મહુવા | 460 | 1501 |
ગોંડલ | 851 | 1751 |
જામજોધપુર | 800 | 1715 |
ભાવનગર | 10510 | 1565 |
જામનગર | 1000 | 1851 |
બાબરા | 950 | 1725 |
જેતપુર | 800 | 1771 |
વાંકાનેર | 700 | 1710 |
મોરબી | 1000 | 1608 |
હળવદ | 950 | 1622 |
વિસાવદર | 1180 | 1500 |
બગસરા | 750 | 1756 |
ભેસાણ | 1000 | 1680 |
લાલપુર | 1000 | 1520 |
પાલીતાણા | 1100 | 1550 |
હારીજ | 1250 | 1550 |
ધનસુરા | 1000 | 1500 |
વિસનગર | 800 | 1635 |
વિજાપુર | 900 | 1671 |
માણસા | 900 | 1721 |
પાટણ | 950 | 1711 |
થરા | 1250 | 1545 |
સિદ્ધપુર | 1100 | 1745 |
ઢસા | 850 | 1725 |
ધંધુકા | 800 | 1560 |
વિરમગામ | 1001 | 1576 |
ખેડબ્રહ્મા | 1150 | 1225 |
સતલાસણા | 1200 | 1601 |